વિટામિન K હૃદય રોગોનું જોખમ ઘટાડે છે:ધમનીઓમાં કેલ્શિયમ, ફેટ અને કોલેસ્ટેરોલ જમા થતા રોકે છે, હોસ્પિટલમાં દાખલ થવાનું રિસ્ક 21% ઓછું કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિટામિન K હૃદય રોગ એથેરોકોસ્કેરિયોસિસનું જોખમ ઓછું કરે છે
  • સંશોધકોએ 23 વર્ષ સુધી 50 હજાર લોકોનો હેલ્થ ડેટા ચેક કર્યો

ધમનીમાં કોલેસ્ટેરોલ અને ફેટ જમા થતું અટકાવવા માટે ભોજનમાં વિટામિન Kનું પ્રમાણ વધારો. વૈજ્ઞાનિકોએ જણાવ્યું, વિટામિન K હાર્ટ સાથે જોડાયેલી બીમારી એથેરોકોસ્કેરિયોસિસનું જોખમ ઘટાડે છે. ધમનીઓમાં ફેટ અને કોલેસ્ટેરોલ જામી જવાને લીધે એથેરોકોસ્કેરિયોસિસની સ્થિતિ બને છે. આમ થતા ધમનીઓ બ્લોક થવી કે ડેમેજ થવાનું જોખમ વધી જાય છે. આવો દાવો વૈજ્ઞાનિકોએ ‘ધ જર્નલ ઓફ અમેરિકલ મેડિકલ એસોસિયેશન’માં કર્યો છે.

વિટામિન K અને હાર્ટ વચ્ચે શું કનેક્શન છે, તે સમજવા માટે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું.સંશોધકોએ 23 વર્ષ સુધી 50 હજાર લોકોનો હેલ્થ ડેટા ચેક કર્યો. રિસર્ચમાં ખબર પડી કે વિટામિન K હૃદય રોગ એથેરોકોસ્કેરિયોસિસનું જોખમ ઓછું કરે છે.

કયું વિટામિન K કેટલું જોખમ ઘટાડે છે?
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વિટામિન K બે પ્રકારના હોય છે. પ્રથમ વિટામિન K1. આ લીલી શાકભાજી અને વેજીટેબલ ઓઈલમાંથી મળે છે. બીજું વિટામિન K2. આ મીટ, ઈંડાં અને ચીઝમાંથી મળે છે.

જો કોઈ વ્યક્તિને એથેરોકોસ્કેરિયોસિસની તકલીફ હોય અને તે ભોજનમાં વિટામિન K1 લે, તો હોસ્પિટલમાં દાખલ થવાનું 21% જોખમ ઓછું થાય છે. જો એથેરોકોસ્કેરિયોસિસનો દર્દી વિટામિન K2 યોગ્ય માત્રામાં લે છે તો આવા દર્દીની હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા 14% ઓછી થઈ જાય છે.

મૃત્યુનું મોટું કારણ હૃદયની બીમારી
રિસર્ચમાં સામેલ ન્યૂ એડિથ કોવાન યુનિવર્સિટીના સંશોધક ડૉ. નિકોલા બોન્ડોનોએ કહ્યું, મોટાભાગના લોકો લોહીના ગઠ્ઠાથી બચવા માટે વિટામિન K1 પોતાની ખાણીપીણીમાં સામેલ કરે છે, પરંતુ આ એથેરોકોસ્કેરિયોસિસ જેવી અન્ય ઘણી બધી બીમારીઓથી બચાવે છે. આ ટોપિક પર હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે. બોન્ડોનોએ કહ્યું, વિટામિન K1 ધમનીઓમાં કેલ્શિયમ જમા થતા રોકે છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના રિસર્ચર ડૉ. જેમી બેલિંગે કહ્યું કે, ભવિષ્યમાં ધમનીઓમાં જામતા કેલ્શિયમને આનાથી કંટ્રોલ કરી શકાશે. આ જરૂરી છે કારણકે ઓસ્ટ્રેલિયામાં બીમારીઓથી થતા મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય રોગ છે. તેવામાં આ વિટામિન K1 હૃદય રોગથી બચવાનું કામ કરશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 20 વર્ષથી દુનિયાભરમાં સૌથી વધારે મૃત્યુ હાર્ટની બીમારીથી થઈ. ડાયાબિટીસ ઉપરાંત હવે ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારી પણ દુનિયાના તે 10 રોગોમાં સામેલ છે. તેનાથી સૌથી વધારે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.