સંક્રમણ VS વેક્સિન:કોરોના સંક્રમણની સરખામણીએ વેક્સિનથી ઈમ્યુનિટી વધે છે, બંને મળી 'સુપર ઈમ્યુનિટી' બનાવે છે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના સંશોધકોએ એન્ટિબોડીઝ પર રિસર્ચ કર્યું
  • સંક્રમણ થયાં પછી વેક્સિન લેનારા લોકોમાં આલ્ફા વેરિઅન્ટ વિરુદ્ધ ઈમ્યુનિટી મજબૂત જોવા મળી

કોરોના મહામારીથી બચવા માટે આખી દુનિયામાં વેક્સિનેશન પર ભાર મુકાઈ રહ્યો છે. વેક્સિન વાઈરસ વિરુદ્ધ આપણી ઈમ્યુનિટી વધારે છે. કોરોના સંક્રમણ થાય તો શરીરમાં પણ નેચરલી તેના સામે એન્ટિબોડીઝ બને છે. હવે સવાલ એ છે કે નેચરલ એન્ટિબોડીઝ અને વેક્સિનથી બનતી એન્ટિબોડીઝમાંથી કઈ આપણી ઈમ્યુન સિસ્ટમ વધારે મજબૂત કરે છે? આ સવાલનો જવાબ જાણવા માટે અમેરિકાના સેન્ટ જ્યુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલમાં એક રિસર્ચ કરવામાં આવ્યું.

રિસર્ચમાં લોકોની એન્ટિબોડીઝનું એનાલિસિસ કરાયું
આ સ્ટડીમાં વોલન્ટિયર્સને 3 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપના 120 લોકોએ કોરોના વેક્સિન લીધી નહોતી. બીજા ગ્રુપના 237 લોકોએ કોરોનાની ફાઈઝર અને મોડર્ના જેવી mRNA વેક્સિન લીધી હતી. તો ત્રીજા ગ્રુપમાં 42 લોકો એવા હતા જેમને કોરોના થયો હોય અને વેક્સિન પણ લીધી હોય.

સંક્રમણ કરતાં વેક્સિનથી વધારે ઈમ્યુનિટી ડેવલપ થઈ

આ તમામ વોલન્ટિયર્સમાં કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા વેરિઅન્ટ વિરુદ્ધ એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવી. રિસર્ચ પ્રમાણે તાજેતરમાં જે લોકોએ વેક્સિન લીધી હતી તેમનાં શરીરમાં સારી માત્રામાં એન્ટિબોડીઝ જોવા મળી. તે કોરોના સંક્રમિત થયેલા લોકો કરતાં ઓછી હતી.

જે લોકોએ કોરોના થયા પછી વેક્સિન લીધી તેમના શરીરમાં ઈમ્યુનિટી સારી જોવા મળી. તેને 'સુપર ઈમ્યુનિટી' કહેવાય છે. આવા લોકોમાં આલ્ફા વેરિઅન્ટ વિરુદ્ધ ઈમ્યુનિટી મજબૂત જોવા મળી.

ડેલ્ટાના ગંભીર સંક્રમણે ઈમ્યુન રિસ્પોન્સ સારો બનાવ્યો
કોરોનાના સૌથી ખતરનાક વેરિઅન્ટ ડેલ્ટાએ ગ્લોબલી હાહાકાર મચાવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે ડેલ્ટાથી સંક્રમિત વ્યક્તિમાં વેક્સિન કરતાં ઓછી એન્ટિબોડીઝ મળતી હતી. સંક્રમિત લોકોનું મેટાબોલિઝ્મ નબળું હોય તેમનો ઈમ્યુન રિસ્પોન્સ વધારે સારો જોવા મળ્યો.

વેક્સિન લેવી જરૂરી
News 18ના અહેવાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર અને વાયરોલોજિસ્ટ, સુનીત કુમાર સિંહ જણાવે છે કે, કોરોના સંક્રમણ પછી વેક્સિન લેવાથી શરીરમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી બને છે. માત્ર વેક્સિન લેવાથી કે સંક્રમણ થવાથી શરીરમાં એન્ટિબોડીઝની સંખ્યા ઓછી હોય છે. તેથી સંક્રમણ થયું હોય કે ન થયું હોય વેક્સિન લેવી જરૂરી છે.