સામાજિક તણાવ અને ચિંતાના પ્રમાણને ઘટાડવા માટે ટોક્યોમાં કેટલાંક લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ સૂચવે છે કે, શારીરિક કસરતથી આપણામાં સામાજિક તણાવ અને ચિંતાનું પ્રમાણ ખૂબ જ ઓછું રહે છે, પરંતુ કેટલાક જેમ કે, ન્યુરોલોજીકલ દર્દીઓ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગથી પીડાતા લોકો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે શારીરિક કસરત શક્ય નથી અથવા ખૂબ જોખમી પણ છે. આ દર્દીઓ પર ઇમર્સિવ વર્ચ્યુઅલ રિયાલિટી (IVR)નો ઉપયોગ કરીને સમાન અસરો લાવી શકાય છે. ચાલો જાણીએ કેવી રીતે?
સંશોધક ડાલીલા બ્યુરીને જણાવ્યું હતું કે, તણાવ મધ્યમ માત્રામાં હોય તો ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ જો તે એક હદ્દ કરતાં વધી જાય તો તેની અસર આપણાં સ્વાસ્થ્ય પર પણ પડે છે. મનોરંજન માટે રચાયેલ હોવા છતાં IVR એ તબીબી હેતુઓ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે વ્યક્તિને વર્ચ્યુઅલ બોડી દ્વારા વર્ચ્યુઅલ વિશ્વનો અનુભવ કરાવે છે. અગાઉના અભ્યાસમાં, ટીમે શોધી કાઢ્યું હતું કે વ્યક્તિનો આ વર્ચ્યુઅલ અનુભવ તેના શરીરમાં અનેક ફેરફારો લાવે છે. વર્ચ્યુઅલ હલનચલન સાથે સુસંગત રીતે હૃદયના ધબકારામાં પણ વધઘટ થાય છે ને પરિણામે, વાસ્તવિક શારીરિક પ્રવૃત્તિની જેમ અહીં પણ જ્ઞાનાત્મક અને ન્યુરલ લાભો થયા.
આ અભ્યાસ છ અઠવાડિયા સુધી ચાલ્યો અને અઠવાડિયામાં બે વાર 20 મિનિટના સત્રો પછી નીકળતાં તારણમાં સમાન લાભો જોવા મળ્યા હતા. વર્તમાન અભ્યાસમાં, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત, સંશોધકોએ તણાવ પર વર્ચ્યુઅલ તાલીમની ફાયદાકારક અસરો શોધીને આ અભ્યાસને આગલાં સ્તર પર લઈ ગયા. વર્ચ્યુઅલ તાલીમ પહેલાં અને પછી સંશોધકોએ આ અભ્યાસમાં ભાગ લેનારાં લોકોનું નિરિક્ષણ કર્યું તો વર્ચ્યુઅલ તાલીમ પછી લોકોના માનસિક-સામાજિક તાણમાં ઘટાડો અને ચિંતાનું નીચું સ્તર જોવા મળ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.