કેસૂડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે. કેસૂડાના ફૂલ રંગને કારણે આકર્ષણનનું કેન્દ્ર બની જાય છે. કેસૂડાને જ્વાલા વૃક્ષ પણ કહેવામાં આવે છે. કેસૂડાના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ જ કારણ છે કે આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે અને તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં માટે કરવામાં આવે છે. કેસૂડાના ફૂલ જ નહીં , બીજ અને ગુંદરનો ઉપયોગ પણ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. ડો.આર. અચલ કેસૂડાના ફાયદા જણાવી રહ્યાં છે.
કેસૂડાથી પેટના કીડા દૂર થાય છે
કેસૂડાના બીજનું સેવન કરવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. તો બીજી તરફ પેટ સંબંધિત અનેક બીમારીઓમાં રાહત આપવાની સાથે, કેસૂડાના બીજ પેટના કૃમિના ઉપચારમાં પણ મદદરૂપ થઈ શકે છે. તેથી આ ફૂલનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓમાં થાય છે.
તાવથી આપે છે રાહત
કેસૂડાના ફૂલનું સેવન કરવાથી તાવમાં આરામ મળે છે. ઘણા આયુર્વેદિક ડોકટરો તાવના દર્દીઓને કેસૂડાના ફૂલમાંથી બનાવેલી દવા ગળવા માટે કહેવામાં આવે છે. ઘણા સંશોધનોમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગંભીર રોગના ઈલાજ માટે ફાયદાકારક
કેસૂડાના ફૂલનો રસ અનેક ગંભીર બીમારી સામે રાહત આપે છે. આ રસ એવા દર્દીઓને આપવામાં આવે છે જેઓ મૂત્રાશયની બળતરા અને પેશાબ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે.
ચામડીના રોગમાં પણ ફાયદાકારક
કેસૂડાના ગુંદરનો ઉપયોગ ચામડીના રોગને ઠીક કરવા માટે કરવામાં આવે છે. કેસૂડા ઝાડમાંથી કાઢવામાં આવેલો રસ એટલે કે કેસૂડાનો ગુંદર દાદર ની અસરને ઘટાડી શકે છે. કેસૂડાની છાલમાં પણ એન્ટિફંગલ ગુણો જોવા મળે છે, જે ઇન્ફેક્શનનું કારણ બનેલી ફૂગને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
સોજામાં પણ કેસૂડાના ફૂલ ફાયદાકારક
કેસૂડાના ફૂલનો અર્ક શરીરની બળતરામાં રાહત આપે છે. NCBIના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કેસૂડાના ફૂલમાં મિથેનોલિક અર્ક હોય છે. આ અર્કમાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે. આ ઘાને કારણે થતા સોજાને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તો કેસૂડામાં રહેલું બ્યુટિન, બ્યુટ્રિન, આઇસો બ્યુટ્રિન અને આઇસોકોરોપ્સિન નામના તત્ત્વો પણ સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.