જેમ મીઠા વગરના ખોરાકનો કોઈ ટેસ્ટ નથી આવતો તેવી જ રીતે વધારે મીઠું ખાવાથી અનેક બીમારીઓ ઘર કરી જાય છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મીઠા પર એક રિસર્ચ કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, વધારે મીઠું ખાવાથી અનેક બીમારીઓ ઘર કરી જાય છે. મીઠું એક એવું તત્ત્વ છે, જેનું યોગ્ય માત્રામાં સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. WHOનો ટાર્ગેટ 2030 સુધીમાં લોકોના ખોરાકમાં 30 ટકા મીઠું ઓછો કરવાનો છે. આ સાથે જ રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે, આવનારા 7 વર્ષમાં 70 લાખ લોકો મીઠાથી થતી બીમારીને કારણે જીવ ગુમાવી શકે છે.
આજના અમારા નિષ્ણાત છે ડૉ.અંજુ વિશ્વકર્મા, ડાયેટિશિયન, ભોપાલ, ડૉ.હરજીત કૌર, ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ, અમનદીપ હોસ્પિટલ, અમૃતસર, નેહા પઠાનિયા, ચીફ ડાયટિશિયન, પારસ હોસ્પિટલ, ગુડગાંવ.
સવાલ : કોઈ વ્યક્તિએ એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ?
જવાબ : સામાન્ય ભાષામાં સમજવામાં આવે છે આપણે ફક્ત 5 ગ્રામ જ મીઠું દરરોજ ખાવું જોઈએ. અને દરેક ખોરાકમાં એક નાની ચમચી જ મીઠું હોવું જોઈએ.
તો યાદ રાખો કે, એક દિવસમાં 2.3 સોડિયમ મળે છે, જે તમને 5 ગ્રામ મીઠામાંથી મળી જાય છે. આજે દુનિયાભરમાં વધારે લોકો 10.8 ગ્રામ મીઠું ખાઈ છે.
સવાલ : આપણા શરીરમાં મીઠાની જરૂર કેમ પડે છે?
જવાબ : મીઠામાં સોડિયમ અને પોટેશિયમ બનાને હોય છે. માણસના શરીરમાં પાણીનું લેવલ બરાબર રહે તેમજ ઓક્સિજન અને બીજા પોષક તત્ત્વો અંગ સુધી પહોંચે તે માટે સોડિયમ જરૂરી છે.
સવાલ : ઓછું કે બિલકુલ મીઠું ખાવામાં ન આવે તો સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે?
જવાબ : અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે.
સવાલ : વધારે મીઠું ખાવાથી શું નુકસાન થાય છે?
જવાબ :
કિડની, ડાયાબિટીસ, હૃદયના દર્દીઓ જેવી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓ માટે પ્રમાણ ઓછું પણ હોઈ શકે છે. આથી તમારી બીમારી અનુસાર ડૉક્ટરની સલાહ પર જ મીઠું ખાવું જોઈએ.
સવાલ : મને કેવી રીતે ખબર પડે કે હું વધારે મીઠું ખાવ છું?
જવાબ : ગ્રાફિક્સથી જાણી શકો છો.
સવાલ : WHOએ 2030 સુધી 30 ટકા મીઠાનો ઉપયોગ ઓછો કરવા માટે નીતિની વાત કરી છે તે શું છે?
જવાબ : WHOએ પ્લાન બનાવ્યો છે કે, લોકોને મીઠાનો ઉપયોગ ઘટાડવા માટે પહેલા તો જાગૃત કરવા પડશે. વધુ મીઠાની આદત બદલવા માટે અવેરનેસ પ્રોગ્રામ પણ બધા જ દેશોમાં ચલાવવા પડશે. આ સાથે જ પેક્ડ ફૂડમાં મીઠું ઓછું કરવાની સાથે-સાથે પ્રમાણ વિશે પણ માહિતી આપવી પડશે. જેથી લોકો સરળતાથી વાંચી શકે અને સમજી શકે કે કેટલું મીઠું ખાઇ રહ્યા છે. ખોરાકમાં મીઠું અને સોડિયમનું પ્રમાણ ઓછું કરવા માટે લક્ષ્ય નક્કી કરવું પડશે. જેનાથી મીઠું ઓછું ખાઇ શકાય અને ધીરે-ધીરે આપણને આ આદત બની જાય છે.
