• Gujarati News
  • Lifestyle
  • Health
  • Want To Control Diabetes To Prevent The Risk Of Stroke And Heart Attack? Follow This Healthy Routine Suggested By The Expert

વર્લ્ડ ડાયાબિટીસ ડે:સ્ટ્રોક અને હાર્ટ અટેકનાં જોખમથી બચવાં માટે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવો છે? એક્સપર્ટે સજેસ્ટ કરેલું આ હેલ્ધી રૂટિન અપનાવો

2 મહિનો પહેલાલેખક: ઈશિતા શાહ
  • કૉપી લિંક
  • એકલાં ઘઉંને બદલે વિવિધ અનાજનો ઉપયોગ કરવો જોઈએ
  • ખાંડને બદલે ગોળનો પ્રયોગ ન કરવો જોઈએ. ગોળ અને ખાંડમાં એકસરખી કેલરી હોય છે
  • જાંબું, સરગવો, આમળાં, લીલી હળદર જેવાં સુપરફૂડ ખાઈ જોખમ ઘટાડી શકાય છે

આજકાલની લાઈફસ્ટાઈલમાં સામાન્ય ગણાતી બીમારી એટેલે ડાયાબિટીસથી અનેકો ગંભીર સમસ્યા થઈ શકે છે. મેયોક્લિનિકના રિપોર્ટ પ્રમાણે ડાયાબિટીસ હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. જો તમારે આ જોખમ ઘટાડી હેલ્ધી એન્ડ ફિટ રહેવું છે તો એન્ટિ ડાયાબિટીક લાઈફસ્ટાઈલ અર્થાત એવું જીવન જે ડાયાબિટીસનું જોખમ ઘટાડે તે જીવવું જરૂરી છે. આજે 14 નવેમ્બરે 'વર્લ્ડ ડાયાબિટીસ ડે' છે. આજના દિવસે અમે તમને જણાવીશું કે કયા રિસ્ક ફેક્ટર ડાયાબિટીસ વધારે છે અને ડાયટ તેમજ લાઈફસ્ટાઈલમાં સુધારો લાવી તમે કેવી રીતે ડાયાબિટીસ કન્ટ્રોલ કરી શકો છો. ડાયટ અને લાઈફસ્ટાઈલ બદલી કેવી રીતે ડાયાબિટીસ કન્ટ્રોલ કરી તેનું જોખમ રોકી શકાય તેના માટે 'દિવ્ય ભાસ્કરે' ફિટ ઈન્ડિયાની એમ્બેસેડર તેમજ ડાયટિશિયન અને ડાયાબિટિક એજ્યુકેટર કોમલ પટેલ સાથે વાત કરી. એક્સપર્ટ પાસેથી જ જાણો હેલ્ધી ટિપ્સ...

ડાયાબિટિક એજ્યુકેટર કોમલ પટેલ જણાવે છે કે, ટાઈપ 1 હોય કે ટાઈપ 2 ડાયાબિટીક તેમણે સતત શુગર લેવલ મોનિટર કરવું જરૂરી છે. આવા દર્દીઓ ઈવન પ્રી ડાયાબિટીક અર્થાત એવા દર્દીઓ જે ડાયાબિટીસના દર્દી બનવાને આરે છે તેઓ એક્સર્સાઈઝ, સૂવાની રીત અને ખાન પાનની રીત બદલી કન્ટ્રોલ કરી શકે છે.તમારાં ભોજનમાં વિવિધતા લાવોડાયટમાં કોઈ એક જ અનાજ પર અટેક ન કરવો જોઈએ. ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે બાજરી, મકાઈ, જુવાર સહિતના અનાજનો સમયાંતરે ઉપયોગ કરવો જોઈએ. પ્રોટીન ઈન્ટેકમાં દાળ પણ અલગ અલગ લેવી જોઈએ. ડાયટમાં મેક્સિમમ શાકભાજી, જ્યુસ અને સલાડ લેવાથી શુગર કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે.

એક્સપર્ટ અલર્ટ કરતાં જણાવે છે કે તમે ડાયાબિટીક હો કે પછી પ્રી-ડાયાબિટીક તમારું ડાયટ બેલેન્સ્ડ હોય તે જરૂરી છે. ભોજનમાં એડેડ શુગર, માર્કેટમાં મળતાં ઠંડાં પીણાં, પિત્ઝા બર્ગર જેવાં જંક ફૂડ અને વડાપાઉ સહિતની તળેલી વાનગીઓથી દૂર રહેવું જોઈએ. જો તમને આવી ફૂડ આઈટેમ્સ ખાવાની ઈચ્છા હોય તો બને તો તેને ઘરે બનાવો.

