• Home
  • Lifestyle
  • Health
  • Wearing boyfriend clothes reduces stress, alleviating loneliness and anxiety with anything that smells like a partner.

રિસર્ચ / બોયફ્રેન્ડના કપડાં પહેરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે,પાર્ટનર ભલે સાથે ન હોય પણ તેની સુગંધ માત્રથી તણાવ ઓછો થઈ જાય છે  

Wearing boyfriend clothes reduces stress, alleviating loneliness and anxiety with anything that smells like a partner.

  • તમારી મનગમતી વ્યક્તિના કપડાં પહેરવાથી અલગ જ ફિલિંગ આવે છે
  • રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, બોયફ્રેન્ડના કપડાં પહેરવાથી માનસિક તણાવ ઓછો થાય છે
  • કોઈ પણ વસ્તુ જેમાં પાર્ટનર જેવી સુગંધ આવતી હોય તેનાથી સ્ટ્રેસ, એકલતા અને ગભરાટ દૂર થાય છે

Divyabhaskar.com

Nov 26, 2019, 06:17 PM IST

હેલ્થ ડેસ્ક. તમારી મનગમતી વ્યક્તિના કપડાં પહેરવાથી અલગ જ ફિલિંગ આવે છે. ઘણી છોકરીઓને પોતાના બોયફ્રેન્ડના કપડા ખાસ કરીને ટી-શર્ટ પહેરવાનો શોખ હોય છે. તાજેતરમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, બોયફ્રેન્ડના કપડાં પહેરવાથી માનસિક તણાવ ઓછો થાય છે.

એકલતા અને ચિંતા દૂર થાય છે
તમને એકલતાથી ડર લાગતો હોય તો પણ તમે તમારા બોયફ્રેન્ડના કપડાં પહેરી શકો છો. બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોઈ વસ્તુ જેમાં પાર્ટનર જેવી સુગંધ આવતી હોય તેનાથી સ્ટ્રેસ, એકલતા અને ગભરાટ દૂર થાય છે.

મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું
સંશોધકોએ અલગ અલગ મહિલાઓની પસંદગી કરી અને તેમને સુગંધી માટે ત્રણ સેન્ટ આપવામાં આવ્યાં. આ સેન્ટ એક અજાણી વ્યક્તિનું હતું, બીજું બોયફ્રેન્ડ અને ત્રીજું ન્યૂટ્રલ હતું. પાર્ટનરના કપડાં આપતા પહેલાં તેમણાં બોયફ્રેન્ડને 24 કલાક તે જ કપડાં પહેરવા માટે આપવામાં આવ્યા હતા જેથી તેની સુગંધ તે કપડામાં રહે.

ઈન્ટરવ્યૂ લઈને ચેક કરવામાં આવ્યો સ્ટ્રેસ
શર્ટની સુગંધ બાદ સહભાગીઓનો મોક જોબ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને તેમની પાસે મેન્ટલ ટાસ્ક કરાવવામાં આવ્યા. સહભાગીઓનો તણાવ વધારવા માટે આ કરવામાં આવ્યું હતું. સૌથી રસપ્રદ વાત એ હતી કે, જે મહિલાઓએ પાર્ટનરના કપડાં પહેર્યા હતા, તેમનામાં તણાવ ઓછો જોવા મળ્યો હતો. તો બીજી તરફ જે મહિલાઓએ અજાણી વ્યક્તિની ટીશર્ટ પહેરી હતી તેમનામાં તણાવ વધારે જોવા મળ્યો હતો.

અજાણતામાં કેટલાક લોકો આવું કરે છે
રિસર્ચના મુખ્ય ઓથર માર્લિઝ હોફરેના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકો પોતાના પાર્ટનરનો શર્ટ પહેરે છે અથવા પાર્ટનર દૂર થઈ જાય ત્યારે બેડ પર પાર્ટનર જ્યા સૂતો હોય ત્યા સૂઈ જાય છે. તેમને નથી ખબર હોતી કે તેવો આવું કેમ કરી રહ્યા છે. રિસર્ચના પરિણામોથી સામે આવ્યું કે, પાર્ટનર ભલે સાથે ન હોય પણ તેની સુગંધ માત્રથી તણાવ ઓછો થઈ જાય છે. ‘જર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાઈકોલોજી’માં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

પાર્ટનર દૂર થઈ જાય ત્યારે આ ટ્રિક અપનાવી
કેટલાક લોકો માટે આ ટ્રિક તણાવપૂર્ણ પરિસ્થિતિમાં લડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. જો કોઈ તમારી નજીકની વ્યક્તિ છોડીને જતી રહે છે ત્યારે તમે તણાવમાં આવી જાવ છો ત્યારે તણાવ ઓછો કરવા માટે પાર્ટનરના પહેરેલા કપડા તમારી સાથે રાખી શકો છો.

X
Wearing boyfriend clothes reduces stress, alleviating loneliness and anxiety with anything that smells like a partner.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી