તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Want To Reduce The Risk Of Pre mature Delivery? So Spend A Few Minutes In The Sun Every Day From The Beginning Of Pregnancy; Learn Its Benefits

ગર્ભાવસ્થામાં સૂર્યપ્રકાશ પણ જરૂરી:પ્રી મેચ્યોર ડિલીવરીનું જોખમ ઘટાડવું છે? તો ગર્ભાવસ્થાની શરૂઆતથી જ દરરોજ સૂર્યપ્રકાશમાં થોડી મિનિટ પસાર કરો; જાણો તેના ફાયદા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગર્ભવતી મહિલાઓ સૂર્યપ્રકાશમાં સમય પસાર કરે તો બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને બાળકને વિટામિન-D મળે છે
  • પ્રેગ્નન્સીના પ્રારંભિક તબક્કાથી જ સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવાથી ગર્ભમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે

પ્રી મેચ્યોર ડિલીવરી અર્થાત સમય કરતાં પહેલાં જે બાળકનો જન્મ થાય છે તેને નબળાઈ સિવાય અનેક સમસ્યાઓને સામનો કરવો પડી શકે છે. પ્રી મેચ્યોર ડિલીવરીના કેસ ઘટાડવા માટે વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ કર્યું છે. રિસર્ચ પ્રમાણે પ્રી મેચ્યોર ડિલીવરીનું જોખમ ઘટાડવું હોય તો ગર્ભવતી મહિલાઓએ ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કાથી જ સૂર્યપ્રકાશમાં થોડી મિનિટ બેસવું જોઈએ. આમ કરવાથી 10% સુધી પ્રી મેચ્યોર ડિલીવરી રોકી શકાય છે.

આ રિસર્ચ ઈંગ્લેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે. તેમનું કહેવું છે કે, સ્કૉટલેન્ડમાં ગર્ભવતી મહિલાઓ સૂર્યપ્રકાશમાં બહાર નીકળતી નથી. આવી મહિલાઓને પ્રી મેચ્યોર ડિલીવરીનું જોખમ 10% સુધી રહે છે. તેમાં બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે.

ગર્ભવતી મહિલાઓ માટે સૂર્યપ્રકાશ માટે જરૂરી છે, ગર્ભવતી મહિલાઓએ કયા સમયે સૂર્ય પ્રકાશમાં બેસવું જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે આવો જાણીએ...

આ કારણોસર પ્રેગ્નન્સીમાં સૂર્ય પ્રકાશ જરૂરી

  • સંશોધક ડૉ. સારાહ સ્ટોક કહે છે કે, પ્રી મેચ્યોર ડિલીવરી રોકવા માટે સૂર્યપ્રકાશ એક નવો ઉપાય છે. સૂર્યકિરણો શરીર પર પડવાથી ચામડીમાંથી નાઈટ્રિક એસિડ બહાર આવે છે અને તેનાથી વધેલું બ્લડ પ્રેશર ઘટે છે.
  • પ્રેગ્નન્સીના પ્રારંભિક તબક્કાથી જ સૂર્યપ્રકાશમાં બેસવાથી ગર્ભમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. આ સિવાય વિટામિન-Dની ઊણપ પૂરી થાય છે. તેનાથી ભ્રૂણમાં હાડકાં, કિડની, હૃદય અને નર્વસ સિસ્ટમનો સારો વિકાસ થાય છે.
  • ડૉ. સારાહ કહે છે કે, સૂર્યપ્રકાશને કારણે ધમનીઓ રિલેક્સ રહે છે. તેમાં તણાવ ઉત્પન્ન થતો નથી. તેથી પ્રેગ્નન્સીમાં અવરોધ આવવાનું જોખમ ઓછું થાય છે.

રિસર્ચ
સૂર્ય પ્રકાશ અને પ્રેગ્નન્સીનું કનેક્શન સમજવા માટે સંશોધકોએ મેટરનિટી કેરની 4 લાખ માતા અને 5 લાખ બાળકોના ડેટાનું એનાલિસિસ કર્યું. આ માતાઓની ડિલીવરી 24 અઠવાડિયાંમાં થઈ હતી. ઉટા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ સમયે જન્મ લેનારા બાળકોનાં મૃત્યુનું જોખમ 50% સુધી રહે છે.

રિસર્ચમાં જોવા મળ્યું કે પ્રેગ્નન્સીના શરૂઆતમાં સૂર્યપ્રકાશમાં સમય પસાર કરતી મહિલાઓને ફાયદો મળે છે. જે મહિલાઓએ 0થી 13 અઠવાડિયાં સુધી સૂર્યના હળવા પ્રકાશમાં કેટલીક મિનિટો પસાર કરી છે તેમને ગર્ભનાળથી જોડાયેલાં જોખમ ઓછાં થઈ જાય છે. તો 14થી 26 અઠવાડિયાંમાં સૂર્યપ્રકાશમાં સમય પસાર કરતી મહિલાઓને તેનો કોઈ ખાસ ફાયદો થતો નથી.

તીવ્ર સૂર્યપ્રકાશથી અળગા રહો
ડૉ. સારાહના જણાવ્યા પ્રમાણે, વધારે સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી ચામડી ડેમેજ પણ થઈ શકે છે. તેથી સૂર્યપ્રકાશમાં થોડીક જ મિનિટ પસાર કરો. સવારના સૂર્યપ્રકાશમાં બેસવું યોગ્ય રહેશે.

ફ્રન્ટિયર્સ ઈન રીપ્રોડક્ટિવ હેલ્થ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, સૂર્યપ્રકાશના ફાયદા સમજી સંશોધકો કૃત્રિમ પ્રકાશ પર રિસર્ચ કરી રહ્યા છે. એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે શું કૃત્રિમ પ્રકાશથી અસલ સૂર્ય પ્રકાશ જેવો જ ફાયદો મળી શકે છે કેમ.