આજે નવા વર્ષનો પ્રથમ દિવસ છે. તો ચાલો વીતેલા વર્ષના દુઃખ-તકલીફો ભૂલીને નવી શરૂઆત કરીએ. આ વર્ષને સુંદર બનાવવા સૌથી જરૂરી છે પોતાનું ધ્યાન રાખવું. ક્ષમા ભાવ રાખવો અને બીજાની મદદ માટે આગળ રહેવું. અલગ-અલગ ક્ષેત્ર સાથે જોડાયેલા એક્સપર્ટ જણાવી રહ્યા છે નવા વર્ષની શરૂઆત કરવાની સાથે કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું...
બહુ દુઃખી રહ્યા, વર્ષ 2022માં ખુશીઓની નવી ચાવી શોધો
સીનિયર સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અવનિ તિવારીએ કહ્યું, મહિલાઓ પોતાની મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપતી નથી. તેઓ સ્ટ્રેસ લેવાથી ટેવાઈ ગઈ છે કે તેમને ટેંશનમાં રહેવું નોર્મલ લાગે છે. મહિલાઓ સાઈકિયાટ્રિસ્ટ પાસે જતી નથી. તેમની પાસે દિલ ખોલીને વાત કરતી નથી. જવાબદારી નિભાવી ના શકે તો પોતે ઉદાસ થઈ જાય છે. આ જ સ્ટ્રેસનું કારણ બને છે. 24 કલાક સ્ટ્રેસની ચાદરમાં લપેટાયેલા કેમ ના હોમ ઓન પોતાને મજબૂત કરવાની સાથે આ વર્ષે પોતાને પ્રોમિસ કરો. સેલ્ફ લવ અને તમારી અંદરના સેન્સ ઓફ કન્ટ્રોલનું બેલેન્સ જાળવી રાખો.
ભોજનની થાળીમાં હેલ્ધી વાનગી પીરસો
ફિઝિશિયન ડૉ. સ્વાતિ ચૌહાણે કહ્યું, ઘણી મહિલાઓ પોતાની બીમારીઓને ઇગ્નોર કરે છે. જેમ કે બ્લાઉઝ ટાઈટ થાય તો કબાટમાં છુપાવી દે છે. તે પ્રકારની બીમારીની અવગણના ના કરો. કોલેસ્ટેરોલ, બીપી, ડાયાબિટીસ, ઓબેસિટી અને થાઇરોઇડના કેસ મહિલાઓમાં ખૂબ વધી રહ્યા છે. વેટ મેનેજ કરવું એ સૌથી મોટી તકલીફ પણ છે અને બીમારી પણ. વધ્યું-ઘટ્યું ભોજન કરવું, પેટને ડસ્ટબિન સમજવું અને બ્રેકફાસ્ટ સ્કિપ કરવો એ મહિલાઓની મોટી ભૂલ છે. આ વર્ષે આવી ભૂલ ના કરતા.
એક્સર્સાઈઝને રોજ કહો ‘હેલ્લો’
સીનિયર યોગ ઇન્સ્ટ્રકટર સ્નેહા શર્માએ કહ્યું, મહિલાઓમાં હોર્મોન્સ વધતા-ઘટતા રહે છે. તેની અસર સીધી હેલ્થ અને મેરિડ લાઈફ પર પડે છે. મહિલાઓએ રોજ થોડો સમય કાઢીને યોગ અને કસરત કરવી જોઈએ. જેથી સ્ટ્રેસ અને અન્ય બીમારીઓથી બચી શકાય અને નવું વર્ષ સારું જાય.
આ ઉપરાંત મેડિટેશનને પણ તમારી લાઈફમાં સામેલ કરો. રોજ 15 મિનિટ કાઢીને કોઈ શાંત અને ખાલી જગ્યાએ બેસીને તમારા શ્વાસ પર ધ્યાન આપો. મેડિટેશન કરવાથી તમારા શરીરને આરામ મળશે.
તકલીફમાં હોય તો તેનો સામનો કરવા રેડી રહો
રિલેશનશિપ કાઉન્સલર શિવાની મિશ્રા સાધુએ કહ્યું, છેલ્લા બે વર્ષથી બદલાયેલી જિંદગી હજુ પણ પાટે ચડી નથી. એક વાઇરસને લીધે આખી દુનિયા ઉથલ-પાથલ થઈ ગઈ. નવા વર્ષની શરૂઆતમાં એક નવો વેરિયન્ટ આવ્યો છે. ઘણી મહિલાઓએ સ્વજનોને ખોયા છે. તે દુઃખમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે પણ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે. યાદ રાખજો કે કોઈ પણ પરિસ્થિતિ એકદમ નહીં બદલાય. થોડો સમય લાગશે. બીજાની ભૂલ માફ કરીને તેનો સ્વીકાર કરો.
વર્ષ બદલાયું છે, હવે રૂટિનનો વારો છે
ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. ખુશ્બુ શર્માએ કહ્યું, મહિલાઓ પોતાના માટે બહુ બેદરકાર રહે છે. આ વર્ષે ઘણી બધી આદતો બદલવાની જરૂર છે. ઊંઘવાથી લઈને ભોજન પર ધ્યાન આપો. બહારનું ભોજન ભાવતું હોય તેમ છતાં પોતાને પ્રોમિસ આપો કે અઠવાડિયાંમાં માત્ર એક જ વખત બહાર ખાશો. રોજ વૉક અને કસરત કરો. પોતાના શરીરને લીધે પોતનાએ દુઃખી ના કરો, નેગેટિવ વિચારવાને બદલે ફિટ રહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.