• Gujarati News
  • Lifestyle
  • Health
  • Using Sweetener Instead Of Sugar In Tea Is Dangerous, It Can Lead To Serious Diseases Like Cancer, Blood Pressure, Diabetes.

સ્વીટનરનો ઉપયોગ કેટલો જોખમી:ચામાં ખાંડની જગ્યાએ સ્વીટનરનો ઉપયોગ જોખમી, તે કેન્સર, બ્લડપ્રેશર, ડાયાબિટીશ જેવી ગંભીર બીમારીઓને નોતરે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખાંડ વગરની ચા બહુ ઓછા લોકોને ભાવે છે. દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓના સતત વધી રહેલા આંકડાઓને જોતા આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ પણ વધ્યો છે. તેની ખાસિયત છે કે તેનાથી ખાંડની જરૂર નથી પડતી. આ જ કારણ છે કે મોટાભાગના ઘરમાં તેનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થાય છે. આર્ટિફિશિયલ સ્વીટનર લેવાના નુકસાન વિશે વાત કરી રહ્યા છે, ડાયટિશિયન ખુશબુ શર્મા.

આર્ટિફિશિયલ સ્વીટનર લેવા પાછળનું કારણ શું છે?
ખાંડની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર લેવાનો હેતુ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. જેમને મેદસ્વિતા અથવા ડાયાબિટીસની સમસ્યા હોય છે, ડૉક્ટર તેમને ઓછી ખાંડ લેવાની સલાહ આપે છે. આ જ કારણ છે કે આર્ટિફિશિયલ સ્વીટનરનો ટ્રેન્ડ વધ્યો છે. આ વિશે ડાયટિશિયન ખુશબુ જણાવે છે કે આ દવાઓ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લમ અને ડાયાબિટીસ વધવાનું કારણ બની શકે છે.

ખાવાપીવાની જે વસ્તુઓને ખાંડ રહિત કહીને સર્વ કરવામાં આવે છે, હકીકતમાં તેમાં પણ ખાંડ હોય છે.
ખાવાપીવાની જે વસ્તુઓને ખાંડ રહિત કહીને સર્વ કરવામાં આવે છે, હકીકતમાં તેમાં પણ ખાંડ હોય છે.

શું આર્ટિફિશિયલ સ્વીટનર લેવી સ્વાસ્થ્ય માટે યોગ્ય?
PLOS મેડિસિન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, આર્ટિફિશિયલ સ્વીટનરમાં એસેસ્લફેમ અને એસ્પાર્ટેમ હોય છે. લાંબા સમય સુધી તેને લેવાથી બ્રેસ્ટ કેન્સર, ઓબેસિટી સંબંધિત કેન્સર અથવા કોઈ અન્ય પ્રકારનું કેન્સર થવાનું જોખમ રહે છે. ડાયટિશિયન ખુશબુ જણાવે છે કે, આ મીઠી ગોળીઓના કારણે એન્ક્ઝાઈટી, બ્લડ સુગર ઈમ્બેલેન્સ, કિડની અથવા હાર્ટ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

આ મીઠી ગોળીઓથી કઈ બીમારીઓનું જોખમ રહે છે?
તેને લેવાથી મેદસ્વિતા, હાઈ બ્લડ સુગર, ઇન્સ્યુલિન ઈમ્બેલેન્સ, કિડની, લિવર, હાર્ટ સાથે સંબંધિત સમસ્યા, આંખોમાં કમજોરી, સ્ટ્રેસ એન્ક્ઝાઈટી, મૂડ સ્વિંગ્સ, ડાઈજેશનમાં કમજોરીની ફરિયાદ રહે છે. સુગર ફ્રી ફૂડ પ્રોડક્ટ્સના કારણે બાળકોમાં ડાયાબિટીસની ફરિયાદ ઝડપથી વધી રહી છે. તે ઉપરાંત લોકોમાં ઈર્રિટેબલ બાઉલ સિન્ડ્રોમની ફરિયાદ પણ જોવા મળે છે.

શું સુગર ફ્રી ફૂડ પ્રોડક્ટ્સમાં ખરેખર ખાંડ નથી હોતી?
જે ફૂડ પ્રોડક્ટ્સ પર સુગર ફ્રી લખ્યું હોય છે, હકીકતમાં તેમાં ખાંડની માત્રા થોડી જ હોય છે. તેથી જો તમે સુગર ફી ચ્યુઇંગ ગમ, ડાયટ ડ્રિંક્સ, સપોર્ટ ડ્રિંક્સ, બેવરેજ, મેયોનિસ, સોફ્ટ ડ્રિંક્સ લઈ રહ્યા છો, જેના પર નાના નાનાં શબ્દોમાં સુગર ફ્રી હોવાની વાત લખી હોય છે, ધારો કે તેમાં ખાંડ હોય છે. ઘણી એવી દવાઓ પણ હોય છે, જેમાં ખાંડનો ઉપયોગ થાય છે, પરંતુ તેના ડિસ્ક્રિપ્શનમાં તે લખવામાં આવતું નથી.

ગળપણને છોડવા નથી માગતા તો અપનાવો આ રીત
ડાયાટિશિયનના અનુસાર, જે લોકો પોતાની ડાયટમાં ગળી વસ્તુ સામેલ કરવાથી પોતાની જાતને રોકી નથી શકતા, તેઓ કેટલાક નેચરલ સ્વીટનર યુઝ કરી શકે છે. તેનાથી શરીર પર કોઈ નુકસાન નથી થતું અને ગળી વસ્તુ ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ જાય છે. સ્વીવિયાના પાંદડા નેચરલ સ્વીટનર રીતે ડાયટમાં સામેલ કરી શકો છો.