શાળાઓ, હોસ્પિટલો અને ઓફિસો જેવી સાર્વજનિક સંસ્થાઓમાં ઓછી સોડિયમવાળો ખોરાક જ આપવો જોઈએ. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર, સંગઠને એવા રાજ્યોનું સોડિયમ સ્કોર કાર્ડ બનાવ્યું છે જેમણે સોડિયમના પ્રકાર અને ઘટાડાને લઈને કામ કર્યું છે.
આ સ્કોર કાર્ડમાં એ દેશો વિશે માહીતી મેળવી છે કે, રાષ્ટ્રીય નીતિ હેઠળ સોડિયમની માત્રા ઘટાડવાનું કામ કર્યું છે. તેમને સ્કોરમાં 1 આપવામાં આવે છે.
જે દેશોએ સોડિયમની માત્રા ઘટાડવા માટે ખૂબ જ કડકાઇ રીતે કામ કર્યું છે અને લોકોને મીઠુંના પ્રમાણ ઘટાડવા માટે મહેનત કરી છે. તેમને સ્કોર 2 આપવામાં આવ્યા છે.
જે દેશોએ સોડિયમની માત્રા ઘટાડવા માટે કોઈ એક પણ પગલું ભર્યું છે અથવા પ્રી-પેકેજ્ડ ફૂડમાં સોડિયમના પ્રમાણનો ઉલ્લેખ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, તેમને 3નો સ્કોર આપવામાં આવ્યો છે.
આ સ્કોર કાર્ડમાં ભારતને સ્કોર 2 આપવામાં આવ્યો છે.
સવાલ : જો કોઇને મીઠું વધારે ખાવાની આદત હોય છે, તે લોકોએ આ આદતને કેવી રીતે સુધારી શકાય?
જવાબ : જે લોકોને વધારે મીઠું ખાવાની આદત છે અથવા તો ઉપરથી મીઠું ભભરાવો છો? તો તમારે તમારી આ આદતમાં જલદી જ સુધારો કરી શકે છે.
તમે ઓછા મીઠા વાળા સ્વાદને તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અહીં વાત ટેસ્ટની નથી પણ આદતની છે. જેને આપણે જાતે બદલી શકીએ છીએ.
સવાલ : જમવામાં ઉપરથી મીઠું ભભરાવું યોગ્ય છે કે નહીં?
જવાબ : જમવામાં ઉપરથી મીઠું ભભરાવવાને કારણે અનેક બીમારીઓ થઇ શકે છે.
સવાલ : ખોરાક સાથે પાકેલું મીઠું કે પછી ઉપરથી નાખવામાં આવેલું મીઠું, કયું સારું છે?
જવાબ : જયારે મીઠું ખોરાક સાથે રંધાઈ જાય છે ત્યારે આયર્નનું સ્ટ્રકચર બદલાઈ જાય છે અને તમારું શરીર આ ખોરાકને જલ્દી જ પચાવી લે છે.
કાચું મીઠું, જે તમે ઉપરથી નાખીને કે ભભરાવીને ખાઓ ચો તો મીઠાના સ્ટ્રકચરમાં કોઈ ફેરફાર થતો નથી. જેના કારણે કાચું મીઠું હાઈપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે.
સવાલ : શું પ્રેગ્નન્સીમાં વધારે મીઠું ખાવા પર કંટ્રોલ કરવો જોઈએ, વધારે મીઠાથી બાળકને કોઈ નુકસાન થાય છે? જવાબ : ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખાટું ખાવાની સાથે ખરું ખાવાની પણ ઈચ્છા થાય છે.
ગર્ભવતી મહિલાઓને પેક્ડ ફૂડ, ચટણી, અથાણું ખાવાનું વધારે મન થાય છે, આ બધામાં મીઠાનું પ્રમાણ અનેકગણું વધુ હોય છે. જેથી શરીરમાં મીઠું વધુ પ્રમાણમાં થઇ જાય છે. જેના કારણે ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ નુકસાન થાય છે.
જો પ્રેગ્નન્સી દરમિયાન મીઠું ખાવામાં કંટ્રોલ કરવામાં ન આવે તો અનેક મુશ્કેલી પડી શકે છે.
સવાલ : સોડિયમ અને મીઠાનું લેવલ કેવી રીતે ચેક કરવામાં આવે છે?
જવાબ : આ માટે તમે ડાયટિશિયન અથવા ન્યૂટ્રીશનિસ્ટની મદદ લઇ શકો છો.
