મન ઉદાસ હોય ત્યારે શું કરશો?:ડિપ્રેશનમાંથી બહાર આવવું હોય તો વૉક કરો, સોશિયલ મીડિયાથી દૂર રહો અને રોજ એક્સર્સાઈઝ કરવાથી તન-મન સ્વસ્થ રહેશે

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 10થી 15 મિનિટ ડીપ બ્રિધીંગ કરો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમાં આશરે 80 કરોડ લોકો કોઈને કોઈ માનસિક તકલીફનો સામનો કરી રહ્યા છે. આખી દુનિયામાં 15થી 29 વર્ષની ઉંમરમાં યુવાનોના મૃત્યુનું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. આત્મહત્યાનું સૌથી મોટું કારણ છે ડિપ્રેશન.

એક્સપર્ટ કહે છે, ઓછી કે વધારે ઊંઘ, ભોજનમાં પોષકતત્ત્વોની અછત, ખરાબ લાઈફસ્ટાઈલ, એક્સર્સાઈઝ ના કરવી અને વધારે પડતા સ્ટ્રેસથી સ્વાસ્થ્ય બગડે છે. એક રિસર્ચ પ્રમાણે, પૌષ્ટિક આહાર લેવાથી ડિપ્રેશનમાં 25થી 30%નો ઘટાડો આવી શકે છે. રોજની આદતોમાં ચેન્જ કરીને પણ મેન્ટલ હેલ્થ સારું રાખી શકાય છે. જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, મુંબઈના ડિરેક્ટર રાજેશ પારીખ પાસેથી જાણો, મેન્ટલ હેલ્થ સુધારવા શું કરવું...

દેશમાં મેન્ટલ હેલ્થની પરિસ્થિતિ
ભારતમાં 14% લોકો માનસિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. 4 કરોડ લોકો ડિપ્રેસિવ અને 5 કરોડ લોકો એન્ઝાયટી ડિસઓર્ડરથી પીડિત છે. ખરાબ માનસિક સ્થિતિની અસર શરીર પર થાય છે.

પોતાનામાં આ 3 ચેન્જ લાવો
સોશિયલ મીડિયાથી દૂર રહો, સ્વીકરી લો કે આ એક ખરાબ ટેવની જેમ છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધારે ઉપયોગથી ડિપ્રેશન વધે છે. ટીનેજર્સમાં આ આત્મસન્માન ઓછું કરે છે.

શું કરવું: મોટાભાગના ફોનના સેટિંગમાં ડિજિટલ વેબલિંગ એન્ડ પેરેન્ટલનો ઓપ્શન હોય છે. તેનાથી સ્ક્રીન ટાઈમ જાણી શકાય છે. તેનો ઉપયોગ ઘટાડવા માટે નોટિફિકેશન બંધ રાખો. કામની પોસ્ટ પર જ રિસ્પોન્ડ કરો. ટાઈમ લિમિટ નક્કી કરો. આ કામમાં મિત્રની હેલ્પ લઇ શકો છો.

બોડી એક્ટિવ રાખો, નહીં તો મેન્ટલ એનર્જી ઓછી થઈ જશે
હાર્વર્ડની સ્ટડી પ્રમાણે, સુસ્ત લાઈફસ્ટાઈલમાં મેન્ટલ હેલ્થ જલ્દી બગડે છે. આથી જ પોતાને ફિટ રાખો. તેનાથી બોડીની સાથોસાથ મગજ પર પણ પોઝિટિવ ઈફેક્ટ થશે.

શું કરવું: રોજ 30 મિનિટ વૉક કરો. 15 મિનિટ માટે સાઇક્લિંગ પણ ઇફેક્ટિવ છે. તેનાથી ફીલ ગુડ હોર્મોન્સ એન્ડોર્ફિન રિલીઝ થાય છે.

સ્ટ્રેસ ના લો. કારણકે તેનાથી કઈ બદલાશે નહીં
અમેરિકન કંપની વેબMDની સ્ટડી પ્રમાણે, આપણે ચિંતામાં હોઈએ ત્યારે સ્ટ્રેસ હોર્મોન રિલીઝ થાય છે. તે ભાવનાઓને કન્ટ્રોલ કરતા મગજ પર અસર પાડે છે.

શું કરવું: જ્યારે પણ સ્ટ્રેસમાં હો, ત્યારે વૉકિંગ શરૂ કરી દો. રોજ 10થી 15 મિનિટ ડીપ બ્રિધીંગ કરો.