હેલ્થ અલર્ટ:અસંતુલિત બ્લડ પ્રેશર હૃદય અને મગજ માટે ખતરનાક સાબિત થઈ શકે છે, કન્ટ્રોલ કરવા માટે 2-3-4નો આ ફોર્મ્યુલા અપનાવો

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઈ બ્લડ પ્રેશરમાં સેતુબંધાસન અને લૉ પ્રેશરમાં મત્સ્યાસન ફાયદાકારક સાબિત થાય છે
 • અઠવાડિયાંમાં 3થી 4 દિવસ 40 મિનિટ સુધી સાઈકલિંગ કરવા પર હાઈ બ્લડ પ્રેશર 10 પોઈન્ટ ઓછું થાય છે

અસંતુલિત બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે મગજ, હૃદય અને કિડની જેવાં અંગો પ્રભાવિત થઈ શકે છે. દેશમાં આ સમસ્યા એટલી ગંભીર બની રહી છે કે દર વર્ષે 16 લાખ લોકો હાઈ BPની સમસ્યાથી મૃત્યુ પામી રહ્યા છે. તણાવ, સંક્રમણ, કેટલીક દવાઓ અને પાણીની ઊણપને કારણે પણ બ્લડ પ્રેશર લેવલમાં રહેતું નથી.

ચિંતાની વાત એ છે કે ઘણા લોકોને જાણ જ નથી હોતી કે તેમને બ્લડ પ્રેશરની બીમારી છે. યોગ્ય સમયે તેની જાણ ન થતાં તે લાંબા ગાળે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેને કારણે બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર પણ કહેવાય છે.

મુંબઈની લીલાવતી એન્ડ રિલાયન્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અજિત આર મેનન જણાવે છે કે બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવું ખુબ જરૂરી છે કારણ કે તે અનેક બીમારીને વેગ આપે છે. તેને કન્ટ્રોલ કરવા માટે 2-3-4નો આ ફોર્મ્યુલા કારગર સાબિત થઈ શકે છે.

બ્લડ પ્રેશર શું છે, તેના કયાં લક્ષણો છે અને 2-3-4 ફોર્મ્યુલાથી બ્લડ પ્રેશર કેવી રીતે કન્ટ્રોલ કરી શકાય છે આવો જાણીએ....

બ્લડ પ્રેશર એટલે શું?
હૃદય દ્વારા લોહી પમ્પ કરતાં સમયે રક્ત વાહિનીઓ પર પડતાં પ્રેશરને બ્લડ પ્રેશર કહેવાય છે. તેનું સામાન્ય લેવલ 120/80 છે અર્થાત હાઈ બ્લડ પ્રેશર 120 અને લૉ બ્લડ પ્રેશર 80 હોવું જોઈએ.

લૉ બ્લડ પ્રેશરનાં લક્ષણો

 • અચાનક ધૂંધળું દેખાવું
 • ઊલટી અથવા ગભરામણ
 • ભ્રમ જેવું મહેસૂસ થવું
 • માથામાં અને છાતીમાં દુખાવો

હાઈ બ્લડ પ્રેશરનાં લક્ષણો

 • બેહોશી
 • થાક
 • ધ્યાન ન લાગવું
 • ઠંડી અને શુષ્ક ત્વચા
 • શ્વાસની રીધમ બદલાઈ જવી

બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાનો 2-3-4 ફોર્મ્યુલા
2 યોગ: હાઈ બ્લડ પ્રેશરમાં સેતુબંધાસન અને લૉ પ્રેશરમાં મત્સ્યાસન ફાયદાકારક

સેતુબંધાસન ઘૂંટણની પાછળની માંસપેશી (હેમસ્ટ્રિંગ), પેટ અને આંતરડાં પર અસર કરે છે. તેનાથી બ્લડ ફ્લો સુધરે છે. તણાવ ઓછો કરવામાં મદદ મળે છે. આ આસનથી હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરી શકાય છે.

લૉ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ મત્સ્યાસન કરવું જોઈએ. પદ્માસનમાં બેસી શ્વાસ લેતાં પીઠને પાછળની તરફ ખેચી માથું જમીનને સ્પર્શ કરો. આ આસન પીઠ અને ખભાની માંસપેશીમાં સ્ટ્રેચ લાવી આખા શરીરમાં બ્લડ ફ્લો સુધારે છે.

3 એક્સર્સાઈઝ: સાઈકલિંગ, સ્કિપિંગ અને વૉક ફાયદાકારક

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલિજીના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયાંમાં 3થી 4 દિવસ 40 મિનિટ સુધી મીડિયમ ટુ ફાસ્ટ સાઈકલિંગ કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર 10 પોઈન્ટ ઓછું કરી શકાય છે. 30 મિનિટ સુધી સ્કિપિંગ કરવામાં આવે તો 8થી 10 પોઈન્ટ ઓછાં કરી શકાય છે. અઠવાડિયાંમાં 5 દિવસ 30થી 40 મિનિટ મીડિયમ સ્પીડ વૉક કરવામાં આવે તો લૉ બ્લડ પ્રેશર બેલેન્સ કરી શકાય છે.

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયાંમાં 5 દિવસ 30 મિનિટની એક્સર્સાઈઝ કરવામાં આવે તો 8 પોઈન્ટ સુધી બ્લડ પ્રેશર ઓછું કરી શકાય છે. વોક, સાઈકલિંગ અને સ્કિપિંગ પણ ફાયદાકારક સાબિત થાય છે.

4 ફળ: હાઈ અને લૉ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરશે

 • બીટ: 250 ગ્રામ બીટ ખાવાથી 7 પોઈન્ટ સુધી BP ઘટાડી શકાય છે. તેનાથી ધમનીઓ રિલેક્સ થાય છે.
 • પાઈનેપલ: પાઈનેપલમાં પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. એક કપ આશરે 240 મિલી જ્યુસમાં 1 મિલી સોડિયમ અને 195 મિલી પોટેશિયમ હોય છે. પોટેશિયમ હાઈપરટેન્શન ઓછું કરે છે.
 • જેઠીમધની ચા: જેઠીમેધ કાર્ટિસોલ તોડતાં એન્ઝાયમ્સ કન્ટ્રોલ કરે છે. તેની સાથે એડ્રેનલિનનું કાર્ય બેલેન્સ કરે છે.
 • ગાજર: ગાજરના જ્યુસથી હાર્ટ અને કિડનીમાં સારો બ્લડ ફ્લો રહે છે. તેનાથી લૉ બ્લડ પ્રેશરની સમસ્યા ઘટે છે.