તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન સંકલ્પથી કોરોના હારશે:6 મિનિટ ચાલો, ઓક્સિજન સેચ્યુરેશન 4-5% ઘટી જાય અને લંગ્સમાં સીટી સ્કોર 8થી વધારે હોય તો હોસ્પિટલ જવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃદયના દર્દી છો તો ડરવાની જરૂર નથી, બાયપાસ સર્જરી/એન્જિયોપ્લાસ્ટી કરાવનારાઓ પણ રસી લઈ શકે છે, તે ઘરમાં ઈન્ફેક્શનથી બચાવે છે

સપોર્ટિંગ ટ્રીટમેન્ટથી 80% દર્દીઓ ઘરમાં જ સાજા થઈ શકે છે, પહેલા સપ્તાહની સજાગતા જ નક્કી કરે છે રિકવરી રેટ

આપણે લોકો કોવિડ પેનડેમિકના અંતિમ તબક્કામાં હતા, આ દરમિયાન બીજી લહેર આવી ગઈ જે વધારે અગ્રેસિવ છે. કોવિડ-19નો પહેલો સપ્તાહ રેપ્લિકેશનનો હોય છે અને બીજા સપ્તાહમાં ઈન્ફ્લેમેશનના કારણે મુશ્કેલીઓ વધી જાય છે. કોવિડના 80% દર્દી એસિમ્પ્ટોમેટિક અથવા માઈલ્ડ સિમ્પટમવાળા હોય છે. તેમને માત્ર સપોર્ટિવ ટ્રીટમેન્ટ, વિટામિન્સ અને બ્રીધિંગ એક્સર્સાઈઝ અને ગંભીર દર્દીઓ માટે ઓક્સિજન થેરેપી, રેમડેસિવિર, સ્ટીરોઈડ અને એન્ટિબાયોટિક્સનો હોય છે.

રેમડેસિવિર પહેલા સાત દિવસમાં સૌથી વધારે અસરકારક છે અને તેને મહત્તમ 10 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. પહેલા સપ્તાહમાં આ ઈન્જેક્શન કોવિડ કમ્વેલેશન્ટ પ્લાઝ્મા વાઈરલ લોડ ઓછો કરવામાં ઘણી મદદ કરે છે. 10 દિવસ બાદ રેમડેસિવિરની ઉપયોગીતા નથી રહેતી. તે બીમારીનો સમયગાળો ઓછો કરે છે, જીવનરક્ષક નથી. આ એક એન્ટિવાઈરલ ડ્રગ છે અને સંક્રમણના શરૂઆતના દિવસોમાં અસરકારક સાબિત થાય છે. સંક્રમણ વધારે થાય અને લંગ્સ ખરાબ થવાની સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોરોનાના દરેક દર્દીને રેમડેસિવિરની જરૂર હોય તેવું લાગતું નથી.

2 અઠવાડિયાનું કોવિડ મેનેજમેન્ટ
પહેલા સપ્તાહમાં દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું (90થી 91) થવાની સાથે 6 મિનિટ ચાલવા (6 મિનિટ વૉક ટેસ્ટ)થી ઓક્સિજન સેચ્યુરેશન 4થી 5 ટકા ઘટે છે, વધારે તાવ પણ રહે છે, લંગ્સમાં સીટી સ્કોર 8થી વધારે હોય છે, સાયટોકાઇનના માર્ક્સ વધેલા હોય છે, લિમ્ફોસાઈટ અને પોલીમોર્ફનું પ્રમાણ 3.5 કરતા વધારે રહે છે, ઇઓસિનોફિલ 0 ટકા થઈ જાય (જે હાઈ વાઈરલ ઈન્ફેક્શન બતાવે છે) ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન આપવું જોઈએ અન્યથા તે જીવનરક્ષક દવા નથી.

બીજા સપ્તાહમાં સ્ટીરોઈડ્સ (જે જીવનરક્ષક દવાઓનું કામ કરે છે), લોહી પાતળુ કરનારી દવાઓ, એન્ટિબાયોટિક્સનો વધારે ઉપયોગ થયા છે. જો દર્દીને સાઈટોકાઈન સ્ટોર્મ છે, જેમાં IL6 અને crp નામનું કેમિકલ વધી જાય છે, તો તેમને મેનોક્લેનલ એન્ટિબોડીઝ આપવામાં આવી શકે છે. તેથી રેમડેસિવિરનો રોલ પહેલા સપ્તાહમાં વાઈરલ લોડ ઓછો કરવામાં, એસિમ્પ્ટોમેટિક અને માઈલ્ડ ડિસીઝમાં તેનો ઉપયોગ કરવાની જરૂર નથી અને 10 દિવસ બાદ પણ તેનું કોઈ મહત્ત્વ નથી. જે દર્દી વેન્ટિલેટર પર છે અથવા એક્મો પર છે તેમને રેમડેસિવિરની જરૂર નથી હોતી. ​​​​​​​

