રિસર્ચ / વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરીથી સ્કિન કેન્સરનું જોખમ ઘટે છે

Weight loss bariatric surgery reduces the risk of skin cancer

  • મેલાનોમા એક એવી સ્થિતિ છે જ્યારે સ્કિનનો કલર આપતા સેલ્સમાં કેન્સર વિકસે છે
  • બેરિયાટ્રિક સર્જરી બાદ મેદસ્વિતાની સાથે દર્દીઓમાં મેલેનોમાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવી જાય છે

Divyabhaskar.com

Nov 02, 2019, 06:42 PM IST

હેલ્થ ડેસ્ક. વજન ઓછું કરવા માટે વપરાતી બેરિયાટ્રિક સર્જરી માત્ર વધેલી ચરબીને ઘટાડવાનું જ કામ નથી કરતી, પણ જે લોકો આ સર્જરી કરાવે છે તેમને સ્કિન કેન્સર થવાનું જોખમ ઓછું થઈ જાય છે. તેમાં મેલાનોમાં પણ સામેલ છે. મેલાનોમા એક એવી સ્થિતિ છે જ્યારે સ્કિનનો કલર આપતા સેલ્સમાં કેન્સર વિકસે છે. આ રિસર્ચ અમેરિકાની ‘જામા ડર્મેટૉલોજિ’માં પ્રકાશિત થયું છે.

સ્વીડનના ગોથેનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર મેગ્ડેલેના ટૂબે તેમના સાથીદારોએ સાથે મળીને સ્કિન કેન્સર અને મેલેનોમા પર બેરિયાટ્રિક સર્જરીના પ્રભાવ અને મેદસ્વિતા નિયંત્રણ કરવા પર રિસર્ચ કર્યું. આ રિસર્ચમાં આ બીમારીથી સાથે સંકળાયેલાં અલગ અલગ પાસાંઓને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ રિસર્ચમાં તે દર્દીઓને સામેલ કરવામાં આવ્યા જેમને વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. આ દર્દીઓની સંખ્યા 2 હજાર 40 હતી.

સંશોધકોએ પોતાના રિસર્ચ દરમિયાન જોયું કે, જે દર્દીઓએ બેરિયાટ્રિક સર્જરી કરાવી છે, તેમને સ્કિન કેન્સર અને મેલાનોમા થવાનું જોખમ ઓછું થઈ જાય છે અને આ સર્જરી સ્કિન કેન્સર થવાની સંભાવનાઓને દૂર કરે છે. રિસર્ચમાં સાબિત થયું કે આ તારણો સૂચવે છે કે બેરિયાટ્રિક સર્જરી બાદ મેદસ્વિતાની સાથે દર્દીઓમાં મેલેનોમાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો આવી જાય છે જેના કારણે સ્કિન કેન્સરનું જોખમ ઘટી જાય છે. જો કે આ દિશામાં હજુ ઘણાં સંશોધન કરવાનાં બાકી છે. સમગ્ર વિશ્વમાં મેદસ્વિતાની બીમારી જે રીતે વધી રહી છે તે બીજી ઘણી અન્ય બીમારીઓનું કારણ પણ બની શકે છે.

X
Weight loss bariatric surgery reduces the risk of skin cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી