કામના સમાચાર:એગ ડૉનેશન શું છે? આઇવીએફ અને એગ ડોનેશનમાં શું તફાવત છે?

એક મહિનો પહેલા

થોડા દિવસ પહેલાં એક સમાચાર આવ્યા હતા કે, તમિલનાડુના સેલમ જિલ્લામાં એક માતા તેની સગીર દીકરી પર બળાત્કાર કરાવતી હતી અને પછી એગ હોસ્પિટલમાં વેચી દેતી હતી. આ એગ ડૉનેશનમાંથી જે પૈસા મળતા હતા તેમાંથી માતા અને તેનો મિત્ર ભાગ પાડી લેતા હતા. હાલ તો માતા અને તેનો મિત્ર જેલના સળિયા પાછળ છે. પોલીસ હવે ડોકટરો અને દલાલની તપાસ કરી રહી છે. એગને લઈને ઘણી મહિલાઓને સવાલ ઉભા થાય છે. આજે કામના સમાચારમાં એગથી જોડાયેલા તમામ જવાબ આપી રહ્યા છે, એલએલઆરએમ મેડિકલ કોલેજનાં સ્ત્રી રોગ નિષ્ણાત ડો. પ્રીતિ ત્રિવેદી અને IVF એક્સપર્ટ ડો. રોમિકા કપૂર.

સવાલ : એગ ડોનેશન શું છે?
જવાબ :
આ પ્રક્રિયામાં મહિલાઓ તેમના એગ હોસ્પિટલ અથવા આઇવીએફ સેન્ટરમાં ડોનેટ કરી શકે છે. આ એગની મદદથી તે મહિલાઓઓ માતા બની શકે છે જેમને ગર્ભધારણ કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય.

એગ ડોનેશનની પ્રક્રિયા

 • આ એક અસિસ્ટેડ રીપ્રૉડક્શન પ્રોસેસ છે.
 • તેમાં એક મહિલા એગ્સ ડોનેટ કરે છે.
 • જે એગ્સ અન્ય સ્ત્રીને માતા બનાવવામાં મદદ કરે છે.
 • લેબમાં શુક્રાણુથી એગને ફર્ટિલાઇઝ કરવામાં આવે છે.
 • તે પછી તેને માતાના ગર્ભાશયમાં રાખવામાં આવે છે.
 • આ માતાના ગર્ભાશયમાં ગર્ભની પ્રક્રિયા શરૂ કરે છે

સવાલ : આ પ્રકિયાથી મોત નીપજી શકે છે?
જવાબ:
મહિલાઓને એગ્સ ડોનેશનથી જીવ ગુમાવવાનું જોખમ રહે છે. એગ્સ ડોનેશનની પ્રક્રિયામાં જે મહિલા એગ ડોનેટ કરે છે, તેને હોર્મોનલ સારવાર લેવી પડે છે. આ કારણે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એગ ડોનેશન લઈને કાયદા પણ બનાવવામાં આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના રિપોર્ટ અનુસાર લગભગ 8 ટકા મહિલાઓના મોત એગ્સ ડોનેશનને કારણે થાય છે. તેથી આ પ્રક્રિયા ફક્ત નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ કરેવામાં આવી જોઈએ. જે મહિલાઓ જરૂર કરતા વધારે વાર એગ ડોનેટ કરે છે, તેમના માટે આ જોખમ વધારે રહે છે.

એગ ડોનેશનથી સાઈડ ઇફેક્ટ શું થઇ શકે છે?

એગ લેનારી મહિલાઓને રહે છે આ જોખમ

 • ગર્ભપાત
 • પ્રીમેચ્યોર ડિલિવરી
 • એચઆઇવી
 • હાઈ બ્લડ પ્રેશર
 • ડાયાબિટીસ
 • જોડિયા બાળકો હોવાની શક્યતા

એગ ડોનરને રહે છે આ જોખમ

 • વજનમાં વધારો
 • મૂડમાં બદલાવ
 • રક્તસ્રાવ
 • ભવિષ્યમાં ગર્ભાવસ્થામાં મુશ્કેલી

સવાલ : એગ ડોનેશન ક્યારે કરી શકાય છે?
જવાબ:
કોઇ પણ મહિલાના અંડાશયમાંથી એક મહિનામાં એક જ એગ રિલીઝ થાય છે. રિલીઝ એગની સંખ્યા વધારવા માટે મહિલાને હોર્મોનલ ઇન્જેક્શન આપવામાં આવે છે. આ પછી ઈંજેકશન દ્વારા મહિલાના શરીરમાંથી એગને બહાર કાઢીને તેને ફ્રોઝન કરીને ફ્રીઝમાં રાખવામાં આવે છે. એગ ડોનેશન અથવા ફ્રીઝિંગ પછી આઇવીએફ દ્વારા એગ્સને મહિલાના ગર્ભશયમાં મુકવામાં આવે છે.

