હેર ટ્રાંસપ્લાન્ટની ABCD:વારંવાર શેમ્પૂ કે હેર ઓઈલ બદલવાથી ટાલ પડી શકે છે, હેર ટ્રાંસપ્લાન્ટ કરાવતી વખતે આટલી વાતનું ધ્યાન રાખશો તો સાઈડ ઈફેક્ટથી બચી જશો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધારે સ્ટ્રેસ, સતત કેમિકલવાળા હેર પ્રોડક્ટ્સના ઉપયોગથી વાળ ખરે છે
  • વાળના સ્વાસ્થ્ય માટે વિટામિન, બાયોટિન, મિનરલ્સ અને પ્રોટીનયુક્ત ભોજન કરવું જોઈએ

વાળ ખરવા અને ટાલની તકલીફ પુરુષોમાં વધારે જોવા મળે છે. સારવાર માટે ઘણા હેર ટ્રાંસપ્લાન્ટની ટ્રીટમેન્ટ લે છે, પરંતુ તેની સાથે જોડાયેલી જાણકારી હોવી પણ જરૂરી છે. ઘણીવાર લોકોને સાઈડ ઈફેક્ટનો સામનો પણ કરવો પડે છે. છેલ્લા ઘણા વર્ષોમાં એવા કેસ પણ આવ્યા છે જેમાં લોકોએ આ ટ્રીટમેન્ટ લીધા પછી જીવ ગુમાવ્યા હોય.

જાણો, ટાલ કેમ પડે છે, હેર ટ્રાંસપ્લાન્ટ કેવી રીતે થાય છે અને તે કરવા માટે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે...

વાળ કેમ ખરે છે, તે સમજો:
હેર ફૉલ અને ટાલ એટલે કે એલોપેશિયાનાં ચાર કારણ હોય શકે છે

1.આનુવંશિક: ફેમિલી હિસ્ટ્રી જવાબદાર
સામાન્ય રીતે પુરુષોમાં મળતું ટેસ્ટોસ્ટેરૉન હોર્મોન એક ઉંમર પછી ડિહાઈડ્રેટેસ્ટોસ્ટેરૉન હોર્મોનમાં ફેરવાઈ જાય છે તે માથામાં માત્ર આગળના વાળ માટે જવાબદાર છે. પરંતુ આનુવંશિકતાને લીધે આ હોર્મોનનું સ્તર વધી જાય છે. તેનાથી આગળના વાળનાં મૂળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. આવું 95% પુરુષોમાં અને 5% મહિલાઓમાં થાય છે.

2. ભોજન: વાળનાં સ્વાસ્થ્ય માટે બાયોટિન અને પ્રોટીન જરૂરી
વાળના સ્વાસ્થ્ય માટે વિટામિન, બાયોટિન, મિનરલ્સ અને પ્રોટીનયુક્ત ભોજન કરવું જોઈએ. આ પોષકતત્ત્વો વાળનો ગ્રોથ સારો કરે છે. તેની અછતને લીધે એલોપેશિયા એટલે કે ટાલ પડી શકે છે.

3. લાઈફસ્ટાઈલ: વધારે સ્ટ્રેસ અને કેમિકલવાળા પ્રોડક્ટથી બચો
વધારે સ્ટ્રેસ, સતત કેમિકલવાળા હેર પ્રોડક્ટ્સના ઉપયોગથી વાળ ખરે છે. વારંવાર શેમ્પૂ અને ઓઇલ બદલવાથી પણ આવું થઇ શકે છે. આ ઉપરાંત માથાની સ્કિન ડ્રાય થતા અને તેલ માલિશ ના કરવાથી વાળ મૂળમાંથી નબળા થઈ જાય છે અને ખરવા લાગે છે.

4. હોર્મોન્સ ચેન્જ: હોર્મોનમાં ફેરફાર પણ એક કારણ
સમય પહેલાં કે અમુક ઉંમર પછી શરીરમાં હોર્મોનલ ફેરફાર થવા લાગે છે. મહિલાઓમાં થાઇરોઇડ હોર્મોન, PCOD, પૌષ્ટિક તત્ત્વો અને રક્તની ઉણપને લીધે વાળ ખરવા લાગે છે.

હેર ટ્રાંસપ્લાન્ટ બે પ્રકારના હોય છે:
જ્યારે દવાઓ અને બીજી કોઈ રીતથી ફાયદો ના થાય ત્યારે એક જ સોલ્યુશન દેખાય અને એ છે હેર ટ્રાંસપ્લાન્ટ. હેર ટ્રાંસપ્લાન્ટેશનમાં બે ટેક્નિક હોય છે. તેમાં નજીવો ફર્ક છે.

1. ફોલિક્યુલર યુનિટ ટ્રાંસપ્લાન્ટેશન(FUT): તેમાં શરીરના પાછળના ભાગમાં બે સેમી પહોળી સ્કિન કાઢે છે. તેમાંથી વાળને અલગ કરીને માથાનાં આગળના ભાગમાં મેડિકેટ સોયથી ઇમ્પ્લાન્ટ કરે છે. જ્યાંથી સ્કિન કાઢવામાં આવી હોય ત્યાં નાના ટાંકા આવે છે. તે નવા વાળ આવતા છુપાઈ જાય છે. આજકાલ ટ્રાઈકોફાઈટિક ક્લોઝર ટેક્નિકની મદદથી ત્વચાને ટાંકા લઇ જોડવામાં આવે છે. તેની પર નવા વાળ આવી જાય પછી ટાંકા દેખાતા નથી.

2. ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન(FUE): આ ટેક્નિકતજી એક વિશેષ પ્રકારના મશીનથી શરીરનાં પાછળના ભાગમાંથી એક-એક વાળને કાઢીને માથાનાં આગળના ભાગમાં કાણા પાડીને ઇમ્પ્લાન્ટ કરે છે. આ પ્રોસેસમાં કોઈ પણ પ્રકારનું નિશાન રહેતું નથી.

અન્ય સમાચારો પણ છે...