વર્લ્ડ વીગન ડે:ઈમ્યુનિટી અને મૂડ બૂસ્ટિંગ વીગન ડાયટ ફોલો કરવું છે? ડાયટિશિયન્સે સજેસ્ટ કરેલો ડાયટ પ્લાન ફ્રીમાં જાણો

3 મહિનો પહેલાલેખક: ઈશિતા શાહ
 • કૉપી લિંક
 • વીગન પ્રોડક્ટ્સમાં પ્રોટીન, ઓમેગા 3 અને 6 ફેટી એસિડ, કેલ્શિયમ, સેલેનિયમ સહિતના પોષક તત્વો હોય છે
 • આ ડાયટ ફોલો કરી કેન્સરના સેલ્સનો ગ્રોથ અટકાવી શકાય છે
 • ટોફૂ, ડ્રાયફ્રુટ્સ, કઠોળ, પીનટ બટર, હર્બલ ટી ડાયટમાં લઈ ફિટ અને હેલ્ધી રહી શકાય છે

કોરોનાની એન્ટ્રી થતાં જ 'ઈમ્યુનિટી' નામનો શબ્દ બધાને મોઢે વળગી ગયો. અત્યાર સુધી તમામ લોકો પોતાનાં સ્વાસ્થ્ય માટે આટલા સજાગ નહોતા, પરંતુ કોરોના વાઈરસની દસ્તકથી લોકો ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે અલર્ટ રહેવા લાગ્યા. ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આડેધડ એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સ હોય કે પછી જે તે બ્રાન્ડનો પ્રોટીન પાઉડર તમામ વસ્તુઓની બોલબાલા વધવા લાગી. આ સાથે જ લોકો વિરાટ કોહલી, વિદ્યુત જામવાલ, કંગના રનૌત સહિતનાં સેલેબ્સને જોઈ ટ્રેન્ડ અપનાવી વીગન ડાયટ ફોલો કરવા લાગ્યા. આજે 1 નવેમ્બરનો દિવસ 'વર્લ્ડ વીગન ડે' તરીકે સેલિબ્રેટ કરાય છે. 'વીગન' શબ્દની શોધ કરનારા ડોનાલ્ડ વોટ્સને કરી. વર્ષ 1944માં તેમણે વીગન લાઈફસ્ટાઈલ ફોલો કરતાં લોકોને જોઈ વીગન ડાયટ ઈન્ટ્રોડ્યુસ કર્યું.

જો તમે વીગન ડાયટ લઈ રહ્યા છો અથવા બેલેન્સ્ડ ડાયટ પરથી વીગન ડાયટ પર સ્વિચ થવાના છો તો તમારે એ જાણવું જરૂરી છે કે વીગન ડાયટ 'એઝ અ ઈમ્યુનિટી બૂસ્ટર' તરીકે કેટલું કારગર છે. વીગન ડાયટથી ફિટ અને હેલ્ઘી રહી શકાય? તમારે વીગન ડાયટ ફોલો કરવો હોય તો કેવો હેલ્ધી પ્લાન બનાવશો? આવા સવાલોના સચોટ જવાબ જાણવા માટે 'દિવ્ય ભાસ્કરે' અમદાવાદના ડાયટિશિયન્સ શ્રેયા કૃતાર્થ ઓઝા અને હિમાની પાઠક સાથે વાત કરી. એક્સપર્ટ પાસેથી જ જાણો વીગન ડાયટ કેટલું કારગર છે....

તમારા મનમાં હાલ પ્રથમ પ્રશ્ન એ થતો હશે કે આ વળી વીગન ડાયટ એટલે શું? વીગન ડાયટ એટલે એવું ડાયટ જેમાં પ્લાન્ટ બેઝ્ડ અર્થાત કુદરતી રીતે છોડ અને વૃક્ષમાંથી મળતી ખાદ્ય પદાર્થની વસ્તુઓ સામેલ કરાય છે. આ ડાયટમાં ન તો નોનવેજ સામેલ હોય છે ન તો દૂધ, દહીં, છાશ, બટર, પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ. આ ડાયટ ફોલો કરતી વ્યક્તિએ શાકભાજી, ફળ-ફળાદિ, અનાજ અને ડ્રાયફ્રુટ્સ પર જીવવાનું હોય છે.

