તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WHOની જાહેરાત:70 વર્ષના પ્રયાસો બાદ ચીન મલેરિયામુક્ત દેશ બન્યો, એક સમયે અહીં 3 કરોડ કેસ આવતા હતા; જાણો કેવી રીતે ચીને મલેરિયા પર કાબૂ મેળવ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીન વેસ્ટર્ન પેસિફિક રીજનનો પ્રથમ દેશ છે, જ્યાં છેલ્લાં 4 વર્ષમાં મલેરિયાનો એકપણ કેસ મળ્યો નથી

70 વર્ષના પ્રયાસો બાદ ચીન હવે મલેરિયામુક્ત દેશ બન્યો છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ એની જાહેરાત કરી છે. 40મા દાયકામાં દર વર્ષે ચીનમાં મલેરિયાના 3 કરોડ કેસ આવતા હતા. ચીન વેસ્ટર્ન પેસિફિક રીજનનો પ્રથમ દેશ છે, જ્યાં છેલ્લાં 4 વર્ષમાં મલેરિયાનો એકપણ કેસ મળ્યો નથી.

WHOના જનરલ ડાયરેક્ટર ટેડ્રોસ ગેબ્રિએસસનું કહેવું છે કે ચીનને આ સફળતા દશકોની સઘન મહેનત બાદ મળી છે. આ જાહેરાત સાથે ચીન એ દેશમાં સામેલ થયો છે, જેણે સાબિત કર્યું કે દેશને મલેરિયામુક્ત બનાવવો શક્ય છે.

ચીનની રણનીતિ
મલેરિયાથી છુટકારો મેળવવા માટે ચીને વર્ષ 2012માં 1-3-7ની રણનીતિ લાગુ કરી. સ્વાસ્થ્યકર્મીઓના ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા. રણનીતિ પ્રમાણે, 1 દિવસની અંદર મલેરિયા રિપોર્ટ થવા જરૂરી છે. 3 દિવસની અંદર તપાસ કરવી અને એનાથી થતાં જોખમની ઓળખ આવશ્યક કરવામાં આવી. તો 7 દિવસની અંદર તેને ફેલાતો રોકવા માટે જરૂરી પગલાં લેવા માટેની વાત કહેવામાં આવી.

મલેરિયા વિરુદ્ધ ચીને ક્યારે શું કર્યું

  • 1950: ઝડપથી ફેલાતા મલેરિયાના કેસ રોકવા માટે એની દવાઓ પર કામ કરવાનું શરૂ કર્યું. ઘરમાં કીટનાશકનો છંટકાવ કરવાની રણનીતિ બનાવી.
  • 1967: ચીને મલેરિયાની નવી સારવાર શોધવાનું અભિયાન શરૂ કર્યું. 1970માં આર્ટિમિસનિન દવાની શોધ થઈ અને એ અત્યારસુધી મલેરિયાની સૌથી અસરકારક દવા સાબિત થઈ.
  • 1980: ચીન એવો પ્રથમ દેશ બન્યો, જેણે મલેરિયાને રોકવા માટે સતત મોટે પાયે તપાસ શરૂ કરી અને કીટનાશકથી સજ્જ મચ્છરદાનીનો ઉપયોગ શરૂ કર્યો.
  • 1988: દેશમાં 25 લાખ મચ્છરદાની વહેંચવામાં આવી. મલેરિયાની તપાસ અને સાવચેતીને કારણે ધીરે ધીરે એના કેસ ઓછા થતા ગયા.
  • 1990: 90ના દશકના અંત સુધી મલેરિયાના કેસ ઘટીને 1,17,00 થઈ ગયા. મૃત્યુના આંકડામાં 95%નો ઘટાડો નોંધાયો.

40મો મોટો દેશ, જેણે લક્ષ્ય પૂરું કર્યું
ચીન દુનિયાનો 40મો દેશ બન્યો, જેણે મલેરિયા પર કાબૂ મેળવ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા દેશ મલેરિયામુક્ત થયા છે. 2021માં એલ સલ્વાડોર અને અલ્ગેરિયા, 2019માં આર્જેન્ટીના અને 2018માં પેરાગ્વાય અને ઉઝબેકિસ્તાન મલેરિયામુક્ત થયા. દુનિયામાં 61 દેશ એવા છે, જ્યાં મલેરિયાના કેસ નથી.

2019માં દુનિયાભરમાં મલેરિયાના 22 કરોડ કેસ સામે આવ્યા હતા. વર્લ્ડ મલેરિયા રિપોર્ટ 2020 પ્રમાણે, દુનિયાભરમાં એના કેસ ઘટી રહ્યા છે, ખાસ કરીને આફ્રિકન દેશોમાં જ્યાં સૌથી વધારે આ બીમારીને કારણે મૃત્યુ થતાં હતાં. મલેરિયાથી થતાં 90% મૃત્યુ આફ્રિકામાં થયાં હતાં. એમાં 2,65,000થી વધારે બાળકો હતાં. વર્ષ 2000માં મલેરિયાના 7,36,000 કેસ હતા, જે 2018માં ઘટીને 4,11,000 થયા હતા. તો 2019માં મલેરિયાના 4,09,000 કેસ સામે આવ્યા હતા.