બ્લડટેસ્ટ કરવાથી ખબર પડે છે કે, શરીરમાં સોડિયમ, પોટેશિયમ અને ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ કેટલું છે. ડોક્ટર સોડિયમનું પ્રમાણ જોઈને જ મીઠાનું લેવલ કહી શકે છે.
દર 6 મહિને અથવા તો વર્ષમાં એક વાર બ્લડ ટેસ્ટ અચૂક કરાવવો જોઈએ.
આવો જાણીએ સોડિયમ અને મીઠા વચ્ચે શું તફાવત છે?
પેક્ડ ફૂડમાં સોડિયમ હોય છે. ખાવાની કોઈ પણ વસ્તુ બહારથી ખરીદો છો તો સોડિયમ લેવલ અચૂક ચેક કરવું જોઈએ. સોડિયમ લેવલ દરેક ફૂડ પેકેટ પર લખેલું હોય છે, લોકો તેને મીઠાનું પ્રમાણ સમજી લે છે. તે ખોટું છે. સોડિયમ ફક્તને ફક્ત મીઠાનો એક ભાગ છે. તેથી તમારે કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં મીઠાનું લેવલ ચેક કરવું જોઈએ.
મીઠામાં સોડિયમ કેટલું હોય છે, આવો જાણીએ.
1/4 ચમચી મીઠું = 575 મિલીગ્રામ સોડિયમ
1/2 ચમચી મીઠું = 1,150 મિલીગ્રામ સોડિયમ
3/4 ચમચી મીઠું = 1,725 મિલીગ્રામ સોડિયમ
1 ચમચી મીઠું = 2,300 મિલીગ્રામ સોડિયમ
આ એક અંદાજિત ડેટા છે અને નાની ચમચીના આધારે માપવામાં આવે છે
સવાલ : આજે લોકો મીઠાની બદલે સિંધાલૂણનો ઉપયોગ કરે છે, શું આ યોગ્ય છે?
જવાબ : પહેલાંના સમયમાં ઉપવાસ દરમિયાન જ સિંધાલૂણ ખાતા હતા, પરંતુ હવે રૂટિનમાં પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે.
સિંધાલૂણ બનાવતી વખતે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી નથી. તેમાં 90 થી વધુ ખનિજની સાથે-સાથે આયર્ન એટલે કે આયોડિનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે.
મેગ્નેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક તત્ત્વો હોવાને કારણે શરીરને નુકસાન થતું નથી.
સવાલ : મીઠું, સંચળ અને સિંધાલૂણમાં શું તફાવત છે?
જવાબ : મીઠાના ત્રણ પ્રકાર છે.
સાદું મીઠું : સાદા મીઠામાં સમુદ્ર અથવા ખારા તળાવના પાણીમાંથી તૈયાર કરવામાં આવે છે અને બાદમાં મશીન દ્વારા સાફ કરવામાં આવે છે.
સંચળ : સંચળ બનાવવા માટે માયરોબાલનના બીજને ખારા પાણીમાં ઉકાળવામાં આવે છે. પાણી ઉકળી ગયા બાદ બાષ્પીભવન થાય છે. આ પછી જે મીઠું રહે છે તે કાળા રંગનું હોય છે. તેથી જ તેને સંચળ હેવામાં આવે છે.જ્યારે તેને પીસવામાં આવે છે, ત્યારે તેનો પાવડર ગુલાબી થઈ જાય છે.
સિંધાલૂણ : સિંધાલૂણએ જમીનની નીચે ખડક જેવું છે. જે સંપૂર્ણપણે કુદરતી રીતે બનાવવામાં આવે છે.
સવાલ : સિંધાલૂણ ખાવાથી શું-શું ફાયદો થાય છે? જવાબ : પાણીના સંપર્કમાં આવતા જ સિંધાલૂણના બધા જ પ્રાકૃતિક ગુણ એક્ટિવ થઇ જાય છે. સિંધાલૂણના અનેક ફાયદા છે.
નોંધ : સિંધાલૂણનો ઉપયોગ પણ માપસર જ કરવો જોઈએ.
સવાલ : મીઠું રાખવા માટે સૌથી બેસ્ટ વાસણ કયું છે?
જવાબ : કાચના વાસણમાં મીઠું રાખવું સારું છે. આ રાસાયણિક પ્રતિક્રિયાની શક્યતાઓને ઘટાડી દે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.