વીગન ડાયટ એઝ અ ઈમ્યુનિટી બૂસ્ટર
તમે પશુપ્રેમને કારણે કે અમસ્તાં કોઈ કારણોસર વીગન ડાયટ ફોલો કરવા જઈ રહ્યા હો તો તમારે એ જાણવું જરૂરી છે કે આ ડાયટ લઈ તમે કેટલા સ્વસ્થ રહી શકો છો. શ્રેયા જણાવે છે કે ચોક્કસથી વીગન ડાયટ ઈમ્યુનિટી બૂસ્ટર સાબિત થઈ શકે છે, પરંતુ તેની શરત એ રહેશે કે તમે એન્ટિઓક્સિડન્ટ્સવાળું વીગન ડાયટ લીધું હોય. આ ડાયટમાં એન્ટિઓક્સીડન્ટ્સની ભરપૂર માત્રા હોય છે. સાથે જ તેમાં વિટામિન-C, વિટામિન-D, વિટામિન-B સહિતના ન્યૂટ્રિશન્સ હોય છે. આ પોષકતત્વો લેવાથી આપણે વિવિધ રોગો અને વાઈરસ સામે લડી શકીએ છીએ.

વીગન ડાયટમાં કેલરીની ગણતરી બદલાઈ જાય છે. સામાન્ય ડાયટમાં ઓછી માત્રામાં વસ્તુઓ લેવા છતાં શરીરને યોગ્ય માત્રામાં કેલરી મળી રહે છે. જ્યારે વીગન ડાયટમાં તેવું નથી. વીગન ડાયટમાં દિવસમાં મેક્સિમમ 2000 કેલરીવાળો ખોરાક લેવો જરૂરી છે. વીગન પ્રોડક્ટ્સમાં પ્રોટીન, ઓમેગા 3 અને 6 ફેટી એસિડ, કેલ્શિયમ, વિટામિન-D,A, B6, C અને E, આયોડિન, સેલેનિયમ, આયર્ન, ઝિંક સહિતના પોષક તત્વો હોય છે.

વીગન ડાયટ લેવાના ફાયદાઓ

 • એન્ટિઓક્સિડન્ટ્સ હોવાથી મેટાબોલિક સ્ટ્રેન્થ વધે છે
 • ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે
 • વેઈટ ગેન અને લોસ બંને માટે ઉપયોગી
 • હાર્ટ હેલ્થ સ્ટ્રોન્ગ થાય છે
 • કેન્સરના સેલ્સનો ગ્રોથ અટકાવી શકાય છે
 • ટાઈપ-2 ડાયાબિટીસમાં રાહત મળે છે
 • સ્કિન ગ્લોઈંગ બને છે
 • હેર લોસની સમસ્યા ઘટે છે

વીગન ડાયટના ફાયદાઓ જાણી જો તમને વીગન રૂટિન અપનાવાની ઈચ્છા થઈ હોય પરંતુ ડાયટિશિયન્સ અને ન્યૂટ્રિશનિસ્ટની મસમોટી ફી જોઈ તમે પીછેહઠ કરી રહ્યા છો તો અમે તમારા માટે વીગન ડાયટ પ્લાન લઈને આવ્યા છે. જો તમે હેવી વર્ક આઉટ નથી કરતાં કે માપસર ડેઈલી ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તમે આ ડાયટ પ્લાન ફોલો કરી વીગન પર શિફ્ટ થઈ શકો છો. જોકે આ ડાયટ પ્લાન બેઝિક છે તમે તમારી એક્ટિવિટી અને પર્પઝ પ્રમાણે ડાયટિશિયન પાસેથી વીગન ડાયટ પ્લાન બનાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...