ક્યારેક અડધી રાતે ઊંઘ ઉડે ને તમે બેડ પરથી ઉઠવાનો પ્રયાસ કરો પણ તમે તમારાં શરીરને એક ઇંચ પણ હલન-ચલન કરાવી શકો નહિ તો? આ સ્થિતિ વિશે વિચારીને જેટલો ડર લાગે છે તેટલી જ જીવલેણ આ બીમારી છે જેને ‘સ્લીપ પેરાલિસિસ’કહેવામાં આવે છે. આ બીમારી ભલે ક્ષણિક હોઈ, પરંતુ તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિમાં લોકો ઘણીવાર તેમની છાતી પર દબાણ અનુભવે છે, શ્વાસ લેવામાં તકલીફ અનુભવી શકે છે અને ડરામણી ભ્રમણાનો અનુભવ પણ કરી શકે છે. જો તમે વારંવાર ઊંઘમાં ‘લકવાગ્રસ્ત’ થઈ જાઓ છો તો આ ડિસઓર્ડર પાછળનું મૂળભૂત કારણ શોધવા માટે આરોગ્ય નિષ્ણાતની મુલાકાત લો. મોટાભાગનાં લોકોમાં ઊંઘની અનિયમાતતા એ એક સામાન્ય કારણ છે.
જાગૃત હોવા છતાં સ્થિર રહેવું એ એક એવી સ્થિતિ છે જેને ‘સ્લીપ પેરાલિસિસ’તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઊઠવાનાં અને સૂવાનાં ટાઈમટેબલમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે આ પ્રકારની સ્થિતિનો અનુભવ થવાની શક્યતાઓ વધી જાય છે. અમુક સમય માટે શરીર પરથી સંપૂર્ણપણે નિયંત્રણ ગુમાવી બેસવું એ ચિંતાજનક સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિ અંગે એક્સપર્ટ પાસેથી થોડી માહિતી મેળવીશું.
પહેલાં એ જાણીએ શા માટે સ્લીપ પેરાલિસિસ થાય છે?
પેરાસોમ્નીયા, ઊંઘ સાથે જોડાયેલી અનિચ્છનીય ઘટના, તેનાં સ્પેક્ટ્રમ પર સ્લીપ પેરાલિસિસનો સમાવેશ કરે છે.
જ્યારે તમે ઊંઘમાં હોવ ત્યારે તમારું શરીર REM(આંખનું ઝડપી હલનચલન) અને NREM (આંખનું બિન-ઝડપી હલનચલન) સ્લીપ વચ્ચે સ્વિચ થતું રહે છે. REM અને NREM સ્લીપ સાયકલ આશરે 90 મિનિટ સુધી ટકી રહે છે. NREM સ્લીપ ઊંઘની શરૂઆતથી લઈને તે તમારી ઊંઘના કુલ સમયનાં 75 ટકા સુધી અસર કરે છે. NREM સ્લીપ શરીરને શાંત અને કાયાકલ્પ કરવાની મંજૂરી આપે છે. તમારી ઊંઘનાં અંતે NREM સ્લીપ REM સ્લીપમાં રૂપાંતરિત થાય છે. સપનાં આવે છે અને આપણી આંખો ઝડપથી આગળ વધે છે, પરંતુ તમારું બાકીનું શરીર હજી પણ શાંત જ હોય છે. REM સ્લીપ દરમિયાન આપણાં સ્નાયુઓ બંધ થઈ જાય છે. જો તમે REM ચક્ર પૂરું થાય તે પહેલાં જાગી જાઓ તો આ સમયે તમારાં શરીરનાં અંગો હલનચલન કરતાં બંધ થઈ જાય છે અને તમે સ્લીપ પેરાલિસિસ અવસ્થામાં પહોંચી જાવ છો.
કોને થાય છે સ્લીપ પેરાલિસિસ?
સ્લીપ પેરાલિસિસ દર 10 વ્યક્તિમાંથી 4 વ્યક્તિને અસર કરી શકે છે. તે કિશોરાવસ્થામાં શરૂ થાય છે અને જીવનનાં બીજા તથા ત્રીજા તબકકાની અવસ્થા સુધી યથાવત રહેશે. આ સમસ્યા આનુવંશિક પણ હોઈ શકે છે.
સ્લીપ પેરાલિસિસ થવા પાછળનાં જવાબદાર કારણો:
સ્લીપ પેરાલિસિસનાં લક્ષણો
ઊંઘતી વખતે કે જાગતી વખતે શરીર હલનચલન કરતું બંધ થઈ જાય તો તેને સ્લીપ પેરાલિસિસનું મુખ્ય લક્ષણ છે. જો કે, એક્સપર્ટનાં મતે આ સિવાયનાં વધારાનાં લક્ષણો પણ હોઈ શકે છે.
સારવાર
સ્લીપ પેરાલિસિસ માટે કોઈ ખાસ ઉપચાર નથી તેમછતાં શ્રેષ્ઠ ઊંઘની પેટર્નની પ્રેક્ટિસ કરીને તણાવને નિયંત્રિત કરીને અને નિયમિત ઊંઘનું સમયપત્રક રાખીને તેના જોખમને ઘટાડી શકાય છે.
એક્સપર્ટ દ્વારા ઊંઘને નિયમિત કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છેઃ
1. રોજ રાત્રે 6થી 8 કલાકની ઊંઘ લેવી.
2. સૂવાનો સમય અને જાગવાનો સમય નિશ્ચિત રાખવો
3. રાત્રે શૌચાલયની મુલાકાત માટે નાઇટલાઇટનો ઉપયોગ કરવો.
4. જાગતી વેળાએ સૂર્યપ્રકાશનો પૂરતો ઉપયોગ કરવો.
5. રાત્રે સૂવાનાં બે કલાકની અંદર ભારે રાત્રિભોજન કરવાનું ટાળવું.
6. સાંજે કોફી કે આલ્કોહોલનું સેવન કરવાથી બચો.
7. દરરોજ કસરત કરો, પરંતુ સૂતાં પહેલાં ટાળો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.