લાઇમ ડિસીઝ / જસ્ટિન બીબરને ભોગ બનાવનાર લાઇમ ડિસીઝ શું છે? જાણો તેના લક્ષણો અને ઉપાય

What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies
What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies
What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies

 • લાઇમ ડિસીઝ એક ચેપી રોગ છે. તે બરોલિયા બર્ગડોર્ફી નામના બેક્ટેરિયાથી થાય છે
 • એક ચોક્કસ પ્રકારના કીટાણુઓ કરડવાથી લાઇમ ડિસીઝ થાય છે
 • આ રોગના પ્રારંભિક લક્ષણોમાં દર્દીને તાવ, ઠંડી અને સાંધાના દુખાવાનો અનુભવ થાય છે
 • ડંખના 10 દિવસથી 3 અઠવાડિયા સુધીના સમયગાળામાં doxycycline રસીનો ડોઝ લેવો આવશ્યક

Divyabhaskar.com

Jan 09, 2020, 07:40 PM IST

હેલ્થ ડેસ્કઃ કેનેડિયન સિંગર અને અનેક અવોર્ડ જીતનાર જસ્ટિન બીબર તેની અપકમિંગ ડોક્યુમેન્ટ્રીને લઈને ચર્ચામાં છે. ડોક્યુમેન્ટ્રી રિલીઝ થતાં પહેલાં વર્ષ 2019માં જસ્ટિન Lyme disease (લાઇમ ડિસીઝ)થી પીડાતો હતો તેનો ખુલાસો થયો છે. જસ્ટિન બીબરે તેના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને આ માહિતી આપી છે. વાત એમ છે કે ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરમાં જસ્ટિનના ચહેરાને લઈને અનેક યુઝરે ખરાબ ટિપ્પણી કરી હતી તેથી બિબરે તેને લાઇમ ડિસીઝ (ચામડીનો એક પ્રકારનો રોગ) હોવાનું સ્પષ્ટ કર્યું છે. ડિપ્રેશનમાં હોય તેવું દેખાડતી અને ચામડીને નુકસાન પહોંચાડતી બીમારી શું છે તે જાણીએ...

લાઇમ ડિસીઝ
આ એક ચેપી રોગ છે. તે બરોલિયા બર્ગડોર્ફી નામના બેક્ટેરિયાથી થાય છે, જે એક ચોક્કસ પ્રકારના કીટાણુઓમાં હોય છે. આ કીટાણુઓ કરડવાથી ડંખ ભરેલી જગ્યા પર રેશિસ (ચકામાં) થાય છે અને થોડા સમય બાદ તે આખા શરીર પર ફેલાય છે. આ સિવાય કેટલાક પ્રાણીઓમાં પણ આ પ્રકારના કીટાણુઓ જોવા મળે છે. ભારત સહિત એશિયાના અનેક દેશો અને યુરોપમાં આ બીમારી જોવા મળતી હોય છે. વર્ષ 1975માં પ્રથમ વખત આ રોગને માન્યતા મળી હતી.

લક્ષણો
લાઇમ ડિસીઝના લક્ષણો સંક્રમણના 3થી 30 દિવસોમાં જોવા મળતા હોય છે. CDC (સેન્ટ્રલ ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ) અમેરિકા મુજબ, કીટાણુ દ્વારા કેટલા સમય સુધી ડંખ ભરવામાં આવ્યો તેના પર આ રોગના લક્ષણો નિર્ભર કરે છે. કીટાણુઓ શરીર સાથે વળગેલા રહે અને તેને 48 કલાક પહેલાં દૂર કરી દેવામાં આવે તો આ રોગ ગંભીર બનતો નથી. આ રોગના પ્રારંભિક લક્ષણોમાં દર્દીને તાવ, ઠંડી અને સાંધાના દુખાવાનો અનુભવ થાય છે. સૌ પ્રથમ દર્દીને ચામડી પર રેશિસ થાય છે. તેના અન્ય લક્ષણો આ પ્રકારે છે:

 • માથાનો તીવ્ર દુખાવો
 • આખા શરીરે રેશિસ થવાં
 • ઘૂંટણમાં સાંધાનો દદુખાવો
 • અનિયમિત હૃદયના ધબકારાં
 • કરોડરજ્જુ અને મગજમાં સોજો
 • શરીરમાં નિષ્ક્રિયતા આવવી

અમેરિકાના જોન્સ હોપકિન્સ લાઇમ ડિસીઝ ક્લિનિકલ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર જોન ઓટકટ મુજબ 20થી 30 %કેસોમાં લાઇમ રેશિસ બુલ્સ આઈ (બળદની આંખો)ના આકાર જેવા હોય છે. આ રેશિસ 2 ઇંચ સુધીના હોય છે અને તે લાલ કલરના હોય છે.

સારવાર
આ રોગની સારવાર માટે ડંખના 10 દિવસથી 3 અઠવાડિયા સુધીના સમયગાળામાં doxycycline રસીનો ડોઝ લેવો આવશ્યક છે. 2થી 3 અઠવાડિયા સુધીના સમયગાળામાં amoxicillin અને cefuroxime રસીનો ડોઝ લેવો આવશ્યક છે.


ઉપાયો
આ રોગ માટે જવાબદાર કીટાણુઓ ઉડી શકતા નથી. તેથી તે નાના છોડ અને કેટલાક પ્રાણીઓનો સહારો લે છે. તેમના સંપર્કમાં આવવાથી આ કીટાણુઓ ડંખીને લાઇમ ડિસીઝનો ભોગ બનાવે છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો કરવા જોઈએ.

 • જંગલ અથવા વધારે પડતા છોડ અને વૃક્ષ ધરાવતા વિસ્તારોમાથી પસાર થતી વખતે આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ.
 • તેમના સંપર્કમાં આવવાની સંભાવના હોય તેવા વિસ્તારોમાં જતા પહેલાં DEET અને લીંબુનું તેલ ચામડી પર લગાવવું જોઈએ.
 • કપડાં પર permethrin (પેર્મિથ્રિન) નામનું કેમિકલ લગાડવું જોઈએ.
 • તેમના સંપર્કમાં આવવાની સંભાવના હોય તેવા વિસ્તારમા રહેતી વખતે દર 2 કલાકે સ્નાન કરવું જોઈએ.
 • સમયાંતરે ચામડી અને માથાનાં વાળને ધોઈ લેવા જોઈએ.
X
What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies
What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies
What is Lyme Disease that victimized Justin Bieber? Learn its symptoms and remedies

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી