મેમરી બૂસ્ટિંગ ફોર્મ્યુલા:નાનકડી વાતો ભૂલી જાઓ છો? ફિકર નોટ, આંખો બંધ કરી યાદ કરવાનો પ્રયત્ન કરો; આમ કરવાથી મેમરી 23% વધે છે- બ્રિટિશ સંશોધકોનો દાવો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટિશ સંશોધનકર્તાના રિસર્ચ પ્રમાણે, આંખો ખુલ્લી રાખી યાદ કરવાની સરખામણીએ આંખો બંધ રાખીને સ્મરણ કરવાથી યાદશક્તિમાં 23%નો વધારો થાય છે - Divya Bhaskar
બ્રિટિશ સંશોધનકર્તાના રિસર્ચ પ્રમાણે, આંખો ખુલ્લી રાખી યાદ કરવાની સરખામણીએ આંખો બંધ રાખીને સ્મરણ કરવાથી યાદશક્તિમાં 23%નો વધારો થાય છે
  • આંખો બંધ કરી યાદ કરવાથી મગજમાં તેની તસવીરો બનવા લાગે છે
  • મેમરી બૂસ્ટ કરવા માટે ઓછી માત્રામાં ચા કોફીનું સેવન કરો

શું તમને નાની નાની વાતો યાદ નથી રહેતી? તો હવે ફિકર નોટ. આ સમસ્યાનું સમાધાન બ્રિટિશ સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે. માત્ર આંખ બંધ કરીને તમે મેમરી બૂસ્ટ કરી શકો છો. જી હા બ્રિટિશ સંશોધનકર્તાના રિસર્ચ પ્રમાણે, આંખો ખુલ્લી રાખી યાદ કરવાની સરખામણીએ આંખો બંધ રાખીને સ્મરણ કરવાથી યાદશક્તિમાં 23%નો વધારો થાય છે. આ રિસર્ચ લીગલ એન્ડ ક્રિમિનોલોજીકલ સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત થયું છે.

આંખો બંધ કરવાથી મગજમાં તસવીરો બનવા લાગે છે
એસ્ટન યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગમાં લેક્ચરર અને રિસર્ચર રોબર્ટ નેશ કહે છે કે, જો આસપાસ ડિસ્ટર્બ કરનારી વસ્તુઓ પરથી નજર હટાલી લેવામાં આવે તો મગજની સમરસતા બેસાડવાની ક્ષમતા વધે છે. તેનાથી એકાગ્રતા વધે છે અને મેમરી પાવર બૂસ્ટ થાય છે.

રોબર્ટ કહે છે કે, આંખો બંધ કરવાથી જૂની વાતો અને માહિતીઓની મગજમાં એક તસવીર બનવા લાગે છે. રિસર્ચ કહે છે કે તણાવ અને બેચેની સાથે વસ્તુઓ યાદ રાખવી મુશ્કેલ બને છે. ક્યારેય પણ કશુ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો તો મગજ પર વધારે પ્રેશર ન આપો.

29,500 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયાના સંશોધનકર્તાઓએ 29,500 લોકો પર ઓનલાઈન સર્વે કર્યો. સર્વે પછી યાદશક્તિ વધારવાની 6 રીત જણાવવામાં આવી જે આ પ્રમાણે છે:

દરરોજ મેકિસમમ 1 કલાકથી વધારે ટીવી ન જુઓ

  • આલ્કોહોલનું સેવન ઓછાંમાં ઓછું કરો. ડ્રગ્સ લેવાથી બચો.
  • નોવેલ્સ અને પુસ્તકો વાંચો.
  • ક્રોસવર્ડ સોલ્વ કરો.
  • માંસાહારી હો તો માછલીનું સેવન કરો.
  • કોફી અને ચાનું સીમિત માત્રામાં જ સેવન કરો.

મેમરી અને મેદસ્વિતા સાથેનું કનેક્શન
વેરમોન્ટ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટીનું એક રિસર્ચ કહે છે કે, મેદસ્વિતા અને મેમરીનું પણ કનેક્શન છે. રિસર્ચ પ્રમાણે, સામાન્ય કરતાં વધારે BMI (બોડી માસ ઈન્ડેક્સ)વાળા બાળકોની વર્કિંગ મેમેરી ઓછી હોય છે. રિસર્ચમાં 10 વર્ષ સુધી 10 હજાર ટીનેજર્સના ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. દર 2 વર્ષે આ બાળકોનું ચેકઅપ થતું અને તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હતા. તેમનાં મગજનું સ્કેનિંગ પણ કરવામાં આવતું હતું.

શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ મેમરી વચ્ચેનો તફાવત સમજો
આપણે 2 પ્રકારની મેમરીના સહારે કામ કરીએ છીએ. એક શોર્ટ ટર્મ અને બીજી લોન્ગ ટર્મ. શોર્ટ ટર્મ મેમરી 20થી 30 સેકન્ડ સુધી જ ટકી શકે છે. આ યાદશક્તિ એ કામ અને વિચારો માટે હોય છે જેના પર આપણે તે સમયે કામ કરી રહ્યા હોઈએ. જ્યારે લોન્ગ ટર્મ મેમરી ઘણા દિવસો, મહિનાઓ અને દશકો સુધી બની રહે છે. આ યાદો મગજમાં સ્ટોર રહે છે અને જ્યારે આપણને તેની જરૂરિયાત હોય છે ત્યારે તે યાદ આવે છે. આંખો બંધ કરી તેના વિશે વિચારવાથી આવી યાદો લાવવી સરળ બને છે.

અન્ય સમાચારો પણ છે...