રિસર્ચમાં નવો ખુલાસો:શ્વેત લોકોને કેન્સરનું જોખમ વધારે રહે છે, લાઈફસ્ટાઈલ અને જિનેટિક્સ તેના મુખ્ય કારણો છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2013થી 2017 સુધી લગભગ 30 હજાર કેન્સર દર્દીઓનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો
  • એશિયાઈ લોકોમાં કેન્સરનો દર ઓછો

યુકેની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનમાં જાણવા મળ્યું છે કે 40% શ્વેતને તેમની લાઈફસ્ટાઈલના કારણે કેન્સર થાય છે. જો કે, કેટલાકને કેન્સર થવાનું કારણ આનુવંશિક પણ હોય છે. કેન્સરજન્ય ઘણા રોગોની સમયસર જાણકારી મળી જાય તો તેને અટકાવી શકાય છે.

અશ્વેત અને એશિયાઈ લોકોને શ્વેતની અપેક્ષાએ કેન્સરનું જોખમ ઓછું હોય છે. તેનાથી વિપરિત અશ્વેત લોકોને બ્લડ અને પ્રોસ્ટેટ કેન્સર જેવી બીમારીઓ વધારે થાય છે.

વર્ષ 2013થી 2017 સુધી લગભગ 30 હજાર કેન્સર દર્દીઓનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં સામે આવ્યું કે છથી 11 વર્ષ સુધીના અશ્વેત અને એશિયાઈ બાળકોમાં મેદસ્વિતા અશ્વેત બાળકોની તુલનાએ કેન્સરનું કારણ વધારે રહે છે.

એશિયાઈ લોકોમાં કેન્સરનો દર ઓછો
રિસર્ચના અનુસાર, શ્વેત લોકોની તુલનામાં એશિયાઈ લોકોમાં કેન્સરનો દર 38 ટકા ઓછો, અશ્વેત લોકોમાં 4 ટકા ઓછો અને મિશ્રિત-વારસાવાળા લોકોમાં 40 ટકા ઓછો હતો. કેન્સર રિસર્ચમાં સામેલ ડૉક્ટર કેથરિન બ્રાઉને જણાવ્યું કે, શરીરમાં કેન્સરનો વિકાસ અલગ અલગ કારણોથી થાય છે. કેટલાક લોકોને આનુવંશિક તરીકે જનીન દ્વારા કેન્સરનો રોગ થાય છે.

યુકેમાં 40 ટકા લોકોને કેન્સર તેમના દ્વારા પસંદ કરવામાં આવેલી લાઈફસ્ટાઈલના કારણે થાય છે.

એશિયાઈ લોકોમાં લિવર કેન્સરની આશંકા વધારે હોય છે. એશિયાઈનો અર્થ બાંગ્લાદેશી, ચીની, ભારતીય, પાકિસ્તાની સાથે છે. તેમજ અશ્વેતનો અર્થ કેરિબિયન સાથે છે. તેમજ શ્વેતનો અર્થ બ્રિટિશ, આયરિશ સહિત અન્ય સાથે છે.