તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:કોરોનાની થર્ડ વેવથી બચવા આડેધડ વિટામિન-D સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા હો તો ચેતી જજો, વિટામિન-D અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ કનેક્શન ન હોવાનો કેનેડાના વૈજ્ઞાનિકોનો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 11 દેશોના કોરોના પીડિત અને સામાન્ય લોકો પર રિસર્ચ કર્યું
  • આ રિસર્ચના પરિણામમાં વિટામિન-D અને સંક્રમણની અસર ઓછી થવાના કોઈ પ્રમાણ મળ્યા નથી

જો તમે કોરોનાની થર્ડ વેવથી બચવા અને ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવા વિટામિન-Dની માત્રા વધારવા માટે કામ કરી રહ્યા છો તો તમારે ચેતવાની જરૂર છે. કેનેડાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિટામિન-D ન તો કોરોનાથી બચાવે છે અને ન તો તે ગંભીર સ્થિતિ થતાં અટકાવે છે. કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જેમનામાં વિટામિન-Dની યોગ્ય માત્રા હોય તેને પણ કોરોનાનું સંક્રમણ થઈ શકે છે અને આવા વ્યક્તિઓએ પણ હોસ્પિટલ દાખલ થવાનો વારો આવી શકે છે.

અન્ય રિસર્ચમાં વિપરિત દાવો
કેનેડાના વૈજ્ઞાનિકોએ કરેલું રિસર્ચ એટલે ચોંકાવનારું છે કે કારણ કે થોડા સમય પહેલાં જ મેડિસીન યુનિવર્સિટીના રિસર્ચમાં વિપરિત દાવો કરાયો છે. સંશોધકોને દાવો છે કે શરીરમાં વિટામિન-Dની માત્રા વધારે હોય તો કોરોના સંક્રમણ થવાનું જોખમ ઘટાડી શકાય છે. બાર્સિલોના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો છે કે વિટામિન-D કોરોનાથી થતાં મૃત્યુનું જોખમ 60% ઘટાડે છે.

ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ત્રણ રિસર્ચર્સે ઓક્સફોર્ડની જર્નલમાં પ્રસિદ્ધ થયેલી સ્ટડીનો રિવ્યૂ કર્યો. આ રિવ્યૂમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીને વિટામિન-Dની પૂરક દવાઓ આપવામાં આવે તો દર્દીને ICU સુધી પહોંચતાં અટકાવી શકાય છે તેમજ મૃત્યુઆંક ઘટાડી શકાય છે એવું તારણ સામે આવ્યું, પરંતુ તેનાથી વિપરિત દાવો કેનેડાના વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.

મેકગિલ યુનિવર્સિટીનાં તાજેતરમાં થયેલાં રિસર્ચનો દાવો આ તમામ દાવાઓને ખોટા સાબિત કરે છે. રિસર્ચ પ્રમાણે, શરીરમાં વિટામિન-D અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ કનેક્શન નથી.

સંક્રમણ ઘટે તેનું કોઈ પ્રમાણ નહિ
નિષ્ણાતોનું કહેવું છે કે અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ નથી મળ્યું કે તેનાથી સાબિત થઈ શકે કે વિટામિન-D વાઈરસનાં સંક્રમણને રોકે છે. કેનાડાની મેકગિલ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. ગુઈલોમ બટલરનું કહેવું છે કે, વિટામિન-D પર જે સ્ટડી થઈ છે તેના આધારે કશું પણ કહેવું મુશ્કેલ છે. તેથી સારું રહેશે કે તેના પર વધુ ટ્રાયલ કરવામાં આવે. જોકે તેના પરિણામ સુધી પહોંચવા માટે ઘણો લાંબો સમય લાગી શકે છે.

આ રીતે રિસર્ચ થયું

રિસર્ચમાં કોરોના સંક્રમણની ગંભીરતા અને વિટામિન-D વચ્ચેનાં કનેક્શનનું એનાલિસિસ કરવામાં આવ્યું
રિસર્ચમાં કોરોના સંક્રમણની ગંભીરતા અને વિટામિન-D વચ્ચેનાં કનેક્શનનું એનાલિસિસ કરવામાં આવ્યું

શરીરમાં વિટામિન-Dની વધારે માત્રા હોવા પર માણસના એક પર્ટિક્યુલર જનીન પર અસર પડે છે. આ જનીન પર જ રિસર્ચ કરવામાં આવ્યું. તેમાં 11 દેશોના 4134 કોરોના પીડિત અને 12,848,76 સામાન્ય લોકો સામેલ થયા.

આ તમામ લોકો પર અવલોકન કરવામાં આવ્યું કે, જે લોકોમાં વિટામિન-Dની પર્પાપ્ત માત્રા હતી તેમાનાં સંક્રમણ ઓછું ગંભીર હતું અથવા હતું જ નહિ. રિપોર્ટમાં વિટામિન-D અને સંક્રમણની અસર ઓછી થવાના કોઈ પ્રમાણ મળ્યા નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેમનું રિસર્ચ વિટામિન-Dના સપ્ટિમેન્ટ્સલ લઈ સ્વાસ્થ્ય સુધારવા માટે સપોર્ટ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...