• Home
  • Lifestyle
  • Health
  • the risk of virus from centralized AC? Expert's answer it blows the same air over and over again, fresh air needs to come from outside to stop the transition

Q&A / સેન્ટ્રલાઈઝ્ડ એસીથી વાઈરસનું જોખમ કેટલું? એક્સપર્ટનો જવાબ- તે એક જ હવાને વારંવાર ફેંકે છે, સંક્રમણ રોકવા માટે ફ્રેશ હવા બહારથી આવવી જરૂરી

the risk of virus from centralized AC? Expert's answer- it blows the same air over and over again, fresh air needs to come from outside to stop the transition
X
the risk of virus from centralized AC? Expert's answer- it blows the same air over and over again, fresh air needs to come from outside to stop the transition

  • તમે બહારથી ધાતુની કોઈપણ વસ્તુ લાવો છો તો તેને સાબુ-પાણીથી ધોઈ નાખવી અથવા સેનિટાઈઝ કરવી
  • ઈમ્યુનિટી વધારવા માટે ઘરનું બનાવેલું ખાવું, પૂરતી ઊંઘ લેવી અને આયુષ મંત્રાલયની સૂચનાઓનું પાલન કરો

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 07:46 PM IST

સેન્ટ્રલાઈઝ્ડ એસીથી વાઈરસનું કેટલું જોખમ? એક્સપર્ટનો જવાબ-  એક જ હવા વારંવાર ફેંકે છે , બહારની ફ્રેશ હવા અંદર પ્રવેશ કરે તે જરૂરી છે, એસીથી વાઈરસનું કેટલું જોખમ છે, ફેસશીલ્ડ અને હેડ ગિયર ક્યારે પહેરવું જોઈએ અને શું મેટલને સાબુથી ધોવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે, આવા ઘણા સવાલોના જવાબ લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. મધુર યાદવે આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોના સાથે જોડાયેલા સવાલો અને એક્સપર્ટના જવાબ...

1) સેન્ટ્રલાઈઝ્ડ એસીથી વાઈરસનું કેટલું જોખમ છે?
સેન્ટ્રલ એસીની હવા વારંવાર એક જ હવાને રૂમની અંદર અને બહાર ફેંકે છે એટલા માટે હોસ્પિટલમાં એસી બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ઘરમાં એસી ચાલુ હોય તો જરૂરી છે કે ફ્રેશ હવા ઘરની અંદર આવે અને એસીની હવા બહાર ન જવી જોઈએ. ધ્યાન રાખવું કે ઘરમાં કોઈ વાઈરસથી સંક્રમિત ન થાય. તે ઉપરાંત તમે કારથી જતા હો તો વિન્ડોને થોડી ખુલ્લી રાખીને એસી ચાલુ કરી શકો છો. તેનાથી તાજી હવા આવશે.

2) શું પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમની વસ્તુઓને સાબુથી ધોવાથી વાઈરસને નષ્ટ કરી શકાય છે?
હા, જો તમે બહારથી આવી કોઈ વસ્તુ લાવો છો તો તેને સાબુથી જરૂરથી સાફ કરો. જેવી રીતે તમને દિવસમાં અનેક વાર 20 સેકન્ડ સુધી હાથ ધોવા માટે કહેવામાં આવ્યું છે, તેવી જ રીતે વસ્તુઓને પણ સાબુ-પાણી અથવા સેનિટાઈઝરથી સાફ કરવી. તેનાથી વાઈરસ દૂર થઈ જાય છે. 

3) ઓફિસ અથવા બહાર જતી વખતે ફેસશીલ્ડ અને હેડ ગિયર લગાવવું જરૂરી છે
ના, તે દરેક વ્યક્તિ માટે જરૂરી નથી. તે માત્ર સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે છે જે સંક્રમિત લોકોની વચ્ચે રહે છે અને આઈસીયુમાં કામ કરે છે. એવી જગ્યાએ જ્યાં કોઈને વધારે ઉધરસ આવતી હોય, છીંક આવતી હોય ત્યાં પહેરી શકાય છે. પરંતુ જો કોઈ સાવચેતી માટે તેને પહેરવા માગે છે તો પહેરી શકે છે પરંતુ ટ્રિપલ લેયર માસ્ક બધા માટે જરૂરી છે.

4) શું રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ દવા છે?
ઘણી બધી જુદી જુદી દવાઓ છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો દાવો કરે છે પરંતુ તમે ઘરે બનાવેલ સંતુલિત આહાર લેતા હો અને પૂરતી ઊંઘ લો છો તો તમારી ઈમ્યુનિટી વધી જાય છે. તે ઉપરાંત આયુષ મંત્રાલયની ગાઈડલાઈનનું પાલન કરી શકો છો. 

5) કોરોનાવાઈરસના સંક્રમણનો અંત ક્યારે આવશે?
કોરોનાવાઈરસનો અંત અત્યારે નહીં થાય. આ વાઈરસ હવે જીવનનો એક ભાગ બની ગયો છે. જો સાવધાની નહીં રાખો તો તેનું સંક્રમણ વારંવાર થઈ શકે છે. તેનાથી વધુ અત્યારે કંઇ કહી શકાતું નથી કેમ કે, વેક્સીન પર અત્યારે પણ સંશોધન ચાલુ છે. તેમજ જો કોઈ વૃદ્ધ વ્યક્તિ તેની ઝપેટમાં આવે છે તો મૃત્યુનું જોખમ વધી જાય છે. તે ઉપરાંત એવી કોઈ વ્યક્તિ જે પહેલાથી જ લાંબી બીમારીથી પીડિત છે, તેથી હંમેશાં સાવધાની રાખવી.

 6) લોકડાઉન દરમિયાન બહાર જતી વખતે શું સાવધાની રાખવી જોઈએ?
જો જરૂરી ન હોય તો ઘરની બહાર ન જવું. કોઈ કામ માટે જતા હોય અને તમને એવું લાગે છે તમે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો જે બીમાર છે અથવા ભીડમાં ગયા છો તો ઘરે આવીને તરત કપડાં બદલીને સ્નાન કરી લેવું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી