તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • What Is The Disease Fighting Immunity Booster, Which PM Modi Mentioned, Spices, Milk And Coconut Oil Will Prevent Seasonal Diseases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયુર્વેદના નુસખા:પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો તે રોગ સામે લડતું ઈમ્યુનિટી બુસ્ટર શું છે? મસાલા, દૂધ અને નારિયેળ તેલ મોસમી બીમારીઓ રોકશે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

13 નવેમ્બરનો દિવસ આયુર્વેદ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે પીએમ મોદીએ રોગો સામે લડતા ઈમ્યુનિટી બુસ્ટરનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આયુર્વેદનો ઉપયોગ દાદી અને નાનીના નુસખામાં થતો હતો, પરંતુ કોરોનાટાઈમમમાં આયુર્વેદના નુસખા ભારતના દરેક ઘરમાં ઈમ્યુનિટી બુસ્ટર તરીકે ઉપયોગમાં આવ્યા. જાણો, પીએમ મોદીની સાથે આયુષ મંત્રાલયના કયા ઈમ્યુનિટી બુસ્ટરનો પ્રયોગ ભારત જ નહિ પણ આખી દુનિયામાં શરુ થઇ ગયો છે....

ઈમ્યુનિટી બુસ્ટરના ચાર પ્રકાર
પ્રથમ: સામાન્ય ઉપાય
1. આખો દિવસ ગરમ પાણી પીવું.
2. 30 મિનિટ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવું.
3. ભોજનમાં હળદર, જીરું, કોથમીર અને લસણ જેવા ગરમ મસાલાનો ઉપયોગ કરો.

બીજો: રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુર્વેદિક ઉપાય
1. સવારે 1 ચમચી ચ્યવનપ્રાશ ખાઓ. ડાયાબિટીસના દર્દીઓએ શુગર ફ્રી ચ્યવનપ્રાશ ખાવો જોઈએ.
2. તુલસી, તજ, મરી, સૂંઠમાંથી તૈયાર હર્બલ ચા/ઉકાળો દિવસમાં એક કે બેવાર પીવો. જરૂર પડે તો સ્વાદ માટે ગોળ કે તાજા લીંબુનો રસ ઉમેરો.
3. ગોલ્ડન મિલ્ક: 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી દિવસમાં એક કે બે વાર પીવો.

ત્રીજો: નાકમાં ઘી કે નારિયેળ તેલ નાખો
1. અનુનાસિક પ્રયોગ: સવારે અને શાંજે નાકના છિન્દ્રમાં તલનું તેલ, નારિયેળ તેલ કે ઘી નાખો.
2. ઓઈલ પુલિંગ થેરપી: એક ચમચી તેલ અથવા નારિયેળનું તલ મોંમાં નાખો. પીવો નહિ, 2થી 3 મિનિટ સુધી મોઢામાં આમતેમ ફેરવો અને પછી ગરમ પાણીના કોગળા કરીને થૂંકી દો.
દિવસમાં એક કે બેવાર આવું કરી શકો છો.

ચોથો: સૂકી ઉધરસ કે ગળામાં બળતરા હોય તો આ કરો
1. દિવસમાં એકવાર તાજા ફુદીનાના પાંદડાં અથવા અજમાની નાસ લો.
2. 2 કે 3 વખત ગોળ જે મધમાં લવિંગનો પાઉડર ઉમેરીને લઇ શકો છો.
3. આ ઉપાય સામાન્ય રીતે સૂકી ખાંસી કે ગળું સૂકાઈ ગયું હોય ત્યારે કરવામાં આવે છે. જો કે, વધારે દિવસ આ લક્ષણો રહે તો ડૉક્ટર પાસે જવું યોગ્ય છે.

આયુર્વેદ પ્રમાણે આવી લાઈફસ્ટાઈલ અને ભોજન હોવું જોઈએ:

 • ભોજન તાજું, ગરમ, પાચન થવામાં સરળ અને મોસમી શાકભાજીથી ભરપૂર હોવું જોઈએ.
 • તુલસીના પાન, ઉકાળેલો અર્ક અને હળદરની સાથે ઉકાળેલુ પાણી પીવું જોઈએ.
 • ચપટીભર મરીની સાથે મધ ઉધરસ માટે ફાયદાકારક છે.
 • ઠંડુ, જામેલી વસ્તુઓ ના ખાવી. ઠંડી હવાના સીધા સંપર્કમાં ના આવવું.
 • 8થી 10 કલાકની ઊંઘ કરો અને યોગ-પ્રાણાયામ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો