તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવાલ-જવાબ:કોરોનાના કયા દર્દીઓએ હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ? શું ન્યુમોનિયાની વેક્સિન કોરોનાથી બચાવે છે? જાણો એક્સપર્ટ પાસેથી જવાબ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટની સલાહ પ્રમાણે, અલગ રૂમ, પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવી સુવિધા હોય તો જ આઈસોલેશનમાં રહેવું યોગ્ય રહે છે
  • ન્યુમોનિયાની વેક્સિન ફેફસાંનાં ન્યુમોકોકલ સહિતનાં ઈન્ફેક્શન દૂર કરે છે
  • કોવિડ પોઝિટિવ દર્દીઓએ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ CT સ્કેન કરાવવું જોઈએ

શું ન્યુમોનિયાની વેક્સિન કોરોનાથી બચાવે છે, કેવા પ્રકારના દર્દીઓએ હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ, શું માસ્ક પહેર્યો હોવા છતાં ઉધરસ ખાવા પર વાઈરસ અન્ય વ્યક્તિને સંક્મિત કરી શકે છે? આવા અનેક પ્રકારના સવાલોના જવાબ માટે અમે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના સીનિયર જનરલ ફિઝિશિયન ડૉ. એ. કે. વાર્ષ્ણેય સાથે વાતચીત કરી. એક્સપર્ટ પાસેથી જ જાણો કોરોનાની બીજી લહેર વચ્ચે કેવી રીતે સાવચેત રહી શકાય છે.

કોરોના સંક્રમણ થયા બાદ ફેફસાંમાં કેટલું સંક્રમણ છે તે જાણવા શું CT સ્કેન જરૂરી છે?
જો RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય અને ઓક્સિજન લેવલ ઓછું થતું જાય તો આપમેળે CT સ્કેન ન કરાવવું. ડૉક્ટર પાસે જઈને તે જે પ્રમાણે કહે તેમ જ સારવાર કરવી. જો તાવ ન ઉતરે તો કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવા પડે છે.

જો RT PCR નેગેટિવ છે, કોવિડનાં લક્ષણ હોય અને ઓક્સિજન લેવલ નીચું થતું જાય તો તે સમયે ન્યુમોનિયાનું જોખમ રહે છે. ત્યારે ડૉક્ટર્સ CT સ્કેન કરાવે છે. CT સ્કેનની મદદથી ફેફસાંમાં ન્યુમોનિયાનું સ્તર શું છે તે જાણી શકાય છે. CT સ્કેનમાં બંને ફેફસાંને 25 ભાગમાં વહેંચવામાં આવે છે. તેમાંથી કેટલા ભાગ પ્રભાવિત થાય છે તે માલુમ કરી શકાય છે.

કયા દર્દીઓએ હોમ આઈસોલેશનમાં રહેવું જોઈએ?
કોરોનામાં 90% દર્દીઓમાં અપર રેસ્પિરેટરી ઈન્ફેક્શન થાય છે અર્થાત તાવ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, સ્વાદ અથવા સુગંધ ન આવવી જેવાં લક્ષણો જણાય છે. આવા વ્યક્તિ 10થી 15 દિવસ સુધી ઘરે રહી સ્વસ્થ થઈ શકે છે. પરંતુ ઘરમાં અલગથી રૂમ, પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવી સુવિધા હોય તો જ આઈસોલેશનમાં રહેવું. જે લોકોને ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ હોય તે સતત ડૉક્ટરના સંપર્કમાં રહી હોમ આઈસોલેશનમાં રહી શકે છે.

શું ન્યુમોનિયાની વેક્સિન કોરોના વાઈરસ સામે લડત આપે છે?
ફેફસાંમાં ઈન્ફેક્શન અનેક કારણોથી થાય છે તેને ન્યુમોનિયા કહેવાય છે. વડીલો, CPOD, અસ્થમા, ડાયિબિટીસ ધરાવતાં લોકોમાં ન્યુમોકોકલ અને ઈન્ફ્લુએન્ઝાથી પણ ફેફસાંમાં ઈન્ફેક્શન થાય છે.

તેનાથી બચવા માટે ન્યુમોકોકલ અને ઈન્ફ્લુએન્ઝાની વેક્સિન અપાય છે. આ વેક્સિન ફેફસાંનાં ઈન્ફેક્શનથી બચાવે છે. કોરોના માટે અલગ વેક્સિન ઉપલબ્ધ છે. આ જ વેક્સિન કોરોના સામેનો ઉપાય છે.

આઈસોલેશન પૂરું થયાં બાદ શું કોઈ વ્યક્તિ વાઈરસ ટ્રાન્સમિટ કરી શકે છે?
જો કોઈ સંક્રમિતમાં હળવા લક્ષણ છે અથવા લક્ષણો નથી તો આઈસોલેશનના 10 દિવસમાં 3થી 6 દિવસથી તેને સંક્રમણનું જોખમ ઓછું રહે છે. જો દવા લઈ રહ્યા હોય અથવા વચ્ચે ઉધરસ અથવા તાવ જેવાં લક્ષણો જણાય તો વાઈરસનું સંક્રમણ ફેલાઈ શકે છે. તેથી આઈસોલેશન પૂરું કરવું જોઈએ. રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી આઈસોલેશનમાં જ રહેવું. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંક્રમણનું જોખમ રહેતું નથી.

માસ્ક લગાવી જો કોઈ વ્યક્તિ ઉધરસ કરે છે તો શું વાઈરસ બહાર પ્રસરી શકે છે?
આ વાત વ્યક્તિએ કેવા પ્રકારનો માસ્ક પહેર્યો તેના પર આધાર રાખે છે. જો N-95 માસ્ક છે તો 95% સુરક્ષા મળે છે. ત્યારબાદ સર્જીકલ માસ્ક આવે છે. આ માસ્ક લોકો યોગ્ય રીતે પહેરતા નથી. જો તેને એવી રીતે લગાડવામાં આવે કે હવા બહાર ન જાય તો તે સુરક્ષિત સાબિત થાય છે.

કોટન માસ્ક 50% સુધી સુરક્ષા આપે છે. તેવામાં ડબલ માસ્કની સલાહ આપવામાં આવી રહી છે. જો ઘરની બહાર જવાનું થાય તો પહેલાં સર્જીકલ માસ્ક અને એની ઉપર કોટન માસ્ક પહેરવો. જો N-95 માસ્ક પહેર્યો હોય તો ડબલ માસ્કની જરૂર રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...