સ્વેટરથી સાવધાન:નાના હોય કે મોટા, ઊનનાં સ્વેટર પહેરીને ક્યારેય સૂવું ના જોઈએ, તેનાથી લો બીપી અને હાર્ટની તકલીફ થવાની શક્યતા વધે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરીરને ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય તેમ ઊનનાં કપડાં ના પહેરવા

હાલ એટલી ઠંડી પડી રહી છે કે ગરમ કપડાં ઉતારવાનું મન જ ના થાય. સ્વેટર, ટોપી અને મોજા પહેરીને ઠંડીથી બચી શકાય છે. ઘણાને તો રાતના સમયે પણ ગરમ કપડાં કાઢવાની ઈચ્છા થતી નથી. આ કે ચક્કરમાં આપણે પોતે પણ સ્વેટર પહેરીને ઊંઘી જઈએ છીએ અને બાળકો સાથે પણ આવું જ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે આમ કરવાથી આપણા સ્વાસ્થ્યને જોખમ છે? ડર્મેટોલોજિસ્ટ ડૉ. ઇપ્શિતા જોહરી પાસેથી જાણીએ રાત્રે સ્વેટર પહેરીને ઊંઘવાના ગેરફાયદા...

રાત્રે સ્વેટર પહેરવાના નુકસાન
ડૉ. જોહરીએ જણાવ્યું, ઊનના કપડાં પહેરો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું. આ કપડાં તમારી સ્કિનના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવવા જોઈએ. ગરમ કપડાં બહારની ઠંડીને શરીર સુધી પહોંચતા અટકાવે છે. સાથે જ ઊનના કપડાં તો પરસેવો પણ શોષતા નથી. જ્યારે આપણને બહુ ઠંડી લાગે છે ત્યારે સ્વેટર પહેરીને ઊંઘી જઈએ છીએ. આ ઉપરાંત ગરમ ધાબળા પણ ઓઢી લઈએ છીએ જેથી ઠંડી ઓછી લાગે. સ્વેટર અને ગરમ ધાબળાને લીધે વ્યક્તિને ગભરામણ થઈ શકે છે.

અત્યાર સુધી કરી રહેલી ભૂલ ફરીથી ના કરો

  • કોઈ કોટન કે સોફ્ટ કપડાં ઉપર જ સ્વેટર પહેરવું. જો ડાયરેક્ટ ગરમ કપડાં પહેરીશું તો તેને લીધે સ્કિન એલર્જી, રેડનેસ કે પછી ડ્રાય સ્કિનની તકલીફ થઈ શકે છે.
  • હાર્ટના પેશન્ટ ગરમ કપડાં પહેરીને ઊંઘશે તો તેમને ગભરામણ થઈ શકે છે. આવા કપડાં શરીરમાં હવાને પાસ થવા દેતા નથી.
  • વુલન કપડાં પહેરીને સૂવાથી લો બીપીની તકલીફ પણ રહે છે. કારણકે શરીર ગરમ કપડાંમાં પેક થઈ જાય છે.
  • વ્યક્તિની ઠંડી સહન કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. સતત ગરમ કપડાં પહેરીને સૂવાથી શરીરને ગરમાવાની ટેવ પડી જાય છે. આથી તેઓ નોર્મલ ઠંડી પણ સહન કરી શકતા નથી.

ઠંડીથી બચવા શું કરવું?

  • શિયાળામાં લેયરિંગ એટલે કે એકથી વધારે કપડાં પહેરવાની ટેવ પાડો. કોટનના સોફ્ટ કપડાં પહેરો. ઠંડી વધારે હોય તો એક કરતાં વધારે કપડાં પહેરો. બાળકોને પણ સુવડાવતી વખતે એકથી વધારે કપડાં પહેરાવો.
  • બોડી પર મોશ્ચ્રરાઈઝર લગાવ્યા પછી ફુલ સ્લીવ્સ કે સુતરાઉ કપડાં પહેરો અને પછી ઊનના કપડાં પહેરો. મોશ્ચ્રરાઈઝર તમારી સ્કિનને ડ્રાય નહીં થવા દે અને ત્વચા સંબંધિત કોઈ તકલીફ નહીં થાય.