હેલ્થ ટિપ્સ:પિરિયડ્સ દરમિયાન શરીરમાં આવતા બદલાવને સમજો અને કરો ઉપાય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુવતીઓ અને મહિલાઓને પિરિયડ્સ દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી મહિલાઓને પિરિયડ્સ શરૂ થતા પહેલા જ સ્કિન પર ખીલ થવા લાગે છે. આ સમસ્યાને 'પિરિયડ્સ એક્ને' કહે છે. દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ, પ્લાસ્ટિક કોસ્મેટિક સર્જન ડોક્ટર લલિત ચૌધરીએ પિરિયડ્સ એક્નેનું કારણ અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જણાવ્યું હતું.

ખીલ થવાનું છે આ કારણ
હોર્મોનલ અસંતુલનને કારણે પિરિયડ્સ એક્ને થાય છે. આ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન ઘટે છે અને ટેસ્ટોસ્ટેરોન વધે છે. જેના કારણે ત્વચાના છિદ્રોમાં રહેલું સીબુમ ગ્લેડ વધુ પડતી માત્રામાં સીબમ ઉત્પાદન કરવાનું શરૂ કરે છે, જેના કારણે પીરિયડ્સ દરમિયાન ખીલ થાય છે.

ત્વચામાં સોજો અને ખંજવાળ
પિરિયડ્સ એકનેને વારંવાર અડવાથી તે ફૂટે છે જેમાંથી નીકળતા પરૂને કારણે બેકટેરિયા વધે છે. જેના કારણે સ્કિન પર ખંજવાળ, સોજો આવે છે અને ખીલમાં દુખાવો થાય છે. ઘણીવાર ખંજવાળ અને દુખાવાથી રાહત મળે છે.

એક્યુરેટ અને ક્રોનિક એક્ને
પિરિયડ એક્ને બેપ્રકારનાં હોય છે એક્યુટ અને ક્રોનિક. એક્યુટ એક્ને ઘણી તકલીફ હોય છે જેના માટે દવાઓ આપવામાં આવે છે. ક્રોનિક પિરિયડ એક્ને દર વખતે થાય છે. ક્રોનિક પિરિયડ એક્ને માટે હોર્મોન્સ લેવલની તપાસ કરાવો ક્યાંક PCOD તો નથી. જે મહિલાઓને PCODની સમસ્યા છે તે મહિલાઓનાં શરીરમાં આ દરમિયાન હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે. આ સ્થિતિમાં સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ લઇ દવાઓ દ્વારા હોર્મોન્સને કંટ્રોલ કરી શકાય.

કોલ્ડપેકથી દુખાવામાં મળશે રાહત
પીરિયડ્સમાં એક્નેથી રાહત મેળવવા માટે ચહેરા પર કોલ્ડપેક લગાવો જેનાથી સોજો અને સ્કિન પર લાલશ ઓછી થશે. જો તમારી પાસે કોલ્ડ પેક નથી તો કપડાંમાં બરફનાં ટુકડાને રાખીને મોઢ પર લગાવી શકો છો. એન્ટિબાયોટિક જેલ પણ લગાવી શકો છો. ખીલ અને ફોલ્લીઓને વારંવાર અડકો નહીં. એક્નેથી રાહત મેળવવા માટે દિવસમાં ચારથી પાંચવાર ફેસ વોશ કરો. આ ઊપાય કરવા છતાં પણ સમસ્યા રહે છે તો ડોક્ટરની સલાહ લો. તપાસ કર્યા બાદ ડોક્ટર લેસર ટ્રીટમેન્ટ અથવા દવા ખાવાની સલાહ આપશે.

હાઈડ્રેટ રહો અને તેલ-મસાલા ઓછા ખાવ
ઓછા તેલ-મસાલા વાળો ખોરાક ખાવ અને ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીઓ. સલાડ ખાઓ. કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાક ના લો. આ દરમિયાન હાઈડ્રેટ રહેવું ખુબજ જરૂરી છે. ચહેરાને વારંવાર ધોવો. પિરિયડ્સ એક્ને શરૂ થવાની સાથે જ જેલ બેઝડ ક્રીમ ચહેરા પર લગાવો.