શું તમે પણ ઉનાળામાં ઠંડું પાણી પીઓ છો? ઉનાળામાં તડકામાંથી ઘરે આવ્યા હોય અને પરસેવાથી રેબઝેબ હોય ત્યારે ઠંડક મેળવવા માટે ફ્રિજનું ઠંડું પાણી પી લેતા હોય છે. જો તમે પણ ઉનાળામાં ઠંડું પાણી પીઓ છો તો તમે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો. શિયાળો હોય કે પછી ઉનાળો કે ચોમાસુ હંમેશા હૂંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લીંબુ વાળું પાણી પીઓ
તમે ક્યારે પાણી પીવો છે તેના પર આધાર રાખે છે. રાંચી સદર હોસ્પિટલ ડાયટિશિયન મમતા કુમારી જણાવે છે કે, ઉનાળામાં પણ દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી જ કરવી જોઈએ. સવારે હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્ય માટે સારું રહે છે. પરંતુ બપોરે કે સાંજનાં સમયે તાપમાન વધારે રહે છે, તેથી સામાન્ય પાણી જ પીવું જોઈએ.
પાચન ક્રિયા બરાબર રહે છે
ઠંડું પાણી પીવાની બદલે ગરમ પાણી પીવાથી ભોજન પચવામાં સરળ રહે છે. કબજિયાત દૂર કરે છે,જેથી પેટ સાફ રહે છે.
શરીરમાંથી ટોક્સિન બહાર કાઢે છે
ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન વધી જાય છે. તેથી કુદરતી રીતે પરસેવો વધારે નીકળે છે. જેનાથી ટોક્સિન પણ બહાર નીકળે છે.
સ્ટ્રેસ દૂર કરે છે
ચા-કોફી પીવાથી તણાવ અને એગ્જાયટી દૂર રહે છે. તો એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, એક કપ ગરમ પાણી પીવાથી તણાવ દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.