આયુર્વેદિક લાઇફસ્ટાઇલ:ચોમાસામાં દહીં ખાઈ શકાય છે કે નહીં !, શું છે માન્યતા અને શું કહે છે આયુર્વેદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની ઋતુમાં બધા લોકોને ખાવા-પીવામાં ધ્યાન રાખવું પડે છે. તો બીજી તરફ ઘરના લોકો પણ કહેતા હોય છે કે, ઋતુ બદલાઈ રહી છે તો અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તો બીજી તરફ ભારતમાં પરંપરા છે કે, અલગ-અલગ ઋતુ માટે અલગ-અલગ ડાયટ લેવામાં આવે છે. ચોમાસામાં વાતાવરણને કારણે દહીં ખાવાની ના પાડવામાં આવે છે.

સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, ચોમાસામાં દહીં ન ખાવું જોઈએ, દહીં ખાવાથી સ્વસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ચોમાસામાં દહીં ન ખાવાની માન્યતા કેટલી સાચી છે તે અંગે ઝારખંડની રાજધાની રાંચીના મેડિકા હોસ્પિટલ ચીફ ડાયટિશિયન ડૉ. વિજયશ્રી પ્રસાદ કહે છે કે, દહીં ઠંડું છે, ચોમાસામાં ભેજ વધુ હોય વરસાદમાં દહીં ખાવાથી કફ થાય છે. તેથી પારંપરિક રીતે જોવા જઈએ તો દહીં ખાવાથી દૂર રહેવું જોઈએ.

ચોમાસામાં દહીં ખાવાનું ટાળવું જોઈએ.
ચોમાસામાં દહીં ખાવાનું ટાળવું જોઈએ.

સીઝન અનુસાર દહીં ખાવું જોઈએ
પરંતુ વૈજ્ઞાનિક રીતે દહીં કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. જોકે તેનું પ્રમાણ સિઝન અનુસાર બદલાઈ શકે છે. અથવા જેમને શરદીની એલર્જી હોય તે લોકોએ દહીં ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય રીતે દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે ઓછી કેલરીવાળો ખોરાક છે, જેમાં વિટામિન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

દહીંમાં સારા બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટીક્સ હોય છે, જે આપણા આંતરડાને મજબૂત બનાવે છે. તેથી પાચનતંત્ર પણ સુધરે છે. પેટમાં ગેસ ઓછો કરવામાં, ઝાડાથી બચાવવામાં મદદ કરે છે. તેથી,ચોમાસાની ઋતુમાં પણ બપોરના ભોજનમાં એક કપ દહીં ચોક્કસપણે ખાઈ શકાય છે.

દહીં ખાવાને લઈને માન્યતા
દહીં ખાવાને લઈને એક માન્યતા એ પણ છે કે, રાતના સમયે દહીં ન ખાવું જોઈએ. મેડિકલ સાઇન્સ પણ આ વાતનું પૃષ્ટિ કરે છે. આ પાછળનું કારણ એવું છે કે, દહીંમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, તેથી રાતની બદલે સવારે દહીં ખાવું જોઈએ. દહીંની બદલે રાયતું પણ ખાઈ શકો છો.

આયુર્વેદમાં પણ વરસાદની ઋતુમાં દહીં ખાવાને વર્જિત માનવામાં આવે છે. આયુર્વેદાચાર્ય કહે છે કે તેને માન્યતા કહેવું યોગ્ય નથી. ચોમાસાની શરૂઆતમાં દહીં ખાવામાં આવે છે. જેમ વરસાદ ઋતુમાં થોડું દહીં ખાઈ શકાય છે, પરંતુ ભાદરવા મહિનામાં દહીં સંપૂર્ણ રીતે વર્જિત છે. માત્ર દહીં જ નહીં, દહીંમાંથી બનેલી છાશનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે વરસાદની ઋતુમાં દહીં ખાવાથી પિત્ત વધે છે. તેથી તે આપણા સ્વાસ્થ્યને ખરાબ અસર કરે છે.