- ડૉ. નિશાંત શ્રીવાસ્તવ
મેમ્બર સ્ટેટ લેવલ એડવર્સ ઈફેક્ટ મેનેજમેન્ટ કમિટી કોવિડ-19 વેક્સિનેશન
દર્દીઓના ફેફસાંની સાથે હૃદયને પણ નુકસાન પહોંચાડે છે કોવિડ-19 વાઈરસ, હૃદય દર્દીઓ ડૉક્ટરની સલાહ લેતા રહે.

તાજેતરમાં એક જાણીતા પત્રકાર અને ટીવી એન્કરનું હાર્ટ એટેકથી નિધન થયું છે, જે કોરોના પોઝિટિવ પણ હતો. બધા વિચારી રહ્યા છે કે કોઈ યુવાન વ્યક્તિનું અચાનક હાર્ટ અટેકથી મૃત્યુ કેવી રીતે થયું? શું કોવિડ અને હાર્ટ અટેકનો સંબંધ છે?

ચીનમાં કોવિડ-19ના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓમાં કાર્ડિયક ટ્રોપોનિન (હૃદયના સ્નાયુઓમાં ઈજાના નિશાન) સ્તર ઉંચું જોવા મળ્યું. દુનિયામાં કરવામાં આવેલા ઘણા રિસર્ચ બાદ ડૉક્ટરોએ નિષ્કર્ષ પર આવ્યા કે- કોરોના હૃદયને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ગંભીર સંક્રમિત દર્દીઓ અને કેટલાક અન્ય હળવા સંક્રમિત દર્દીઓમાં વાઈરસના કારણે હૃદયના સ્નાયુઓમાં સોજા આવે છે જેને માયોકાર્ડિટિસ પણ કહેવામાં આવે છે. થઈ શકે છે કે સ્નાયુઓમાં સોજો થવાને હૃદયનો આકાર મોટો થઈ જાય છે, અને કમજોર થઈ જાય છે. બ્લડ પ્રેશર ઓછું થવા લાગે છે અને પ્રવાહી પદાર્થ ફેફસામાં ભરાવા લાગે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના કાર્ડિયોલોજિસ્ટ પ્રો. મારિયાના ફોનટાનાએ ગંભીર રીતે સંક્રમિત દર્દીઓના MIRથી સ્નાયુઓની ઈજાના પુરાવા શોધ્યા છે.

આ 4 સવાલ અત્યારે વધારે પૂછવામાં આવી રહ્યા છે
1. મને હૃદય સંબંધિત સમસ્યા છે, શું મને કોવિડ-19 ઈન્ફેક્શન થવાનું જોખમ છે?
જવાબ-
ના, પરંતુ ઈન્ફેક્શન કોઈને પણ થઈ શકે છે. હૃદયના દર્દીઓમાં સંક્રમણની આશંકા વધારે રહે છે.

2. હૃદયરોગના દર્દીઓ જેમને ડાયાબિટીસ અથવા હાઈપરટેન્શન છે, તેમને વધુ જોખમ છે?
જવાબ- હા, ડાયાબિટીસ અથવા હાઈપરટેન્શન જેવી બીજી બીમારીઓ છે તો કોરોનાથી ગંભીર નુકસાન થઈ શકે છે.

3. મારી બાયપાસ સર્જરી/એન્જિયોપ્લાસ્ટી થઈ છે, શું વેક્સિનેશન સુરક્ષિત છે?
જવાબ- હા. તેમાં કોઈ સમસ્યા નથી. લોહી પાતળુ કરવા જેવી દવાઓ લઈ રહ્યા હોવ તો ડૉક્ટરની સલાહ લઈને વેક્સિનેશન કરાવી શકો છો.

4. મારી હાર્ટ વોલ્લ સર્જરી થઈ હતી, હું એન્ટિ-ક્લોટિંગ દવા લઈ રહ્યો છું. શું વેક્સિન લઈ શકું છું?
જવાબ- હા, બ્લડ થિનર લેવલની તપાસ અને ડૉક્ટરની સલાહ બાદ તમે વેક્સિન લઈ શકો છો.

- ડૉ. લોકેન્દ્ર દવે
અધિક્ષક, હમીદિયા હોસ્પિટલ અને પલ્મોનરી મેડિસિન એક્સપર્ટ