તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Warning To People Traveling In Cars, If You Close The Glass On All Sides, The Risk Of Corona Infection Increases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય વૈજ્ઞાનિકોનું રિસર્ચ:કારમાં મુસાફરી કરનારા લોકો માટે ચેતવણી, જો તમે કાચને ચારેય બાજુથી બંધ કરો છો, તો કોરોના સંક્રમણનું જોખમ વધે છે

4 મહિનો પહેલા
  • અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો દાવો
  • કહ્યું- ચારેય કાચ બંધ હોવાથી અને એર કન્ડીશનર ચાલુ હોવાથી વધારે જોખમ

કારમાં મુસાફરી કહી રહ્યા છો આ સમચારા તમારા માટે મહત્ત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કારમાં મુસાફરી દરમિયાન ચારેય તરફ કાચ બંધ હોવાથી કોરોના સંક્રમણનું જોખમ વધે છે. તર્ક એ છે કે જ્યારે આવું થાય છે, ત્યારે કારની અંદર હવાનું સર્ક્યુલેશન નથી થતું. કોરોનાનાં ઝીણા કણો લાંબા સમય સુધી હવામાં રહે છે. જે બંધ કારની અંદર સંક્રમણ ફેલાવી શકે છે.

કાચ બંધ રાખવા યોગ્ય નથી
રિસર્ચ કરનાર અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના અસીમાંશુ દાસના જણાવ્યા પ્રમાણે, કાર ડ્રાઈવ દરમિયાન એર કન્ડીશનર ચાલુ રાખવું અને ચારેય કાચ બંધ હોવાથી પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. પરંતુ જો કારમાં વેન્ટિલેશન હોય છે તો વાઈરસનું સર્ક્યુલેશન થવાનું જોખમ ઘટી જાય છે.

સૌથી વધારે જોખમ ડ્રાઈવરને
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો કાર ચારેય તરફથી બંધ રહે છે તો સંક્રમણ થવાનું સૌથી વધારે જોખમ ડ્રાઈવરને છે કેમ કે સરેરાશ હવાનો ફ્લો પાછળથી આગળની તરફ હોય છે. તેથી પાછળ બેઠેલી વ્યક્તિના એરોસોલ ડ્રાઈવર સુધી સરળતાથી પહોંચી શકે છે.

કાર-પૂલિંગ કરતા સમયે અલર્ટ રહેવું જરૂરી
આ રિસર્ચ ખાસ કરીને તેમને અલર્ટ કરે છે જે કાર-પૂલિંગ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કાર પૂલિંગ દરમિયાન એર ફ્લો સરખું કરીને સંક્રમણનું જોખમ ઘટાડી શકાય છે.

ચાર નહીં તો બે વિન્ડો જરૂરથી ઓપન રાખો
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સૌથી સારી સ્થિતિ એ છે કે કાર દ્વારા મુસાફરી દરમિયાન ચારેય વિન્ડો ઓપન હોવી જોઈએ પરંતુ આવું ન કરી શકતા હોય તો ઓછામાં ઓછી બે વિન્ડો જરૂરથી ઓપન રાખવી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો