• Gujarati News
  • Lifestyle
  • Health
  • Vitamins For Women Health: Those Vitamins Which Are Very Important For Female Body, Learn From Expert How To Fulfill Their Deficiency

વીમેન હેલ્થ:આટલા વિટામિન્સ મહિલાઓ માટે ખૂબ જરૂરી, એક્સપર્ટ પાસેથી જાણો, શરીરમાં તેની ઊણપ કેવી રીતે પૂરી કરવી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયર્નની અછત પૂરી કરવા માટે ડાયટમાં બીટ, દૂધી, લીલા પાંદડાવાળી શાકભાજી ખાઓ
  • વિટામિન C માટે આંબળા, મોસંબી, લીંબુ અને જામફળ ખાઓ

મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. ઘર-ઓફિસ એમ ડબલ જવાબદારી, પીરિયડ્સ, હોર્મોન્સમાં ચેન્જ, પ્રેગ્નનસી અને મોનોપોઝને લીધે મહિલાઓના શરીરમાં વિટામિન, મિનરલ અને બીજા પોષકતત્ત્વોની ઊણપ હોય છે. વિટામિન્સની અછતને લીધે મહિલાઓ સમય કરતાં પહેલાં ઉંમરલાયક દેખાય છે. સ્કિન, વાળ અને હાડકા સાથે જોડાયેલી તકલીફ થાય છે. મહિલાઓને કમરમાં દુખાવો અને પગમાં દુખાવાની ફરિયાદ રહે છે. ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ ડૉ. રીમા પાસેથી જાણીએ, મહિલાઓને સ્વસ્થ રાખવા માટે કયા વિટામિન્સ અમે મિનરલ્સની જરૂર હોય છે....

કેલ્શિયમ અને વિટામિન D
મહિલાઓમાં ઉંમર વધવાની સાથે હાડકા સાથે જોડાયેલી તકલીફો શરૂ થઈ જાય છે. કમરનો દુખાવો, ઘૂંટણ અને એડીમાં દુખાવાની તકલીફ પુરુષો કરતાં વધારે હોય છે. મજબૂર હાડકા માટે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન D ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે. ડૉ. રીમાએ કહ્યું, મહિલાઓએ ડાયટમાં કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર આહાર સામેલ કરવો જોઈએ.

સ્ત્રોત
કેલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર પદાર્થો માટે તમે દૂધ, પનીર, મશરૂમ, માખણ, સોયા પ્રોડક્ટ્સ, ઈંડાં અને રાગી, બાજરો, જુવાર જેવા અનાજ ખાઓ. વિટામિન D માટે થોડીવાર માટે સવારે કૂમળા તડકામાં બેસો.

વિટામિન B12
ભાગદોડવાળી લાઈફસ્ટાઈલમાં મોટાભાગની મહિલાઓમાં વિટામિન B12ની અછત જોવા મળે છે. વિટામિન B12 હાર્ટ સ્વસ્થ રાખે છે. તે શરીરમાં બ્લડની ઊણપ પૂરી કરવા, હેરફૉલ રોકવા, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા અને મેટાબોલિઝ્મ વધારવા માટે જરૂરી છે. વિટામિન B12થી સ્કિન કોમળ અને સુંદર દેખાય છે. તે મહિલાઓને બ્રેસ્ટ, કોલોન, લંગ અને પ્રોસ્ટેસ કેન્સરની બચાવે છે.

સ્ત્રોત
ડાયટમાં ઈંડાં, ચિકન અને માછલી સામેલ કરો. વેજિટેરિયન લોકો ડાયટમાં સોયા મિલ્ક અને મિકલ પ્રોડક્ટ્સ સામેલ કરીને વિટામિન B12ની કમી પૂરી કરી શકાય છે.

વિટામિન A
ડાયટિશિયને કહ્યું કે, મેલ અને ફીમેલ એમ બંને બોડીમાં વિટામિન Aની અછત થાય તો સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો શરૂ થઈ જાય છે. પરંતુ મહિલાઓ પર વધારે ગંભીર અસર થાય છે. વિટામિન A શરીરમાં એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. આ બોડી સેલ્સ ડેમેજ થતા બચાવે છે. વિટામિન A સ્કિનને ગ્લોઈંગ રાખવા, કરચલી ઓછી કરવા, આંખોને ડ્રાયનેસથી બચાવવા, બોડીમાં કોઈ પણ ઇન્ફેક્શનથી બચાવવા કે ફરી રેડિકલ ડેમેજથી બચાવવા ઘણું જરૂરી છે. બ્રેસ્ટ ફીડિંગ કરાવતી અને મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓ માટે આ ખૂબ જરૂરી છે.

સ્ત્રોત
વિટામિન Aની અછત દૂર કરવા માટે લીલા પાંદડાવાળી શાકભાજી, બીટ, ગાજર, જરદાલુ, શિમલા મરચું, બ્રોકલી, ઈંડાંનો પીળો ભાગ અને માછલી ખાવી જોઈએ.

વિટામિન C અને આયર્ન
ડૉ. રીમાએ કહ્યું કે, 18થી 45 વર્ષની મોટાભાગની મહિલાઓમાં પીરિયડ્સને લીધે આયર્નની અછત રહે છે. આયર્નની અછતને લીધે એનિમિયા, હાર્ટ અને ફેફસાં સંબંધિત બીમારીઓ થઈ શકે છે. સાથે જ રેડ બ્લડ સેલ્સ ઓછા બનવા, માથામાં દુખાવો, ચક્કર આવવા, ચીડિયાપણું અને સ્કિન ડલ પડે જેવી તકલીફો થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં આયર્નની અછતને બાળકનું ઓછું વજન અને માનસિક રૂપે નબળા જેવી તકલીફો થઈ શકે છે. આયર્નની અછત દૂર કરવા માટે આયર્નયુક્ત પદાર્થોની સાથે જ વિટામિન C યુક્ત વસ્તુઓ પણ ખાઓ કારણકે ઘણીવાર આયર્નની અછત વિટામિન C યુક્ત વસ્તુઓ સિવાય પૂરી ના થઇ શકે.

સ્ત્રોત
આયર્નની અછત પૂરી કરવા માટે ડાયટમાં બીટ, દૂધી, લીલા પાંદડાવાળી શાકભાજી ખાઓ. આ ઉપરાંત કિશમિશ અને બીજા સૂકામેવા ડાયટમાં સામેલ કરો. વિટામિન C માટે આંબળા, મોસંબી, લીંબુ અને જામફળ ખાઓ.