હેલ્થ ટિપ્સ:દૂધ પીવાનો બેસ્ટ સમય કયો છે? સવારે અને સાંજે દૂધ પીવાના છે અલગ-અલગ ફાયદા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણા લોકો દૂધ પીવાના સમયને લઈને અસમંજસમાં હોય છે. ક્યારે દૂધ પીવાથી વધારે ફાયદો થાય છે. શું ગમે તે સમયે દૂધ પી શકાય છે? આ બધા જ સવાલના જવાબ આપી રહ્યા છે દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના ડો. આર પી પરાશર.

દૂધ પીવાનો સાચો સમય શું છે?
ડોક્ટર આર. પી પરાશર જણાવે છે કે, આયુર્વેદમાં દૂધની ક્વોલિટી અને ગુણનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. જે દૂધ સવારે કાઢવામાં આવે છે તે વધારે ભારે હોય છે પરંતુ તાસીરમાં ઠંડુ હોય છે. જે દૂધ સાંજે કાઢવામાં આવે છે તે હળવું હોય છે. તેથી દૂધ પીવાનો સમય દૂધના ગુણો પર આધાર રાખે છે. સવારે અને સાંજે બંને સમયે દૂધ પીવાના અલગ-અલગ ફાયદા છે. ગાયનું દૂધ હળવું અને ઠંડુ હોય છે અને ભેંસનું દૂધ ભારે હોય છે.

વિદ્યાર્થીઓએ ભેંસના દૂધની બદલે ગાયનું દૂધ પીવું જોઈએ. જે લોકોને ઝાડાની સમસ્યા હોય તે લોકો માટે બકરીનું દૂધ વધુ ફાયદાકારક હોય છે. આ સિવાય જેમને ઊંઘ ઓછી આવે છે અને કબજિયાત છે તેમણે ભેંસનું દૂધ પીવું જોઈએ.

દિવસ અને રાતે, દૂધ પીવાનો સાચો સમય શું છે?

સવારે દૂધ પીવું ફાયદાકારક?
ડો.પરાશર કહે છે કે, જો તમે સવારે 10 વાગ્યા સુધી દૂધ પી રહ્યા છો તો પુરુષોમાં કામોત્તજક એજન્ટ તરીકે કામ કરશે, જેનાથી સ્પર્મ કાઉન્ટ વધે છે. તે શરીરના તમામ ભાગો અને કોષોને પોષણ સાથે ઉર્જામાં વધારો કરશે.

દિવસે દૂધ પીવાના છે ફાયદા
જો તમે બપોરે દૂધ પીઓ છો તો તેનાથી પિત્ત અને કફની સમસ્યા દૂર થાય છે. જે લોકોને કફ અને પિત્તની સમસ્યા હોય તેમને બપોરે જ દૂધ પીવું વધુ ફાયદાકારક રહે છે.

રાતે દૂધ પીવાના છે ફાયદા
રાત્રે દૂધ પીવું ડાયટ છે. રાતે દૂધ પીવાથી આંખોમાં ખૂબ ફાયદો થાય છે. જે લોકોને રાતે ઊંઘ નથી આવતી તે લોકો રાતે અચૂક દૂધ પીવું જોઈએ. દિવસભર જે લોકો દિવસ દરમિયાન તીખું-તમતમતું ભોજન કરે છે તે તે લોકોએ ખાસ કરીને રાત્રે દૂધનું પીવું જોઈએ. જે લોકોને કબજિયાત સમસ્યા છે તેમને પણ રાત્રે દૂધ પીવું જોઈએ.

કયા સમયે દૂધ પીવું વધારે ફાયદેમંદ?
ડો.પરાશર કહે છે કે, કોઈ પણ વ્યક્તિએ કયા સમયે દૂધ પીવું જોઈએ, તે તેમના શરીર અને સ્વાસ્થ્ય પર આધારિત છે. તમે તમારી જરૂરિયાત અનુસાર દૂધ પી શકો છો. દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે, તેમજ ઘણા વિટામિન્સ અને ખનિજો જેવા કે વિટામિન એ, કે અને બી 12, થાઇમાઇન અને નિકોટિનિક એસિડ, ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ દૂધમાંથી મળે છે. એનર્જી માટે લોકો સવારે દૂધ પીવે છે. કેટલાક લોકો એવા પણ છે જે રાત્રે સૂતા પહેલાં પણ દૂધ પીવે છે.

હાડકા થાય છે મજબૂત
જે લોકોના મસલ્સ અને હાડકા નબળા હોય તે લોકો માટે દૂધ ફાયદાકારક સાબિત થાય છે. પોતાને ફિટ રાખવા માટે દિવસમાં એક વાર દૂધ પીવો. દૂધમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.

દાંતનો દુખાવો થાય છે દૂર
દાંતમાં દુખાવો થતો હોય અથવા હલતા હોય તો અચૂક દૂધ પીવું જોઈએ. દૂધમાં કેલ્શિયમની વધુ હોવાને કારણે દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

દૂધ પીવાથી મળે છે એનર્જી
જો તમે ખૂબ જ ઝડપથી થાકી જાઓ છો, તો તમારે કામ કરતી વખતે ઉર્જા માટે દૂધ પીવું જોઈએ. ખાસ કરીને બાળકોને દૂધ પીવડાવવું જોઈએ. દૂધ પીવાથી તેમને ઊર્જા મળે છે, જેથી તેઓ અભ્યાસ, લેખન અને રમતગમતમાં પણ સારું પ્રદર્શન કરી શકે.

મહિલાઓએ 30 વર્ષની ઉંમર સુધી દૂધ પીવું જોઈએ
ગાયનેકોલોજિસ્ટ ડો.માલા શ્રીવાસ્તવ જણાવે છે કે, વધતી ઉંમર સાથે શરીરમાં કેલ્શિયમની કમી થતી જાય છે. આપણા 70 ટકા હાડકાં કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા હોય છે, તેથી આહારમાં કેલ્શિયમ લેવું જરૂરી છે. તેનાથી હાડકાં મજબૂત રહે છે. પીરિયડ્સ, પ્રેગ્નન્સી, મેનોપૉઝ દરમિયાન શરીરમાં કેલ્શિયમનો વપરાશ વધી જાય છે એટલે સ્ત્રીઓને કેલ્શિયમની વધુ જરૂર પડે છે. મોટાભાગની બીમારીઓ 30 વર્ષની ઉંમર પછી ઘેરવા લાગે છે. કેલ્શિયમની ઉણપ, સંધિવા, ઓસ્ટિઓપેનિયા, ઓસ્ટિઓપોરોસિસ અને હાઈપોકેલ્સીમિયા સમસ્યાઓને કારણે થાય છે. આ સ્થિતિમાં મહિલાઓએ તેમના ખોરાક પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે.