કોઈપણ અંગનું હાડકું વધી શકે:હાડકું વધવાનું કારણ શું છે? જાણો લક્ષણો અને એનાથી બચવાની રીત

એક મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
 • કૉપી લિંક

સામાન્ય રીતે જ્યારે કોઈપણ અંગનું હાડકું વધે ત્યારે કોઈ સમસ્યા નથી હોતી, પરંતુ જ્યારે હાડકામાં દબાણ આવે છે ત્યારે સમસ્યા થાય છે. હાડકામાં જ્યારે અમુક પ્રકારની ખામી થાય છે ત્યારે સારવારની બદલે આપમેળે જ હાડકું રિપેર થઈ જાય છે.

એક જ જગ્યા પર કેલ્શિયમ વારંવાર ભેગું થાય છે, જેને કારણે હાડકું વધે છે. જે અંગનું હાડકું વધે છે એની પાછળનું કારણ જાણી શકાતું નથી, પરંતુ જ્યારે એક્સ-રે કરવામાં આવે છે ત્યારે જાણવા મળે છે કે હાડકું વધ્યું છે. હાડકું ન વધે એ માટે બરાબર ડાયટ લેવું જરૂરી છે. ફિઝિયોથેરપિસ્ટ ખ્યાતિ શર્મા જણાવી રહ્યા છે હાડકું વધવાનાં કારણ શું હોઈ શકે.

હાડકું વધવાનાં આ રહ્યાં લક્ષણો

 • નસમાં દુખાવો થવો
 • હાથ-પગમાં દુખાવો થવો
 • દબાણ પર દુખાવો થશે
 • સાંધામાં દુખાવો
 • ઊઠવા-બેસવામાં સમસ્યા
 • જમીન પર પગ રાખવામાં મુશ્કેલી
 • હાથ-પગમાં ઝણઝણાટી થવી

હાડકું વધવાનાં કારણો
જ્યારે હાડકામાં ઇજા થાય છે ત્યારે શરીર હાડકું જોડીને બરાબર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, એ સમયે હાડકું વધે છે. આ સાંધામાં વધુ કેલ્શિયમ જમા થાય છે, જેને કારણે પણ હાડકું વધે છે.

 • સંધિવાને કારણે હાડકું વધે છે
 • જન્મતાંની સાથે હાડકું વધેલું હોવું
 • હાડકામાં ઇજા
 • કરોડરજ્જુમાં સોજો

હાડકું વધે છે તો કરાવો આ રિપોર્ટ

સૌથી પહેલા દર્દીની હિસ્ટ્રીની તપાસ કરવામાં આવે છે. આ માટે એક્સ-રેનો રિપોર્ટ કરવામાં આવે છે. ઘણીવાર હાડકું વધે છે કે નહીં એ અંગે એક્સ-રેમાં ખબર ન પડતાં સીટી સ્કેન પણ કરવામાં આવે છે. ઘણીવાર કરોદરજ્જનું હાડકું વધે છે ત્યારે એમઆરઆઈ કરવામાં આવે છે. આ રીતે ખબર પડે છે કે હાડકું વધે છે કે નહીં.

હાડકું ન વધે એ માટે કરો આ ઉપાય

હાડકું વધી જવાને કારણે અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ રહ્યા ઉપાય.

હલનચલન ઓછી કરો
સાંધાનો દુખાવો દૂર ન થાય ત્યાં સુધી, જ્યાં સુધી હાડકું વધ્યું હોય એ ભાગમાં કોઈ હલનચલન ન થાય એનું ધ્યાન રાખો. જ્યારે સોજો ઓછો થાય છે ત્યારે તમે હલનચલન કરી શકો છો.

આરામદાયક ચંપલ પહેરો
જો એડીનું હાડકું વધતું હોય તો યોગ્ય સાઈઝના શૂઝ પહેરવાથી એને વધુ નુકસાન થશે નહીં અને એ વધારે વધશે નહીં. યોગ્ય ફૂટવેર પહેરવાથી એડીનાં હાડકાંને વધતાં અટકાવી શકાય છે. તો ગરદનમાં પણ વારંવાર ઝટકા ના આવે એનું ધ્યાન રાખો. ગરદનના ઝટકાને કારણે કરોડરજ્જુની વધવાની સમસ્યાથી બચી શકાય છે.

ફિઝિયોથેરપી
ફિઝિયોથેરપિસ્ટ ખ્યાતિ શર્મા કહે છે કે કેટલાક કેસ એવા હોય છે, જેમાં ફિઝિયોથેરપી કરવી પડે છે. ફિઝિયોથેરપીથી વધેલાં હાડકાંને કારણે જે દુખાવો થાય છે એમાં રાહત મળે છે.

ન્યૂટ્રિશનથી ભરપૂર ડાયટ લો
યોગ્ય આહાર અને પોષણયુક્ત ખોરાક લેવાથી હાડકાં વધવાની સમસ્યાથી બચી શકાય છે. ડાયટમાં વિટામિન ડી, કેલ્શિયમ યોગ્ય પ્રમાણમાં લેવાથી હાડકાં મજબૂત થઇ શકે છે.

હાડકું વધ્યું હોય તો કરો આ ઉપાય
જે અંગનું હાડકું વધ્યું હોય તેમનો એકમાત્ર ઈલાજ હોય તો એ છે સર્જરી. સર્જરીથી હાડકાં વધવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. સર્જરીમાં હાડકાનો જે ભાગ વધ્યો હોય એને કટ કરવામાં આવે છે. હાડકું ન વધે એ માટેનો કાયમી ઉપાય સર્જરી છે. શરીરમાં ગમે તે અંગનું હાડકું વધી શકે છે. યોગ્ય આહારના અભાવે અથવા ઈજાને કારણે પણ એ વધી શકે છે. સાવચેતી અપનાવીને આ સમસ્યાથી બચી શકાય છે.

ડિસ્કલેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી પૂરી પાડે છે, એ કોઈપણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશાં નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.