પીરિયડ્સ પેનને કહો બાય બાય:શિયાળામાં અસહ્ય દુખાવો અને મૂડ સ્વિંગ્સ થાય છે? તેનું કારણ અને ઉપાય જાણો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીરિયડ્સમાં દુખાવો ઓછો કરવા માટે વિટામિન-Dની ઊણપ દૂર કરવી જરૂરી
  • વિટામિન-Dની ઊણપ દૂર કરવા માટે સૂર્ય પ્રકાશમાં બેસવું જોઈએ

શિયાળામાં તમને પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય તો તમે એકલી મહિલા નથી જેને આ સમસ્યા થઈ રહી છે. અસહનીય દુખાવાથી લઈને મૂડ સ્વિંગ્સ સુધી આ સમયગાળામાં ઘણી સમસ્યા થાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ આ ફેરફારો નોટિસ તો કરે છે પરંતુ તેનાં કારણથી અજાણ હોય છે.

વિટામિન-Dની ઊણપ તેનું કારણ

પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવાનું કારણ વિટામિન-D છે. શિયાળામાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. તેવામાં આપણે સૂર્ય પ્રકાશના ઓછા સંપર્કમાં આવીએ છીએ. સૂર્ય પ્રકાશ વિટામિન-Dનો મોટો સોર્સ છે.

Only My Health વેબસાઈટ સાથેની વાતચીતમાં ડૉ. ભારતી કાલરેએ જણાવ્યું કે, પીરિયડ્સમાં શરીર પ્રોસ્ટાગ્લેન્ડિન નામનું હોર્મોન જેવો પદાર્થ બનાવે છે. તેને કારણે મહિલાઓને દુખાવો થાય છે. વિટામિન-D આ પદાર્થનું પ્રોડક્શન ઓછું કરવામાં મદદ કરે છે, જેથી મહિલાઓને આરામ મળી રહે. ડૉ. કાલરાના જણાવ્યા પ્રમાણે, શિયાળમાં મહિલાઓમાં વધારે મૂડ સ્વિંગ્સ જોવા મળે છે. આ સમયે વધારે સમય ઘરની અંદર રહેવાથી અને ઓછી ફિઝિકલ એક્ટિવિટી કરવાથી તેની સીધી અસર મૂડ પર થાય છે.

આ રીતે પીરિયડ્સ પેનને બાય બાય કહો

  • પીરિયડ્સમાં દુખાવો ઓછો કરવા માટે વિટામિન-Dની ઊણપ દૂર કરવી જરૂરી છે. ડૉ. કાલરાના જણાવ્યા પ્રમાણે, પીરિયડ્સ ડેટના 5 દિવસ પહેલાં 1 મહિલાને 3,00,000 યુનિટ વિટામિન-D આપવામાં આવે તો દુખાવામાં રાહત મળે છે.
  • વિટામિન-Dની ઊણપ દૂર કરવા માટે સૂર્ય પ્રકાશમાં બેસવું જોઈએ. આ સિવાય માછલી, એનિમલ ફેટ, નારંગીનો જ્યુસ, દૂધ અને અનાજનું સેવન કરવું જોઈએ.
  • પીરિયડ્સ દરમિયાન હળવી એક્સર્સાઈઝ કરવી જોઈએ. ઘરની અંદર જ પૂરાઈ રહેવાને બદલે થોડી એક્ટિવિટી કરવી જોઈએ તેથી શરીરમાં હેપ્પીનેસ હોર્મેન રિલીઝ થાય.
  • અસહ્ય દુખાવો હોય તો હીટિંગ પેડ અથવા ગરમ પાણીની બોટલનો ઉપયોગ કરવાથી તરત આરામ મળે છે.
  • પીરિયડ્સ દરમિયાન હળવો ખોરાક લો. ડાયટમાં તમામ ન્યૂટ્રિશન્સ સામેલ કરો.

(નોંધ: આ લેખ સામાન્ય માહિતી માટે છે. કોઈ પણ સારવાર કે ઉપાય અપનાવતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.)