કોલેજની યુવતીઓમાં એબોર્શનનું પ્રમાણ વધારે:અપરણિત યુવતીઓ હવે 24 અઠવાડિયાં સુધીની પ્રેગ્નન્સીમાં ગર્ભપાત કરાવી શકશે, ગર્ભનિરોધકની જાણકારીનો હજુ પણ અભાવ

2 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે જે યુવતી અપરણિત હોય ને 24 અઠવાડીયાંની ગર્ભવતી હોય તો એબોર્શન માટે લીલી ઝંડી આપી છે. આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે મહિલાઓને આ મંજુરી આપી ન હતી. હાઇકોર્ટે આ મંજુરી ન આપવાનું કારણ જણાવ્યું હતું કે, અપરણિત યુવતીઓને ટર્મિનેશમ ઓફ પ્રેગ્નન્સી એટલે કે, MTP એક્ટ હેઠળ 20થી 24 અઠવાડીયાંના ગર્ભપાતની મંજુરી આપવામાં ન આવે.

તો બીજી તરફ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પરણિત મહિલાઓની જેમ અપરણિત યુવતીઓને પણ એબોર્શનનો અધિકાર છે.

24 અઠવાડીયાંમાં ગર્ભપાતથી થઇ શકે છે અનેક સમસ્યા
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડોકટર માલા શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, 12 અઠવાડીયાં બાદ એબોર્શનનો કરવામાં આવતું નથી. આ સમય દરમિયાન ગર્ભમાં બાળકનો વિકાસ થઇ ચુક્યો હોય છે. જો બાળક અસામાન્ય હોય તો 24 અઠવાડિયામાં ગર્ભપાત કરી શકાય છે. જેને કાયદો પણ મંજૂરી આપે છે. અસાધારણ બાળકને પરવાનગી વિના 22 થી 24 અઠવાડિયાં સુધી ગર્ભપાત કરી શકાય છે. 24માં અઠવાડિયે ગર્ભપાત કરવાથી માતાનો જીવ પણ જઇ શકે છે.

આ સમયે બાળક સંપૂર્ણ બની ગયું હોય છે, ઘણી વાર આ સમયે બાળક જીવતું પણ હોય છે. 24માં અઠવાડિયે નોર્મલ કે સિઝેરિયન ડિલીવરી પણ થઇ શકે છે. આ સમયે બાળકનો જન્મ થાય છે તો રડે પણ છે. તેથી આ બાળકને મારી શકાય નહી.

2021માં MTP એક્ટમાં સામેલ છે અપરણિત યુવતીઓ
એમટીપી એક્ટ 1971માં પસાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટનાં વકીલ પ્રસૂન કુમારના જણાવ્યા અનુસાર, તે સમયે ફક્ત પરણિત મહિલાઓને જ એબોર્શન માટેની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 20 અઠવાડિયાંના જ ગર્ભનું એબોર્શન કરવામાં આવતું હતું. પરંતુ 2021માં કરવામાં આવેલા સંશોધન મુજબ અપરણિત યુવતીઓને પણ સામેલ કરવામાં આવી હતી. મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટની કલમ 3 સ્પષ્ટપણે 'પતિ'ને બદલે 'પાર્ટનર' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સીને લઈને જે નવો કાયદો આવ્યો છે તેમાં બળાત્કાર પીડિતા, સગીર છોકરીઓ, ગંભીર રીતે બીમાર મહિલાઓ સહિત તમામ મહિલાઓને આવરી લેવામાં આવી છે. હવે બળાત્કાર પીડિતા અને અવિકસિત 24 અઠવાડિયાંના ગર્ભનો ગર્ભપાત થઈ શકે છે. 24 અઠવાડિયાંથી વધુ સમય બબાદ એબોર્શન માટે કોર્ટમાં અરજી દાખલ કરવી પડશે. 20-24 અઠવાડિયામાં એબોર્શન માટે તબીબી સમિતિની સલાહ લેવામાં આવે છે.

યુવતીઓમાં જાગૃતિનો અભાવ
ડોક્ટર માલા શ્રીવાસ્તવે આ બાબતે કહ્યું હતું કે. છોકરીઓને ગર્ભપાતની ગોળીઓને લઈને જાગૃતતા નથી. ઘણી છોકરીઓને આ દવા કેવી રીતે લેવી તે વિશે પણ ખબર નથી. અસુરક્ષિત શારીરિક સંબંધને કારણે ઘણી અપરણિત યુવતીઓ એબોર્શન માટે આવે છે. આ યુવતીઓમાં 6થી 7 અઠવાડિયાંનો ગર્ભ હોય છે. તો ઘણાં લોકોને લાગે છે કે, કોન્ડોમ સુરક્ષિત છે પરંતુ 18 %કેસ કોન્ડોમ પણ અસુરક્ષિત છે, પ્રેગ્નન્સીથી બચવા માટે બેસ્ટ હોય તો ગર્ભનિરોધક ગોળીઓ છે જે 99% સુરક્ષિત છે.

આ સિવાય સ્કુલમાં અભ્યાસ કરતી 13-14 વર્ષની કિશોરીમાં પણ આ અંગે જાગૃતતા ફેલાવવાની જરૂર છે. જેથી કુંવારી છોકરીઓને સુરક્ષિત કરી શકાય.

અપરણિત યુવતીઓને સૌથી વધુ આ સમસ્યા
સમાજશાસ્ત્રી ઈમ્તિયાઝ અહેમદે કહ્યું હતું કે, મહિલાઓને કાયદા દ્વારા અલગ-અલગ અધિકાર આપવામાં આવ્યા છે, પરંતુ દરેક મહિલાની સમસ્યા એક સરખી નથી હોતીઆ માટે કાયદામાં ફેરફાર જરૂરી છે. વિવાહિત અને અપરિણીત મહિલાઓને અલગ-અલગ પ્રકારની સમસ્યાઓ હોય છે.