સવાલ : કઈ સ્થિતિમાં એગ ડોનરની મદદ લઇ શકાય છે?
જવાબ :

 • 35 વર્ષની ઉંમર પછી મોટાભાગની સ્ત્રીઓ સફળ ગર્ભાવસ્થા માટે સ્વસ્થ એગને ઉત્પન્ન કરી શકતી નથી. એગ ડોનર માટે આ પહેલું કારણ છે.
 • જો કોઈ મહિલા 30થી 35 વર્ષની ઉંમરે જ પિરિયડ્સ બંધ થઈ ગયા હોય અને અને તે પછી તેને સંતાન કરવું હોય તો એગ ડોનરની મદદથી બાળકને જન્મ આપી શકે છે.
 • જો કોઈ સ્ત્રીને તબીબી સારવારને કારણે અંડાશયને નુકસાન થયું હોય તો બાળક માટે એગ ડોનરની મદદ લઇ શકે છે.
 • ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડતી હોય તો એગ ડોનર મહત્વપૂર્ણ સાબિત થાય છે.

સવાલ : એગ ડોનેશનને લઈને કોઈ કાયદો છે?
જવાબ :
મેડિકલ કાઉન્સિલે એગ ડોનેશનને લઈને કેટલાક નિયમો નક્કી કર્યા છે. દેશના તમામ આઇવીએફ કેન્દ્રોમાં આ નિયમો છે, પરંતુ હજી સુધી તેના વિશે કોઈ કાયદો નથી. આનું કારણ એ છે કે અત્યારે એગ ડોનેશનના કેસ ચર્ચામાં નથી. જયારે કૂખ ભાડે આપવાનો ધંધો વધ્યો ત્યારે સરકારે બિલ પસાર કરીને કાયદો બનાવવો પડ્યો હતો. તેવી જ રીતે આ અંગે ટૂંક સમયમાં કાયદો બનાવવાની જરૂર પડી શકે છે.

સવાલ : સગીરાનો પરિવાર એગ વેચે છે તો સજા થઇ શકે છે?
જવાબ : Pocso Act હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

હવે તમિલનાડુના કિસ્સામાં અન્ય એક મહિલાએ સગીરાનું નકલી આધાર કાર્ડ બનાવી તેને બનાવવા માટે પાંચ હજાર રૂપિયાનું કમિશન લીધું હતું. આ સાથે જ આરોપી માતાએ પોતાની દીકરીના એગ 20 હજારમાં વેચી દીધા હતા. આ કેસમાં પણ પોલીસે પોક્સો એક્ટ સાથે આઈપીસીની કલમ 420 અને 506(2) હેઠળ ગુનો નોંધ્યો છે.

સવાલ : જો કોઈ મહિલા માતા બનવા નથી માંગતી તો, તે એગને ફ્રીઝ કરી શકે છે?
જવાબ :
હા, મેડિકલ સાયન્સની ભાષામાં તેને મેચ્યોર ઓઅસાઈટ ક્રાયોપ્રિઝર્વેશન કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો, આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા મહિલાઓની પ્રજનન ક્ષમતાને સંરક્ષિત કરવામાં આવે છે જેથી તેઓ ભવિષ્યમાં જ્યારે ઇચ્છે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. એગ ફ્રીઝ કરવા માટે મહિલાના શરીરમાંથી એગ કાઢીને નાઇટ્રોજન જેટલા તાપમાનમાં રાખી દેવામાં આવે છે. આ પ્રક્રિયા તે મહિલાઓ માટે વરદાનરૂપ છે, જે મોટી ઉંમરે માતા બનવા માંગે છે.

એગ ડોનેશન અને આઇવીએફ વચ્ચે શું તફાવત છે?
આઇવીએફ અને એગ ડોનેશન બે અલગ-અલગ પ્રક્રિયાઓ છે. બંનેની મદદથી સ્ત્રી માતા બને છે. જો કોઇ મહિલાના એગ હેલ્ધી હોય તો તે આઇવીએફ પ્રોસેસમાં પોતાના એગનો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મહિલાના એગ્સ અનહેલ્ધી છે અથવા એગ્સ બની નથી રહ્યા તો, પતિના શુક્રાણુ એગ ડોનરના એગમાં ફર્ટિલાઇઝ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...