તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેલ્થ ટિપ્સ:ગરમ પાણી ગળાનો દુખાવો અને ઈચિંગથી રાહત આપશે, બળતરા અને હળવી ઉધરસ સિવાય આ વસ્તુઓમાં પણ મદદગાર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગળાના નીચેના ભાગમાં સોજો થવાથી ગળામાં બળતરા અને હળવી ઉધરસ આવે છે. ગળામાં બળતરા વાઈરસના કારણે પણ થાય છે, જેમ કે- ફ્લૂ અથવા સામાન્ય શરદી. તે થોડા દિવસમાં મટી પણ જાય છે. ગળામાં સંક્રમણ બેક્ટેરિયાના કારણે પણ થાય છે, તેના માટે ડૉક્ટર એન્ટિબાયોટિક દવા આપે છે. ગળામાં બળતરા કોવિડ-19નું લક્ષણ પણ છે.

આવી સ્થિતિમાં જો કોઈ કોવિડ ટેસ્ટ કરાવે છે તો રિપોર્ટ આવે ત્યાં સુધી તે આઈસોલેશનમાં રહીને ગળા માટે ઉપાય કરી શકે છે. મોટાભાગના લોકોમાં હળવા કોરોનાવાઈરસના લક્ષણો હોય છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડે કોરોનાના લક્ષણોનો સામે લડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો જણાવ્યા છે.

  • વધારે પાણી પીવું, તેનાથી ડિહાઈડ્રેશનથી બચશો
  • મધની સાથે હુંફાળું પાણી, સૂપ અથવા ચા જેવા પદાર્થ લઈ શકો છો. ગરમ પાણી અને ચાથી શ્વાસનળી ગરમ રહેશે. ગળા અને ઉપરની શ્વાસનળીમાં જમાં કફ પણ નીકળી જશે.
  • ગરમ પાણીથી સ્નાન કરો. નાસ લેવા, તેનાથી ગળાની બળતરા ઓછી થશે. શ્વાલ લેવામાં સરળતા રહેશે.
  • દારૂ અથવા કોફી જેવા કોઈપણ કેફીનયુક્ત પીણા પીવાનું ટાળવું, તેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે.
  • એક પાણીમાં અડધી ચમચી મીઠું નાખીને કોગળા કરો. ગળામાં દુખાવો અને ઈચિંગથી રાહત મળશે. કોગળા ગરમિયાન ગળાના ટિશ્યુથી વાઈરસને બહાર કાઢવામાં મદદ મળે છે.