નવરાત્રિમાં વ્રત:પ્રેગ્નન્ટ મહિલાઓએ વ્રત કરવું કે નહીં? જાણો, આ બાબતે ગાયનેકોલોજિસ્ટ અમે ન્યૂટ્રિશનિસ્ટ શું કહે છે

મીના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ 15થી 20 મિનિટ સુધી વૉક કરવું, તેનાથી તમારું શરીર એક્ટિવ અને હેલ્ધી રહેશે

નવરાત્રિમાં ઘણી બધી મહિલાઓ નવ દિવસ વ્રત રાખે છે. વ્રત કરવું કે ના કરવું એ એક પસર્નલ નિર્ણય છે, પરંતુ જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે, તેમના માટે સ્થિતિ કન્ફ્યુઝનવાળી હોય છે. પ્રેગ્નન્ટ મહિલાઓને એક પ્રશ્ન રહે છે, વ્રત કરવું કે નહીં અને જો કરીએ તો કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ એક્સપર્ટ પાસેથી જાણીએ...

એક્સપર્ટ શું કહે છે?
ન્યૂટ્રિશનિસ્ટ શૈલી તોમર અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. ગુંજન ભટનાગરે કહ્યું કે, પ્રેગ્નન્સીમાં ઉપવાસ ના કરવો જોઈએ. ગર્ભવસ્થામાં મહિલાને 500થી 800 વધારે કેલરીની જરૂર પડે છે અને બાળકના વિકાસ માટે દર 2-3 કલાકે કંઈક ખાતું રહેવું જોઈએ. વધારે સમય સુધી ભૂખ્યા રહેવાથી માતા અને બાળક એ બંનેના હેલ્થ પર નેગેટિવ અસર થાય છે.

પ્રેગ્નન્સી દરમિયાન તમે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, થાઇરોઇડ ડિસઓર્ડર્સ, એનિમિયા કે વજન ઓછું હોય તેવી તકલીફોનો સામનો કરી રહ્યા હો તો વ્રત ના કરવું જોઈએ.

પ્રથમ ત્રિમાસિક અને ત્રીજું ત્રિમાસિક
પ્રથમ ત્રિમાસિક અને ત્રીજું ત્રિમાસિક બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જરૂરી છે, આથી આ દરમિયાન વ્રત ના કરવું. જો પ્રેગ્નન્સીમાં તમે હેલ્ધી છો તો તમે ડૉક્ટરની સલાહ અને ડાયટને ધ્યાનમાં રાખીને નવરાત્રિમાં વ્રત રાખી શકો છો.

બીજું ત્રિમાસિક(ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો)
ન્યૂટ્રિશનિસ્ટ શૈલી તોમરે કહ્યું કે, પ્રેગ્નન્સીનો ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો વ્રત માટે થોડો સેફ પીરિયડ છે. જો તમે આખો દિવસ ભૂખ્યા રહેશો તો બાળક અને તેની માતા એ બંને પર નેગેટિવ અસર પડે છે. આથી શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવો. પાણી, છાશ, નારિયેળ પાણી પીઓ. દર 2-3 કલાકે કંઈકને કંઈક ખાતા રહો.

પ્રેગ્નન્સીમાં વ્રત દરમિયાન આટલી વાતોનું ધ્યાન રાખો
​​​​​​​બ્રેકફાસ્ટમાં રાજગરામાંથી બનેલી વસ્તુઓ કે ઢોસા ખાવા. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ જેમ કે બદામ, અખરોટ કે ખજૂર ખાવી. બપોરે ફ્રૂટ ખાતા પહેલાં દાડમનું જ્યૂસ કે કેળું ખાઈ શકો છો.

લંચમાં ડાયટ
​​​​​​​પોતાને કાર્બોહાઇડ્રેટ્સની યોગ્ય માત્રા આપો. શિંગોડાનો લોટ પ્રોટીન અનેકાર્બો હાઈડ્રેટનો સારો સ્ત્રોત છે. તેમાં મળતું પ્રોટીન દરેક જરૂરી 9 એમિનો એસિડની કમી પૂરી કરે છે. આ લોટ વાસી ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. પ્રેગન્સીમાં ડીપ ફ્રાય આઇટમ્સ ના ખાઓ. તેને બદલે દેશી ઘી લગાવેલા પરોઠા ખાઈ શકો છો. તેની સાથે રાયતું અને ટમેટાની ચટણી પણ ખાઈ શકો છો.

ઇવનિંગ મીલ
સાંજે ઘીમાં બનેલો સિંગોડાના લોટમાંથી બનેલો શીરો ખાઓ. તેમાં ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ ઊર્જાનો સારો સ્ત્રોત છે. આ લોટનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરો.

રાતનું ભોજન
ડિનરમાં સમાનાં ચોખાની ખીચડી ખાઈ શકો છો. આ બાજરાનો એક ટાઈપ છે. આ ચોખા એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઈબર અને જરૂરી વિટામિન્સથી ભરપૂર હોય છે. સમાનાં ચોખાનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ લો હોય છે. એટલે કે તે તમારામાં બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રાખે છે. આ ચોખમાં ફુલ આયર્ન હોય છે.

રોજ 15થી 20 મિનિટ સુધી વૉક કરો જેથી તમારું શરીર એક્ટિવ અને હેલ્ધી રહે. જો તમે ઉપર જણાવેલી ટિપ્સ ફોલો કરો છો તો નવરાત્રિમાં એક દિવસનું વ્રત રાખી શકો છો. ધ્યાન રાખો કે, એક દિવસથી વધારે ફાસ્ટિંગ ના કરો. વ્રત રાખ્યા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લો.