તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોંકાવનારું રિસર્ચ:લગ્ન જીવનમાં તણાવ સિગારેટનાં જોખમ જેટલો જીવલેણ, આવા પુરુષોમાં સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ 69%

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું
  • સંશોધકોનું કહેવું છે કે ખુશહાલ દામ્પત્ય જીવન જરૂરી

લગ્નજીવનથી નાખુશ વ્યક્તિને માત્ર તણાવનું જ નહિ પરંતુ મૃત્યુનું પણ જોખમ હોય છે. જે પુરુષો પોતાના દામ્પત્ય જીવનથી ખુશ નથી તેમને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ રહે છે. આવા પુરુષોમાં મૃત્યુના આંકડા 19% સુધી સામે આવ્યા છે. આ દાવો ઈઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કર્યો છે.

મેરેજ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાની જરૂરિયાત
સંશોધક ડૉ. શહર લેવ-એરી કહે છે કે, રિસર્ચમાં સામે આવેલી વાત ચોંકાવનારી છે. જે પુરુષો દામ્પત્ય જીવનથી સંતુષ્ટ નથી તેમને મૃત્યુનું જોખમ સિગારેટ પીવા જેટલું જ જીવલેણ છે. પોતાનાં રિસર્ચમાં સંશોધકે સલાહ આપી કે વિવાહિત લોકોએ મેરેજ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવો જોઈએ.

આ રીતે થયું રિસર્ચ
સંશોધકોએ અચાનક મૃત્યુ પામેલા 10 હજાર લોકોના 3 દશક જૂનો હેલ્થ ડેટાનો અભ્યાસ કર્યો. રિસર્ચમાં સામે આવ્યું કે, દામ્પત્ય જીવનમાં દુખી હોય તેવા લોકોને સ્ટ્રોક અથવા હાર્ટ અટેકનું મૃત્યુ 69% સુધી રહે છે. આ આંકડો સિગારેટની લત, એક્સર્સાઈઝની ઊણપને કારણે થતાં સમય પહેલાંનાં મૃત્યુ બરાબર છે. સંશોધકો અનુસાર, 32 વર્ષમાં લગ્નથી અસંતુષ્ટ લોકોમાંથી 19%ના મૃત્યુ થયા છે.

દામ્પત્ય જીવનમાં સુખી રહેવું જરૂરી
ક્લીનિકલ મેડિસીન જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પ્રમાણે, સ્વાસ્થ્ય અધિકારી લોકોને એક્સર્સાઈઝ કરવા માટે અને ધૂમ્રપાનથી દૂર રહેવા માટે પ્રેરિત કરે છે, પરંતુ હવે લગ્નજીવનમાં સુખી રહેવા માટેની સલાહ આપવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...