હેલ્ધી એન્ડ હેપ્પી ટમી:શું તમારે પેટની ચરબી ઘટાડીને જોઈએ છે સ્લિમ ટ્રિમ ફિગર? ઘરે જ આ સરળ ઉપાય ટ્રાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રેકફાસ્ટ સ્કિપ ના કરો, તે સ્કિપ કરવાથી વધારે ભૂખ લાગે છે
  • ડાયટમાં સોયાબીન, ટોફુ અને નટ્સ સામેલ કરો

દરેક મહિલા ફ્લેટ ટમીની ઈચ્છા રાખે છે, પરંતુ બિઝી લાઈફસ્ટાઈલ અને ખાણી-પીણીમાં અમુક ટેવને લીધે પેટની ઝહરબી વધી જાય છે. પેટ બહાર નીકળેલું હોય તો આખી ફિગર બગડી જાય છે. અમુક કેસમાં ઘણા લોકોનું વજન વધારે હોતું નથી પણ પેટની આજુબાજુ ફેટ રહે છે. તેને લીધે વજનનું બેલેન્સ રહેતું નથી. નોઈડામાં યથાર્થ હોસ્પિટલમાં ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. કિરણ સોનીએ જણાવ્યું કે, ખુરશી પર કલાકો સુધી બેસીને કામ કરવાથી અને ખરાબ લાઈફસ્ટાઈલથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. તેની સૌથી વધારે અસર તમારા પેટ પર દેખાય છે. ફ્લેટ ટમી માટે થોડી મહેનત અને ડાયટમાં થોડા ચેન્જ કરવાની જરૂર છે. તમે પણ પેટ પર વધારાની ચરબી ઘટાડવા માટે આ ઉપાય ટ્રાય કરી શકો છો:

ટ્રાન્સ ફેટવાળા ભોજનથી દૂર રહો
ટમી ફેટ પાછળનું એક કારણ ટ્રાન્સ ફેટ છે. આથી હેલ્ધી રહેવા અને પેટની ચરબી કહી કરવા માટે ટ્રાન્સ ફેટથી દૂર રહો. જ્યારે પણ કોઈ પ્રોડક્ટ ખરીદો ત્યારે તેના પર લાગેલા લેબલને ધ્યાનથી વાંચો. ટ્રાન્સ ફેટવાળા પ્રોડક્ટ્સના ખરીદો.

હેલ્ધી બ્રેકફાસ્ટ
બ્રેકફાસ્ટ સ્કિપ કરીએ તો ભૂખ વધારે લાગે છે અને વજન વધે છે. આથી સવારનો નાસ્તો સ્કિપ ના કરો. સવારે બ્રેકફાસ્ટની સાથે એક અખરોટ ચોક્કસ ખાઓ.

ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગના ફાયદાકારક
ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ખાવાની એક પેટર્ન છે. તેમાં વધારે સમય સુધી ભૂખ્યા રહીને મીલ સ્કિપ કરવાનું હોય છે. કયા ટાઈમે ભોજન કરવાનું છે, કયા ટાઈમે નહીં તે પહેલેથી નક્કી હોય છે. તેની એક ફેમસ પેટર્નમાં 16 કલાક સુધી ખાધા વગર રહેવાનું હોય છે અને એક દિવસમાં માત્ર 8 કલાકમાં જ ભોજન કરવાનું હોય છે. આ ટ્રિકથી 24 વીકમાં પેટની ચરબી ઓછી થઈ જશે.

લાઈફસ્ટાઈલમાં ચેન્જ જરૂરી
​​​​​​​લાંબા સમય માટે લાઈફસ્ટાઈલમાં ચેન્જ લાવવો ઘણો જરૂરી છે. તેનાથી ટમી ફેટ ઓછું કરવામાં મદદ મળશે. હેલ્ધી આદતોની ટેવ પાડશો તો આપોઆપ ચરબી જમા નહીં થાય.

ડાયટમાં પ્રોટીનની માત્રા વધારો
સોયાબીન, ટોફુ, નટ્સ જેવા ફૂડ્સમાં પ્રોટીન હોય છે. ડાયટમાં પ્રોટીન સામેલ કરવાથી જલ્દી ભૂખ નહીં લાગે અને કેલરી ઇન્ટેક ઓછું થશે. તેનાથી પેટની ચારેય બાજુ ફેટ જમા નહીં થાય.