રિસર્ચ / દિવસમાં 10 વખત હાથ ધોવાથી કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ ઘટીને ત્રીજા ભાગનું થઇ જાય છે

Washing hands 10 times a day reduces the risk of coronavirus infection by one-third
X
Washing hands 10 times a day reduces the risk of coronavirus infection by one-third

  • ઈંગ્લેન્ડની યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા 1600 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચ મુજબ, દિવસમાં 6થી વધારે વાર હાથ ધોતા લોકોમાં વાઈરસનું જોખમ હાથ ન ધોતા કે માત્ર 5 વખત હાથ ધોતા લોકો કરતાં 36% ઓછું હોય છે.
  • આ રિસર્ચ 2006થી 2009માં કરવામાં આવ્યું હતું. તે સમયે ફ્લૂ માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે તેને કોરોનાવાઈરસ સાથે સાંકળવામાં આવી રહ્યું છે.
  • આ રિસર્ચમાં સામેલ ઓથર સારા અનુસાર, કોરોનાવાઈરસનું ટ્રાન્સમિશન પણ ફ્લૂ/સામાન્ય કોરોનાવાઈરસની જેમ જ થાય છે.
  • તેથી તે સમયે કરવામાં આવેલાં રિસર્ચના પરિણામો દર્શાવે છે કે હાથ ધોવાની ટેવ કેટલી ઉપયોગી છે.

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 07:05 PM IST

કોરોનાવાઈરસની રસીની આશાઓ અને પ્રયાસો વચ્ચે તેનાથી બચીને રહેવું એ જ હાલ માત્ર એક ઉપાય છે. WHOના જણાવ્યા અનુસાર કોરોનાવાઈરસના કહેર વચ્ચે વાંરવાર સાબુ/પાણીથી હાથ ધોવા જોઈએ. તેનાથી વાઇરસનો ચેપ લાગવાનું જોખમ ઘટીને ત્રીજા ભાગનું થઇ જાય છે. ઈંગ્લેન્ડની યુનિવર્સિટી કોલેજ લંડનના એક રિસર્ચ અનુસાર દિવસમાં 10 વખત હાથ ધોવાથી વાઇરસનો ચેપ લાગવાનું જોખમ ઘટીને ત્રીજા ભાગનું થઇ જાય છે.

રિસર્ચમાં 1600 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો

કોરોનાવાઈરસનાં જોખમ અને હાથ ધોવાની ટેવ વચ્ચેના રેશિયોને સમજવા માટે વૈજ્ઞાનિકોએ 1600 લોકો પર અભ્યાસ કર્યો હતો.

તેમાં રિસર્ચમાં સામેલ લોકો શરદી સહિતની બીમારીઓથી કેટલા જલ્દી સંપડાઈ જાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. કોરોનાવાઈરસના લક્ષણોમાં પણ શરદીનો સમાવેશ થાય છે.

રિસર્ચમાં સામેલ લોકો કેવી રીતે હાથની સ્વસ્છતા જાળવી રાખી છે તે જણાવવા માટે કહેવાયું હતું.

રિસર્ચર્સે હાથ ધોવાની ટેવને 3 કેટેગરીમાં વહેંચી હતી:

1)લૉ (જે લોકો દિવસમાં 0થી 5 વખત હાથ ધોવે છે)

2)મોડરેટ (જે લોકો દિવસમાં 6થી 10 વખત પોતાના હાથ ધોવે છે)

3) હાઈ (જે લોકો દિવસમાં 10થી વધારે વખત હાથ ધોવે છે)

રિસર્ચ મુજબ, મોડરેટલી હાથ ધોતા લોકોમાં વાઈરસનું જોખમ હાથ ન ધોતા કે માત્ર 5 વખત હાથ ધોતા લોકો કરતાં 36% ઓછું હોય છે.

હાથ ધોવા માટેના અંતરાળ અને વાઈરસનું જોખમ પણ એકબીજા સાથે સંકળાયેલાં છે.

  • આ રિસર્ચ 2006થી 2009માં કરવામાં આવ્યું હતું. તે સમયે ફ્લૂ માટે અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે તેને કોરોનાવાઈરસ સાથે સાંકળવામાં આવી રહ્યું છે. આ રિસર્ચમાં સામેલ ઓથર સારા અનુસાર, કોરોનાવાઈરસનું ટ્રાન્સમિશન પણ ફ્લૂ/સામાન્ય કોરોનાવાઈરસની જેમ જ થાય છે. તેથી તે સમયે કરવામાં આવેલાં રિસર્ચના પરિણામો દર્શાવે છે કે હાથ ધોવાની ટેવ કેટલી ઉપયોગી છે. હાથ ધોવા માટેના અંતરાળ અને વાઈરસનું જોખમ પણ એકબીજા સાથે સંકળાયેલાં છે.
  • રિસર્ચ સાથે સંકળાયેલા એલન ફ્રેગઝીના જણાવ્યા અનુસાર માત્ર એક હોથ ધોવાની ટેવથી આપણે વાઈરસનું જોખમ અને તેના ફેલાવાવો દર ઓછો કરી શકીએ છીએ.
  • એક રિસર્ચ અનુસાર માણસ એક મિનિટમાં 23 વખત તેના ચહેરાંને હાથ લગાવે છે. તેથી વારંવાર હાથ ધોવાથી વાઈરસનું જોખમ ઘટે છે. હાથ ધોવાની પ્રક્રિયા પણ સાચી હોવી જરૂરી છે. ઉતાવળ ન કરી સાબુથી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથની આંગળીની ચોતરફે, નખ, હથેળીની આગળ અને પાછળ સાબુ ઘસી હાથ ધોવા જોઈએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી