તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેલ્થ ડેસ્કઃ ઘરમાં રોજિંદા વપરાશમાં ઉપયોગમાં લેવાતી એવી ઘણી વસ્તુઓ છે જે ઘરેલુ વપરાશ માટે ભલે ઉપયોગી હોય પરંતુ તે આપણાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને નાનાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જેના કારણે તેઓ ઝડપથી કોઈપણ રોગની ઝપેટમાં આવી જાય છે. આમાંની જ એક વસ્તુ કપડાં ધોવામાં ઉપયોગમાં લેવાતો ડિટર્જન્ટ છે. ઘણા અભ્યાસમાં આ વાત સામે આવી ચૂકી છે કે ડિટર્જન્ટ એટલે કે વોશિંગ પાવડર તમારાં બાળકનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવામાં મહત્ત્વનો રોલ ભજવે છે. તેથી જો ઘરમાં નાનું બાળક હોય તો ડિટર્જન્ટનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઇએ.
પોઇઝનિંગ અને ડિમેન્શિયાનું જોખમ
જાન્યુઆરી 2013થી જાન્યુઆરી 2015ની વચ્ચે આશરે ૨ વર્ષ સુધી એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે જો નાનાં બાળકો કપડાં ધોવાના ડિટર્જન્ટના સંપર્કમાં આવી જાય તો તે તેમનાં સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને નાનાં બાળકો જો મોઢામાં ડિટર્જન્ટનું પેકેટ અથવા તેનો પાવડર નાખે તો આ ડિટર્જન્ટના કારણે બાળકમાં પોઇઝનિંગ, ડિમેન્શિયા અને માનસિક વિકાસ રૂંધાવાની સમસ્યા પેદા થઈ શકે છે.
કેમિકલનાં કારણે ત્વચા બળી શકે છે
લોન્ડ્રી ડિટર્જન્ટનું પેકેજ રંગની હોય છે, જે બાળકોને આકર્ષિત કરે છે અને તેને હાથમાં પકડતાં જ બાળક એ પેકેટ મોઢામાં નાખી દે છે. કપડાં ધોવા માટે ઉપયોગમાં લેવાતા સાબુમાં એવાં કેમિકલ્સ હોય છે જે શરીરની અંદર જાય તો અનેક પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે. શ્વાસ લેવામાં તકલીફ થવી, કોમામાં જતા રહેવું અને મૃત્યુ થવાનું જોખમ પણ રહે છે. આટલું જ નહીં, ઘણીવાર તો આ ડિટર્જન્ટમાં એટલું કેમિકલ હોય છે કે જો નાનાં બાળકો તેને સ્પર્શી પણ લે તો તેમની ત્વચા પણ બળી શકે છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.