ગ્લુટન ફ્રી ડાયટ
જો તમારા મનમાં એવી ધારણા હોય કે તમે ડાયાબિટિક છો તો તમારે કમ્પ્લિટલી ગ્લુટન ફ્રી ડાયટ જ લેવાનું છે તો તમે સાચા નથી. એક્સપર્ટ જણાવે છે સંપૂર્ણ ગ્લુટન ફ્રી ડાયટ જે લોકોને ઘઉં અને તેની વાનગીથી થતી એલર્જી હોય તેને સજેસ્ટ કરવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે માત્ર ઘઉં પર અટેક કરો. કોમલ પટેલ જણાવે છે કે આપણા ગુજરાતી લોકોમાં સવારે નાસ્તાના ખાખરાથી લઈને ડિનરની ભાખરી સુધી મેક્સિમમ ઘઉં ખવાય છે. આ રૂટિન બદલી મીલ્સમાં ઘઉં, બાજરી, ચોખા, મકાઈ સહિતના અનાજનું રોટેશન કરવું જોઈએ. તમે ગ્લુટન ડાયટમાં ઘઉંની સામે પ્રમાણમાં વધારે પડતું શાક ખાશો તો કોઈ સમસ્યા નહિ થાય. મેક્સિમમ માત્રામાં ગ્લુટન જવાથી તે ડાયાબિટિસનું જોખમ વધારે છે.

ડાયટિશિયન જણાવે છે કે આજની લાઈફસ્ટાઈલમાં આપણે એવો ખોરાક નથી લેતાં જે લઈ આપણી જૂની જનરેશન હેલ્ધી રહેતી હતી. ખોવાઈ ગયેલી ફૂડ આઈટેમ્સ ફરી ટ્રેન્ડિંગ બનાવી આપણે હેલ્ધી રહી શકીએ છીએ. જાંબું, સરગવો, બોર, જામફળ જેવી વસ્તુઓ ખોરાકમાં સામેલ કરવાથી તે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. સરગવાનું સૂપ પીવાથી ઘણો ફાયદો થાય છે. આપણા ગુજરાતમાં ફણસનું એટલું ચલણ નથી પરંતુ જો તે મળે તો તેનું સેવન કરવું જોઈએ. હાલ શિયાળામાં આમળાં અને લીલી હળદર લેવાથી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ થવાની સાથે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં પણ ફાયદો થશે.

ચોખાની ચમકથી સાવધાન
ડાયાબિટીસ અને ચોખાનાં સેવનનું કનેક્શન સમજાવતા કોમલ જણાવે છે કે, ચોખાનો ગ્લાઈસિમક ઈન્ડેક્સ વધારે છે. અર્થાત તેનાં સેવનનાં 2 કલાક બાદ પ્રમાણમાં વધારે બ્લડ ગ્લુકોઝ બને છે. આપણા ડાયટમાં ભાતની જોડે દાળ અને શાક ઓછું લેવાય છે. તેથી ચોખા રિસ્ક ફેક્ટર બની શકે છે, પરંતુ જો ભાત ખાતી વખતે તેમાં મેક્સિમમ શાકભાજી અને દાળ લઈએ તો તેનું કોઈ નુક્સાન થતું નથી.

પ્રી ડાયાબિટીક અલર્ટ રહોએક્સપર્ટ ચેતવણી આપતાં જણાવે છે કે, બેઠાળું જીવન જીવવાથી પણ ડાયાબિટીસ થઈ શકે છે. લાઈફસ્ટાઈલમાં ડાયાબિટીસનાં જોખમને ઓછું કરવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. પ્રી ડાયાબિટીક અને સામાન્ય લોકોએ બને ત્યાં સુધી સોફ્ટ ડ્રિન્ક્સ અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઈએ.

જો જો આવી ભૂલ ન કરતાં
જો તમે એમ માનો છો કે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાથી તમારા ડાયાબિટીસ લેવલ પર કશો ફરક નહિ પડે તો જરા સાવધાન! કોમલ જણાવે છે કે ખાંડ અને ગોળ બંનેની એકસરખી કેલરી હોય છે. 1 ગ્રામ ખાંડ અને ગોળ બંનેમાં 4 કિલો કેલરી હોય છે. બંનેના સોર્સ એક છે, પરંતુ મેકિંગ પ્રોસેસ અલગ હોવાથી ગોળમાં પોષક તત્ત્વો વધી જાય છે. ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરી તમે તમારી હેલ્થ સાથે ચીટિંગ ન કરો. બને તો મીલમાં ગોળ ખાઓ. ગોળ અને કોપરું લેવાથી ફાયદો થાય છે.

ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી કે પછી પ્રી ડાયાબિટીક લોકો એક્સર્સાઈઝ કરી બેલેન્સ્ડ ડાયટ લઈ તેનું જોખમ ઘટાડી શકે છે. એક્સપર્ટે એવો ડાયટ પ્લાન જણાવ્યો જેને તમે ફોલો કરી હેલ્ધી રહી શકો છો. જોકે તમારા ડાયાબિટીસનું લેવલ અને તમને તેના સિવાય હાઈ બીપી કે કિડનીની કોઈ બીમારી છે કે કેમ અને તમારી લાઈફસ્ટાઈલ કેવી છે તેના આધારે તમે ડાયટિશિયન પાસે તમારા માટે સ્યુટેબલ ડાયટ પ્લાન બનાવી શકો છો.

કોમલ જણાવે છે કે તમે પ્રી ડાયાબિટીક હો કે ડાયાબિટીક તમારે મેક્સિમમ ફિઝિકલ એક્ટિવિટી તો કરવાની જ છે. બોડી મૂવમેન્ટ કરવાથી વધારે ફિટ અને હેલ્ધી રહી શકાય છે. વોકિંગ અને એક્સર્સાઈઝ જેવી એક્ટિવિટી કરી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.