તાજેતરના અભ્યાસ મુજબ, વિટામિન-B6 ગોળીઓનો ઉપયોગ કરીને ચિંતા અને હતાશાનાં લક્ષણો ઘટાડી શકાય છે. જર્નલ ઓફ હ્યુમન સાયકોફાર્માકોલોજી ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલે આ અભ્યાસના તારણોની જાણ કરી હતી. જ્યારે એક મહિના માટે યુવાનોને નિયમિત વિટામિન-B6નો હાઈ ડોઝ આપવામાં આવ્યો હતો ત્યારે યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધકોએ શોધ્યું હતું કે, તે આ સમયે ઓછી ચિંતા અને ઉદાસી અનુભવતાં હતાં.
આ અભ્યાસ મૂડ ડિસઓર્ડર્સને રોકવા અને તેની સારવારમાં મદદ કરે છે. યુનિવર્સિટી ઓફ રીડિંગનાં સ્કૂલ ઓફ સાયકોલોજી એન્ડ ક્લિનિકલ લેંગ્વેજ સાયન્સનાં ડૉ ડેવિડ ફિલ્ડ અભ્યાસના મુખ્ય લેખક, સમજાવે છે, કે મગજની કાર્ય કરવાની ક્ષમતા ઉત્તેજક ચેતાકોષો વચ્ચેના નાજુક સંતુલન પર આધાર રાખે છે, જે માહિતીનું પરિવહન કરે છે અને અવરોધક ન્યુરોન્સ કે જે અતિશય સક્રિય વર્તનને અટકાવે છે. તાજેતરની પૂર્વધારણાઓએ આ સંતુલનનાં વિક્ષેપને સાંકળી લીધો છે. ઘણીવાર મગજની પ્રવૃત્તિનાં વધતા સ્તરની દિશામાં મૂડ ડિસઓર્ડર અને અન્ય ન્યુરોસાયકિયાટ્રિક બીમારીઓ મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન-B6 શરીરને ચોક્કસ કેમિકલ મેસેન્જર ઉત્પન્ન કરવામાં મદદ કરે છે અને અમારો આ અભ્યાસ તેનાં કારણે થતી અસરને લોકોમાં ઘટેલી ચિંતા સાથે જોડે છે.
જો કે અગાઉના સંશોધનોએ દર્શાવ્યું છે કે માર્માઈટ અથવા મલ્ટીવિટામિન્સ તણાવનાં સ્તરને ઘટાડી શકે છે. આ પરિણામ માટે આ ઉત્પાદનોમાં કયા ચોક્કસ વિટામિન જવાબદાર છે? તે નક્કી કરવા માટે ખૂબ જ ઓછાં સંશોધન કરવામાં આવ્યા છે. વર્તમાન સંશોધન વિટામિન-B6નાં સંભવિત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે GABA (ગામા-એમિનોબ્યુટીરિક એસિડ)નાં શરીરનાં સંશ્લેષણને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે, એક પદાર્થ જે મગજનાં ચેતાકોષો વચ્ચે આવેગ કરે છે. વર્તમાન અભ્યાસમાં 300થી વધુ સ્વયંસેવકોને એક મહિના માટે ભોજન સાથે દરરોજ એક વિટામિન-B6 અથવા B12 લેવા માટે કહેવામાં આવ્યું હતું.
આ સંશોધનમાં એવું જાણવા મળ્યું કે, વિટામિન B12ની કોઈ અસર થઈ ન હતી, જ્યારે વિટામિન-B6 આંકડાકીય રીતે નોંધપાત્ર તફાવત પેદા કરે છે. જે લોકોએ વિટામિન B6 સપ્લિમેન્ટ્સ લીધા હતા, તેમનામાં GABA સ્તર ઊંચું હતું, જે સિદ્ધાંતની પુષ્ટિ કરે છે કે ચિંતામાં ઘટાડો થવાનું કારણ વિટામીન-B6 છે. ઍક્સપર્ટે જણાવ્યું કે, ‘વિટામિન-B6 વિવિધ પ્રકારનાં ખોરાકમાં હાજર છે, જેમ કે ચણાં, અમુક ફળો અને શાકભાજી. આ સંશોધન તેના પ્રારંભિક તબક્કામાં છે અને અમારા અભ્યાસમાં ચિંતા પર વિટામિન-B6ની અસર દવાથી જે ધારણા કરી શકાય તેનાં કરતાં ઘણી ઓછી હતી તે ઓળખવું નિર્ણાયક છે. જો કે, તેની દવાઓ કરતાં ઓછી નકારાત્મક આડઅસરો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.