વિન્ટર ટિપ્સ / શિયાળામાં ગરમ પાણી અને સવારમાં જોગિંગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય છે

Warm water in winter and jogging in the morning can relieve joint pain

  • જિમમાં કસરત, વોકિંગ ડાન્સિંગ વગેરે જેવી એક્ટિવિટી કરવાથી હાડકાઓ મજબૂત બને છે
  • અંકુરિત અનાજ અને લીંબુનું સેવન કરવાથી શરીરમાં ઓક્સિજનની માત્રાની ભરપાઈ કરી શકાય છે

Divyabhaskar.com

Nov 28, 2019, 10:03 AM IST

હેલ્થ ડેસ્કઃ શિયાળામાં હાડકાઓ અને સાંધામાં દુખાવો થવાની સમસ્યા સામાન્ય બની જાય છે. મધ્યમ વયના લોકોમાં આ પ્રકારની સમસ્યા વધારે જોવા મળે છે. તેને દૂર કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે શિયાળામાં કેટલાક ઉપાયો અને સાવધાની રાખવી આવશ્યક છે.


સવારની લટાર ફાયદાકારક
શિયાળામાં સવારમાં લટાર મારવાથી ફાયદો થાય છે. તેનાથી ઋતુ સંબંધિત સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે રક્ષણ મેળવવામાં મદદ થાય છે. લટાર મારવાથી શારીરિક અને માનસિક ક્ષમતા પણ વધે છે અને તણાવ ઓછો થાય છે. જિમમાં કસરત, વોકિંગ ડાન્સિંગ વગેરે જેવી એક્ટિવિટી કરવાથી હાડકાઓ મજબૂત બને છે.
વધતી જતી ઠંડી સાથે સાંધાના દુખાવાની સમસ્યા પણ વધતી જાય છે. તેથી દરરોજ ઓછામાં ઓછી 3 કિલોમીટર સુધી લટાર મારવી જોઈએ. તેનાથી હાડકાઓને ગરમાવો મળે છે. શિયાળામાં વ્યાયામ ન કરવાથી હાડકાંમાં દુખાવાની સમસ્યા વધે છે.


કેલ્શિયમ અને વિટામિનનું સેવન
શિયાળામાં યોગ્ય માત્રામાં કેલ્શિયમ, વિટામિન-ડી ,ખનીજ અને અન્ય પોષક તત્વોનાં સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. દૂધ, દહીં, બ્રોકલી, લીલા પાંદડાવાળી શાકભાજી, તલના બીજ, અંજીર, સોયાબીન અને બદામના દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની જરૂરિયાત પૂરી થાય છે. વીટામિન-ડી નો સૌથી સારો સ્ત્રોત સૂર્યના કિરણો છે. દૂધની બનાવટો, બદામ અને કેટલાક અનાજમાં પણ વિટામિન-ડીની માત્રા જોવા મળે છે.

ભરપૂર માત્રામાં ઓક્સિજન લેવું જોઈએ
શિયાળા દરમિયાન ધમનીઓ સંકૂચિત થઈ જાય છે તેનાથી લોહીનો પ્રવાહ સામાન્ય રીતે થઈ શકતો નથી. શરીરનાં તમામ અંગો સુધી લોહી, પાણી અને ઓક્સિજન યોગ્ય માત્રામાં મળવું આવશ્યક છે. શરીરને ઓક્સિજનની ઓછી માત્રા મળવાથી શરીરના તંતુઓમાં તણાવ ઉત્પન્ન થાય છે જેને લીધે હાડકામા દુખાવો થાય છે. તેને દૂર કરવા માટે પપૈયું તડબૂચ જેવા પદાર્થનું સેવન કરવું જોઈએ. સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરિત અનાજ અને લીંબુનું સેવન કરવાથી પણ શરીરમાં ઓક્સિજનની માત્રાની ભરપાઈ કરી શકાય છે. નિયમિત રૂપે યોગ અને વ્યાયામ કરવાથી શરીરમાં સંકુચિત ધમનીઓ સામાન્ય સ્થિતિમાં આવીને રક્તપ્રવાહને સામાન્ય કરવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં નવશેકુ પાણીનું સેવન કરવાથી પણ ફાયદો રહે છે.


ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ
હળવું ગરમ અથવા નવશેકા પાણીથી સ્નાન કરવાથી શેક થાય છે તેને લીધે પગના સાંધામાં આરામ પહોંચે છે. ગરમ પાણીથી સ્નાન લીધા બાદ તરત ખુલ્લાં વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. ગરમ તેલની માલિશ શિયાળામાં અવશ્ય કરવી જોઈએ. તડકામાં તેલની માલિશ કરવાથી વધારે ફાયદો થાય છે.

વધારે સમય સુધી એક જગ્યાએ ન બેસવું જોઈએ
લાંબા સમય સુધી કમ્પ્યૂટરની સામે બેસીને કામ કરતા લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય જોવા મળે છે. એક જ જગ્યા પર વધારે વાર બેસી રહેવાથી હાડકાઓમાં ઠંડી લાગવાથી હાડકા અકડાઈ જાય છે અને તે સાંધામાં દુખાવો ઉત્પન્ન કરે છે. તેનાથી બચવા માટે સમયાંતરે જગ્યા પરથી ઉઠીને શરીરને સ્ટ્રેચ કરવું જોઈએ.

X
Warm water in winter and jogging in the morning can relieve joint pain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી