તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિટામિન-C કેમ જરૂરી:કેન્સર રોકવામાં મદદ કરે છે વિટામિન-C, ચહેરા પર ડાર્ક સર્કલ અને સ્ટ્રોકનું જોખમ 42% સુધી ધટે છે

9 દિવસ પહેલા

નેચર કમ્યુનિકેશન જર્નલમાં પબ્લિશ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, વિટામિન-C શરીરમાં ઝડપથી ફેલાઈ રહેલા કેન્સરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વિટામિન-Cના કારણે દર્દીને કીમો અને રેડિએશન થેરપીની જરૂરિયાત ઓછી પડે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ કેન્સરના કારણે બનતા ફ્રી-રેડિકલ્સને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ ફ્રી-રેડિકલ્સ હાર્ટ ડિસીઝ અને આર્થરાઈટિસનું જોખમ પણ વધારે છે.

વાતાવરણ બદલાઈ રહ્યું છે, આ દિવસોમાં એવા ફળ અને શાકભાજી સરળતાથી ઉપલબ્ધ છે જેમાં વિટામિન-C ઘણી માત્રામાં હોય છે. આ વિટામિન કેમ જરૂરી છે, કયા લક્ષણો તેની ઊણપની તરફ ઈશારો કરે છે, તેના ફાયદા શું છે અને તેની ઊણપ કેવી રીતે પૂરી કરવી, સમાચારમાં જાણો આ સવાલોના જવાબ...

વિટામિન-C કેમ જરૂરી છે, પહેલાં તેને સમજો
શરીર નાનાં નાનાં લાખો કોષોથી મળીને બનેલું છે. વિટામિન-C આ કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કોષો સ્વસ્થ રહે છે તો તેની સીધી અસર આપણી સ્કિન પર પડે છે. તે ચમકદાર દેખાય છે. વધતી ઉંમરની અસર ઓછી દેખાય છે. તે ઉપરાંત વિટામિન-C ધમનીઓ અને હાડકાંઓને સ્વસ્થ રાખવાની સાથે ઘા ભરવામાં પણ મદદ કરે છે.

વિટામિન Cનાં 4 મોટા ફાયદા
સ્કિન પર વધતી ઉંમરની અસર ઘટે છે
અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પબ્લિશ રિસર્ચ કહે છે કે, વિટામિન Cની અસર શરીરની અંદર અને બહાર એમ બંને જગ્યાએ દેખાય છે. તેવામાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ વધતી ઉંમર ઘટાડે છે. આંખો નીચે કાળા કુંડાળા ઓછા થાય છે. સ્કિન અને વાળમાં ડ્રાયનેસ ઓછી થઇ જાય છે. સાથે જ સૂર્યના કિરણોથી સ્કિનને થતા નુકસાનને રોકી શકાય છે.

સ્ટ્રોકનું જોખમ 42% ઘટી જાય છે
અમેરિકન વૈજ્ઞાનિકોના એક રિસર્ચ પ્રમાણે, ડાયટમાં વિટામિન C લો છો તો સ્ટ્રોકનું જોખમ 42 ટકા ઘટી જાય છે. આ રિસર્ચ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો ફાયોના મિન્ટે કહ્યું કે, જયારે વ્યક્તિ ડાયટમાં ફળ અને શાકભાજી વધારે લે છે તો વિટામિન Cની સાથે ઘણા એવા પોષક તત્વો છે જે શરીરને સ્વસ્થ બનાવે છે.

બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે છે
એક રિસર્ચ પ્રમાણે, વિટામિન C બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. વિટામિન Cથી ભરપૂર ડાયટ લો છો તો બીમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, દુનિયાભરમાં થનારા મૃત્યુનું સૌથી મોટું કારણ હાર્ટ ડિસીઝ છે.

શરીરની ઇમ્યુનિટી વધે છે
વિટામિન C ઇમ્યુન સિસ્ટમ માટે પણ જરૂરી છે. તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં શ્વેત રક્ત કણોને અસરકારક બનાવવામાં મદદ કરે છે. તેને પરિણામે શરીરની રોગો સામે લડવાની ઇમ્યુનિટી વધે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો