તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેનિફિટ્સ ઓફ વોકિંગ:વેટલોસ કરવા માગો છો? તો જમ્યા પછી માત્ર 10થી 30 મિનિટનું વોક કરો, કેન્સરનું જોખમ પણ ઘટશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમ્યા બાદ 10 મિનિટ વોક કરવાથી વધતા બ્લડ શુગર લેવલમાં ઘટાડો થાય છે - Divya Bhaskar
જમ્યા બાદ 10 મિનિટ વોક કરવાથી વધતા બ્લડ શુગર લેવલમાં ઘટાડો થાય છે
  • ભોજન કર્યા બાદ વોક કરવાથી પાચન સારું થાય છે
  • ભોજન કર્યા બાદ વોક અથવા બોડીમાં સતત મૂવમેન્ટ થવા પર બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ ઘટે છે

જો તમે વેટલોસ કરવા માગો છો તો તમારે હેવી એક્સર્સાઈઝ કે સ્ટ્રોન્ગ ડાયટ રૂટિન ફોલો કરવાની જરૂર નથી. જમ્યા પછી થોડું ચાલીને પણ તમે આ કામ કરી શકો છો. જી હા રિસર્ચ પ્રમાણે, જમ્યા બાદ શરીરની ક્ષમતા મુજબ 10થી 30 મિનિટ વોક કરી શકાય છે. આ વોક કેલરી બર્ન કરી વજન વધારતા અટકાવે છે. તેનાથી કેન્સર જેવી બીમારીનું જોખમ પણ ઘટે છે. આવો જાણીએ જમ્યા પછી ચાલવું કેમ જરૂરી છે...

પાચન સારું થાય છે
ભોજન કર્યા બાદ વોક કરવાથી પાચન સારું થાય છે. બોડીની મૂવમેન્ટ થવા પર આંતરડાંમાં રહેલાં ભોજનની મૂવમેન્ટ તીવ્ર બને છે. પરિણામે ભોજન જલ્દી અને સરળતાથી પચી જાય છે. આ સિવાય પેપ્ટિક અલ્સર, છાતીમાં બળતરાં, પેટમાં મરોડ અને કોલોરક્ટલ કેન્સરનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે
ભોજન કર્યા બાદ વોક અથવા બોડીમાં સતત મૂવમેન્ટ થવા પર બ્લડ શુગર લેવલ વધવાનું જોખમ ઘટે છે. 2016માં થયેલાં રિસર્ચ પ્રમાણે, ભોજન કર્યા બાદ 10 મિનિટ વોક કરવાથી વધતા બ્લડ શુગર લેવલમાં ઘટાડો થાય છે.

હૃદય રોગનું જોખમ ઘટે છે
ફિઝિકલ એક્ટિવિટી દશકોથી હાર્ટ માટે ફાયદાકરક માનવામાં આવે છે. રિસર્ચમાં પણ એ સાબિત થયું છે. અમેરિકાના હેલ્થ વિભાગનું માનવું છે કે ભોજન કર્યા બાદ 10 મિનિટ વોક કરવાથી હૃદય રોગોનું જોખમ ઘટે છે.

વજન વધતું નથી
એક્સપર્ટ કહે છે કે, ભોજન કર્યા બાદ વોક કરવાથી કેલરી બર્ન થાય છે. તેને રૂટિનમાં સામેલ કરવાથી વજન વધવાનું જોખમ ઓછું થઈ જાય છે. તેમ છતાં વધારે તેલ અને મસાલેદાર ખોરાક લેતાં બચવું જોઈએ.

બ્લડ પ્રેશર વધતું નથી
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે, 10 મિનિટ વોક કરવાથી વધેલું બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરી શકાય છે. એક્સપર્ટ કહે છે કે વોક દરમિયાન તમારી સ્પીડ સામાન્ય રહેવી જોઈએ વધારે પડતી ઝડપે ન ચાલવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો