આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળીએ છીએ કે જિમમાં કસરત કરતા સમયે હા-એટેક આવતાં જ લોકોનાં મોત થઈ જાય છે. આખરે લોકો જિમમાં કસરત કરતા સમયે એવી તે શું ભૂલ કરે છે, જેનાથી મોતનું જોખમ અનેક ગણું વધી જાય છે.
ટીવી-એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન 46 વર્ષની ઉંમરે થયું. જિમમાં વર્કઆઉટ કરતી વખતે તેને હાર્ટ-એટેક આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરી, પરંતુ તેને બચાવી શક્યા નહીં.
આજના અમારા એક્સપર્ટ છે બંસલ હાર્ટ સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મનોજ બંસલ, ક્રોસફિટ જિમ, સેલિબ્રિટી ટ્રેનર સતીશ કુમાર, માલિક અને વડોદરાના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિકાસ આનંદ પટેલ.
આવો... જોઈએ પહેલા ગ્રાફિક...
જિમમાં કસરત કરતા લોકોને એવું લાગે છે કે તેમનું બીપી અને કોલેસ્ટેરોલ લેવલ તો બરાબર છે, તેથી કોઈ સમસ્યા નહિ થાય, પરંતુ એવું નથી. ડૉ. મનોજ બંસલ કહે છે, ઘણા લોકોને હાર્ટની બીમારી વારસાગત હોય છે. તો આ સિવાય આપણી લાઇફસ્ટાઇલને કારણે પણ હાર્ટની બીમારી થઈ શકે છે.
સવાલ : ખરાબ લાઇફસ્ટાઇલનો મતલબ શું છે, જેને કારણે હાર્ટની બીમારી થઈ શકે અને એટેકનું જોખમ વધી શકે છે?
જવાબ : આજકાલ લોકોને કામનું પ્રેશર વધુ હોય છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જે લોકો વધારે ચિંતા કરે છે તેમને હાર્ટની બીમારી થઈ શકે છે. જો વધુ ચિંતા કરવામાં આવે તો હાર્ટ-એટેકનું જોખમ વધી જાય છે. ચિંતા અને શોખને કારણે ઘણા લોકોને સ્મોક અને ડ્રિંકની લત લાગી જાય છે, જેના કારણે હાર્ટસંબંધી અનેક બીમારીઓ થઈ શકે છે.
સવાલ : કઈ ઉંમરના લોકોને બીપી અને કોલેસ્ટેરોલનું જોખમ વધવાથી તો હાર્ટ-એટેકની આશંકા વધી જાય છે?
જવાબ : એક્સર્સાઇઝ ફિઝિયોલોજિસ્ટ માઈકલ જોયનર જણાવે છે, હાઈ બ્લડપ્રેશર અને હાઇ કોલેસ્ટેરોલનું જોખમ ઉંમર વધવાની સાથે વધે છે. 35 વર્ષ પછી તમારું નિયમિત ચેકઅપ કરાવવું જોઇએ. જે લોકોની ઉંમર વધુ છે અને ઘરે રહીને કસરત કરે છે તો ડૉ. મનોજ બંસલની ટિપ્સ અચૂક વાંચો.
હાર્ટ-એટેકથી બચવા માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કસરત અને ડાયટ કરતા સમયે રાખો આ ધ્યાન...
હવે વાત કરવામાં આવે છે, જેમની ઉંમર 40થી વધુ હોય અને તેઓ ઘરે નહીં, પણ જિમમાં કસરત કરે છે. તેમના માટે સેલિબ્રિટી ટ્રેનર અને ક્રોસફિટ જિમના માલિક સતીશ કુમારે કેટલીક ટિપ્સ આપી છે. એ માટે નીચે આપેલું ગ્રાફિક વાંચો-
યુવાનો ટીવી અને મોબાઈલ પર સેલિબ્રિટીઝ જોઈને મસલ્સ બનાવવા માટે જિમમાં જઈને કલાકો સુધી પરસેવો પાડે છે. આ લોકોએ નીચે લખેલી આ વાતો ધ્યાનથી વાંચવી જોઈએ-
સવાલ : ઘણા લોકોને સમય પહેલાં જ હાર્ટ-એટેકનાં લક્ષણો જોવા મળે છે, પરંતુ નજરઅંદાજ કરે છે. એ કયાં લક્ષણો હોય છે?
