તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:કોરોનાવાઈરસ સામે સુરક્ષિત રહેવા એક માસ્ક કરતાં બે માસ્ક પહેરવા વધુ અસરકારક, CDCના વૈજ્ઞાનિકોનો દાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. વાઈરસથી સુરક્ષિત રહેવા માટે માસ્ક અંગે નવાં નવાં રિસર્ચ સામે આવ્યાં છે. હવે વૈજ્ઞાનિકો એક માસ્ક કરતાં બે માસ્ક પહેરવાને વધુ સુરક્ષિત ગણાવી રહ્યા છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન)એ થોડા દિવસ પહેલાંએક લેબ એક્સપેરિમેન્ટ્સના પરિણામ જાહેર કર્યાં છે. તે પ્રમાણે કોરોના વાઈરસ સામે એક માસ્ક કરતાં 2 માસ્ક પહેરવાથી વધુ રક્ષણ મળે છે.

લેબ એક્સપેરિમેન્ટ્સમાં સર્જીકલ અને કાપડનાં માસ્ક પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં કોરોનાવાઈરસના પાર્ટિકલ કેટલા વેગથી હવાંમાં ફેલાય છે અને માણસના શ્વાસમાં તેના કેટલા ટકા પાર્ટિકલ જાય છે તે જાણવા માટે પ્રયોગ થયો હતો.

ડબલ માસ્ક પહેરવા પર હવામાં રહેલા 80% કણો બ્લોક થાય છે
સંશોધકોને પ્રયોગમાં જાણવા મળ્યું કે સર્જીકલ કે પછી કાપડનો એક માસ્ક પહેર્યો હોય તો હવામાં રહેલા કણોમાંથી 40% કણો વ્યક્તિના શ્વાસમાં જાય છે. જ્યારે સર્જીકલ માસ્કની ઉપર એક એક્સ્ટ્રા કાપડનો માસ્ક પહેરવામાં આવે છે તો હવામાં ફેલાયેલા કણોમાંથી 80% કણો શ્વાસમાં બ્લોક થઈ જાય છે. CDCના ડૉક્ટર જોન બ્રુક્સના જણાવ્યા પ્રમાણે, જો સામસામે ઊભેલી બંને વ્યક્તિએ 2 માસ્ક પહેર્યા હોય તો તેમનાં શ્વાસથી ફેલાતા અને હવામાં રહેલાં 95% કણો બ્લોક થાય છે.

બંને માસ્ક સારી ગુણવત્તાના હોય તે જરૂરી

  • આ રિસર્ચની પોતાની મર્યાદા નક્કી હતી. રિસર્ચમાં કોઈ એક જ બ્રાન્ડના સર્જીકલ માસ્ક અને કાપડના માસ્ક પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેથી આ પરિણામ તમામ પ્રકારના માસ્ક પર લાગુ પડે છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. પરંતુ રિસર્ચ પ્રમાણે કોરોનાવાઈરસથી બચવા માટે એક કરતાં 2 માસ્ક પહેરવા વધુ અસરકારક સાબિત થાય છે.
  • CDC સલાહ આપતાં કહે છે કે, એક કરતાં 2 માસ્ક પહેરવા તે વધુ સારું રહેશે જ્યારે જો બંને માસ્ક યોગ્ય રીતે પહેર્યા હોય. સર્જીકલ માસ્કની ઉપર કાપડનો માસ્ક પહેરવાથી સર્જીકલ માસ્કની ગેપ ભરાઈ જાય છે તેથી માસ્કની કિનારીએથી પણ કોરોના વાઈરસની એન્ટ્રી થઈ શકતી નથી.
  • યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના ઈન્ફેશિયસ ડિસીઝ સાયન્ટિસ્ટ ડૉ. ઈસાક કહે છે કે કે 2 માસ્કનો ફાયદો થાય તે માટે બંને માસ્ક સારી ગુણવત્તાના હોય તે જરૂરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો