1 અઠવાડિયાંમાં 3 કિલો વજન ઓછું કરો:વેલેન્ટાઈન્સ ડે સુપરહોટ લુકમાં સેલિબ્રેટ કરવો છે? તો આ હેલ્ધી ડાયટ અને એક્સર્સાઈઝ રૂટિન ફોલો કરો

નિશા સિન્હા8 મહિનો પહેલાલેખક: નિશા સિન્હા
  • કૉપી લિંક

આજે 1 ફેબ્રુઆરી છે અને વેલેન્ટાઈન્સ ડેને હજુ 2 અઠવાડિયાંનો સમય બાકી છે. આજથી વેલેન્ટાઈન્સ ડેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્કફ્રોમ હોમને કારણે જો તમારું વજન વધી ગયું છે અને વેલેન્ટાઈન્સ ડેના દિવસે તમે સ્લિમ ટ્રિમ લુકમાં પોતાની જાતને માગો છો તો અમે તમારા માટે હેલ્ધી રૂટિન લઈને આવ્યા છીએ. જિંદલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટના ચીફ ડાયટિશિયન સુષ્મા પીએસ પાસેથી જાણો હેલ્ધી રૂટિન ટિપ્સ જે તમને સ્લિમ બનાવી દેશે.

  • દિવસની શરૂઆત 6 વાગ્યાથી કરો: સવારે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી લીંબું, 1 ચમચી મધ મિક્સ કરો. મધ ન હોય તો ગોળ પણ ઉમેરી શકો છો. પાણી નવશેકું હશે તો વધારે ફાયદો થશે. આ પાણી પીધા પછી રાતે પલાળેલી 4-5 બદામ ખાઓ.
  • એકદમ ઝડપથી વજન ઓછું કરવા માગતા હો તો રાતે 2 ચમચી મેથી પલાળી લો. સવારે તેને ચાવીને ખાઈ જાઓ. તેમાં ઘણી માત્રામાં ફાઈબર હોય છે. તેનાથી શરીરનો મેટાબોલિઝ્મ રેટ વધે છે.
  • બ્રેકફાસ્ટ: સવારના નાસ્તામાં ગ્રીન સ્મૂધી લો. 200 ગ્રામ સ્મૂધી માટે 100 ગ્રામ પાલક, 4-5 સરગવાના પાન, 2-3 ફુદીનાના પાન, 2-3 પાન મીઠો લીમડો, 1-2 તુલસીના પાન, અડધી ચમચી લીંબુંનો રસ, નાનો ટુકડો તજ, કોઈ પણ એક સિઝનલ ફ્રુટ 50 ગ્રામ મિક્સ કરી સ્મૂધી તૈયાર કરી લો. તેનાથી શરીરને પૂરતી કેલરી મળશે અને પેટ ભરેલું રહેશે.
  • 10થી 11 વાગ્યા સુધીમાં એક સાઈટ્ર્સ ફ્રુટ લો. મોસંબી, નારંગી અથવા કીવી લઈ શકાય. ફ્રુટ ન હોય તો 1 ગ્લાસ છાશ પીઓ. તેમાં ફુદીનો અને જીરું પાઉડર મિક્સ કરો.
  • લન્ચ ટાઈમ: બપોરે ભોજનમાં જુવાર અથવા બાજરી સહિતના મોટા અનાજની રોટલી લો. 1 નાની વાટકી બ્રાઉન રાઈસ લઈ શકો છો. 1 વાટકી લીલું શાક, 1 વાટકી પાતળી દાળ, 1 વાટકી દહીં લઈ શકાય છે. રોટલીમાં ઘી ન લગાવવું જોઈએ.
  • સાંજે 4થી 5 વાગ્યે ગ્રીન ટી અથવા હર્બલ ટી લો. સામાન્ય ચા પણ પી શકાય છે.
  • ડિનર: લીલી શાકભાજીનું સલાડ લો. કાકડી, ટોફૂ, ટમેટાં, મીઠું મિક્સ કરી સલાડ બનાવી શકો છો. કોઈ પણ 2 ફ્રુટ લઈ શકો છો. ફ્રુટની માત્રા કુલ 200 ગ્રામ જ રાખો. તેની સાથે ટમેટો અથવા મશરૂમ સૂપ લઈ શકાય છે. ગ્રીન સલાડનું કોમ્બિનેશન પોતાની પસંદ અને ટેસ્ટ પ્રમાણે બદલતા રહો.

એક્સર્સાઈઝ કરી બોડી ટોન્ડ બનાવો

એક્સર્સાઈઝ સ્પેશ્યાલિસ્ટ દીપિકા ચોપડાના જણાવ્યા પ્રમાણે, એક્સપર્ટનું ગાઈડન્સ લીધા બાદ જ એક્સર્સાઈઝ અને ડાયટ રૂટિન ફોલો કરવું જોઈએ
એક્સર્સાઈઝ સ્પેશ્યાલિસ્ટ દીપિકા ચોપડાના જણાવ્યા પ્રમાણે, એક્સપર્ટનું ગાઈડન્સ લીધા બાદ જ એક્સર્સાઈઝ અને ડાયટ રૂટિન ફોલો કરવું જોઈએ

મેદસ્વિતા ઓછી કરવા માટે એક્સર્સાઈઝ બેસ્ટ રહે છે. શરીર ટોન્ડ અને ટ્રિમ કરવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. કરેક્ટિક એક્સર્સાઈઝ સ્પેશ્યાલિસ્ટ દીપિકા ચોપડા પાસેથી જાણો એક્સર્સાઈઝ કરવાની ટિપ્સ...

1. હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ: બંને પગને ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે 20-20 સેકન્ડ સુધી હોલ્ડ કરો. તેના 2 સેટ કરો. 2. ક્વૉડ સ્ટ્રેચ: 2 સેટ કરો. બંને પગ માટે 20-20 સેકન્ડ સુધી. 3. લેટ્સ સ્ટ્રેચ: 30-30 સેકન્ડ સુધી 2 સેટ કરો. 4. નેક સ્ટ્રેચ: 10-10 સેકન્ડના 2 સેટ કરો 5 અને 6: પેક સ્ટ્રેચ: દરવાજાની બંને બાજીની દિવાલ પકડી 20-2- સેકન્ડના 2 સેટ કરો.

સ્ક્વોટ્સ (ટોપ ટુ બોટમ) 1, 2 અને 3 પોઝિશન

1 અને 2: ક્રન્ચ: 3 સેટ કરો. દર સેટમાં 10 ક્રન્ચ. 3. ફ્રન્ટ પ્લેન્ક: 30 સેકન્ડના 2 સેટ.

1. બટરફ્લાય: 30 સેકન્ડ 2. સિંગલ લેગ રેઈઝ: 15 સેકન્ડ 3. ગ્લુટ બ્રિઝ: 2 સેટ્સ, 20-20 વખત 4. સાઈડ પ્લેન્ક: બંને સાઈડ 10 સેકન્ડ

નોંધ: કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડાયટ અને ફિટનેસ પ્લાનનો અમલ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.

અન્ય સમાચારો પણ છે...