જવાબ : નિષ્ણાતનો દાવો છે કે એક તૃતીયાંશથી વધુ લોકો હાર્ટ-એટેકના એક અઠવાડિયા પહેલાં તેમના શરીરમાં કેટલાંક લક્ષણો અનુભવે છે, પરંતુ એની અવગણના કરે છે. જો તેમને ગંભીરતાથી લેવામાં આવે તો પરિસ્થિતિ સુધારી શકાય છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે સ્પોર્ટ્સ કાર્ડિયોલોજીના ડિરેક્ટર જોનાથન એ. ડ્રેઝનરના જણાવ્યા મુજબ, લક્ષણના અનુભવ બાદ તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ -
સવાલ : જે લોકોને હાર્ટની બીમારી છે તેમણે જિમમાં જવું જોઈએ?
જવાબ : આ લોકો જો જિમમાં જાય છે તો તેમણે વધારે વર્કઆઉટ ન કરવું જોઈએ. વડોદરાના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વિકાસ આનંદ પટેલના જણાવ્યા અનુસાર, જે લોકોને હાર્ટની બીમારી છે તેઓ વર્કઆઉટ કરે છે તો હાર્ટ પર દબાણ વધે છે, જે હાર્ટ-એટેકનું કારણ બની શકે છે.
ભોપાલની ફ્લેશ ફિટનેસ ક્લબના જિમ-ટ્રેનર પ્રતાપ શુભમ સિંહને આપેલા સવાલના જવાબ જાણીએ..
સવાલ : હાઇ બીપીના દર્દીએ જિમ જવું જોઈએ કે નહીં? જો હા, તો કઈ કસરત કરવાનું ટાળવું જોઈએ?
જવાબ : હા, જઈ શકે છે, આમાં કોઈ વાંધો નથી, પરંતુ તેમણે કસરત દરમિયાન વધુ આરામનો સમય લેવો જોઈએ. એ પ્રકારની કસરતો ન કરવી જોઈએ, જેમાં તેમના હાર્ટ પર વધુ દબાણ આવે છે, એટલે કે તેઓ ઝડપથી હાંફવા લાગે છે. હેવી વર્કઆઉટ સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
સવાલ : જો ડાયાબિટીસ છે તો જિમ જઈ શકાય કે નહિ?
જવાબ : હા, કરી શકાય છે. જિમ-ટ્રેનર એ વાતનું ધ્યાન રાખીને ડાયટ ચાર્ટ અને શેડ્યૂલ નક્કી કરવું જોઈએ.
સવાલ : શું જિમમાં જવાની યોગ્ય ઉંમર છે?
જવાબ : ના, લોકોને લાગે છે કે 18 વર્ષ પછી જવું જોઈએ, પરંતુ 12-13 વર્ષની ઉંમરથી જ જિમ જઈ શકાય છે. ફક્ત જિમમાં કસરત તમારી ઉંમર અને ક્ષમતા અનુસાર કરવી જોઈએ. જો તમે જિમમાં જાઓ છો, એ પણ તપાસો કે ટ્રેનર બરાબર છે કે નહીં.
સવાલ : 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ જિમ જવું જોઈએ કે નહીં?
જવાબ : હા, પરંતુ તેમણે જિમ-ટ્રેનરને તેમની નાની-નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જણાવવું જોઈએ, જેમ કે- પીઠનો દુખાવો, ઘૂંટણનો દુખાવો અથવા બીજું કંઈપણ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વર્કઆઉટ કરવું પડે છે. ભારે વર્કઆઉટ અને કોઈપણ પ્રકારની દવાઓ લેવાનું ટાળવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.