કોરોના Vs શરદી-ઉધરસ:કયા લક્ષણો સામાન્ય શરદી ઉધરસ અને ઓમિક્રોનને અલગ કરે છે? કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો? એક્સપર્ટ પાસેથી જાણો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં દર્દીને શરદી સાથે માથાનો દુખાવો અને સુકી ઉધરસ આવે છે
  • ઉધરસ સાથે છાતીમાં દુખાવો થતો હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ

તમને શરદી, ગળામાં દુખાવો, તાવ અને માંસપેશીઓમાં દુખાવો હોય તો તમને સામાન્ય શરદી-ઉધરસ કે કોરોના બંનેમાંથી ગમે તે હોઈ શકે છે. દુનિયાભરના ડૉક્ટરનું માનવું છે કે કોરોનાના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનનાં લક્ષણો સામાન્ય શરદી ઉધરસ જેવાં જ છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ છે. સાથે જ વેક્સિન અને અગાઉ સંક્રમણ થઈ ગયું હોય તો આ લક્ષણ ગંભીર થઈ શકતા નથી. તો કોરોના અને સામાન્ય શરદી ઉધરસ વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો?

આ 4 લક્ષણો કોરોનાને સામાન્ય શરદી ઉધરસ કરતાં અલગ બનાવે છે
મહામારી નિષ્ણાત ડૉ. અબ્દુલ અલ સઈદે CNNના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોરોના ખાસ કરીને ઓમિક્રોન અને શરદી-ઉધરસના શરૂઆતના લક્ષણો સામાન્ય હોય છે. કોરોનામાં દર્દીને શરદી સાથે માથાનો દુખાવો અને સુકી ઉધરસ આવે છે. સ્વાદ અને ગંધ ન આવવી પણ કોરોનાના મુખ્ય લક્ષણો છે. જો ઉધરસ સાથે છાતીમાં દુખાવો થતો હોય તો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

કોના સંપર્કમાં આવ્યા તે જાણી લો
કોરોનાના માઈલ્ડ લક્ષણોને લીધે સંક્રમણની ઓળખ ન થાય પરંતુ આવાં લક્ષણો જણાય તો તમે તાજેતરમાં કોના સંપર્કમાં આવ્યા છો તે વિચારો. તમે જેની સાથે મીટિંગ કરી હોય તેને કોરોનાનાં લક્ષણો હોય તો પોતાની જાતને આઈસોલેટ કરી લો. ડો. સઈદ જણાવે છે કે, ઓમિક્રોન આગની જેમ ફેલાઈ રહ્યો છે તેથી માઈલ્ડ લક્ષણો કોરોનાનાં જ છે તે માનવું જોઈએ.

કોરોના ટેસ્ટ ક્યારે કરાવવો?

માઈલ્ડ લક્ષણો જણાય અને તમને કોરોનાની થોડી પણ સંભાવના લાગે તો તરત કોરોનાની તપાસ કરાવો. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી છે કે ઘરે થતાં રેપિડ કોવિડ ટેસ્ટ એટલા કારગર સાબિત થતાં નથી. તે ઓમિક્રોન સંક્રમણ હોય તો પણ નેગેટિવ રિઝલ્ટ આપે છે. તેથી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.